________________
ચારિત્રમોહ
૩૪૫
૩૪૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
તો પડેને ? આવ્યું એ ખસેડવાનું ખરુંને ? રસ્તો તો ચાલવો પડેને ?
પ્રશ્નકર્તા: ચાલવો પડે.
દાદાશ્રી : થાળી જોવાથી કંઈ ભૂખ મટે કે ? એ જ્ઞાન-દર્શન ને ચારિત્ર બધું જોઈએ. થાળીને જોવાથી ભૂખ મટે નહીં. જ્ઞાન-દર્શન-ચારિત્ર જોવાથી, પછી શ્રદ્ધા રાખવાથી, પછી ચારિત્ર એટલે ખાવાથી. ત્યારે પૂરું થાય અને આ આપણે તો બધાથી પર છીએ એ શ્રદ્ધા બેઠી. પણ આ છે એને ખસેડવું તો પડેને કે ના ખસેડવું પડે ? તે આ ખસેડે છે બધાં.
આ ચારિત્રમોહને વીતરાગતાથી નિકાલ કરો. એટલે જ્યારે આ ભાઈ ભેગો થાયને એટલે એ પેલા ગૂંચવાડામાં પડેલો હોય, વિચારોમાં. એટલે હું કહું કે, જે છે એ આ ચારિત્રમોહ છે. હવે મેલોને છાલ ! અમથા જુઓ કેવો મોહ છે તે ! ત્યારે એ ગૂંચવાડો બંધ થઈ જાય પછી. એમ કરતું કરતું બંધ થઈ ગયું.
તન્મયાકાર નથી કે નથી ચારિત્રમોહ !
દાદાશ્રી : હા. ચારિત્રમોહ જ છે. એને ના કોણ કહે છે ? પ્રશ્નકર્તા : પણ તન્મયાકાર હોય તો એમ આપ કહો છો.
દાદાશ્રી : તન્મયાકાર હોય તો આપણો ચારિત્રમોહ છે. નહીં તો કો'ક પૂછે ને આપણે તન્મયાકાર ના હોઈએ, તોયે કોક પૂછે કે આ શું? આ ક્યા પ્રકારનો મોહ ? ત્યારે કહે, ચારિત્રમોહ. એને જવાબ તો વ્યવસ્થિત રીતે આપવો પડે.
પ્રશ્નકર્તા : પણ ઈન રિયાલિટી (વાસ્તવમાં) ?
દાદાશ્રી : એ તન્મયાકાર ના હોય તો ચારિત્રમોહ નથી. અમે તો કો’ક જ જગાએ સહેજ તન્મયાકાર હોઈએ. બાકી તન્મયાકાર ના હોઈએ.
પ્રશ્નકર્તા : આપ તો ક્યાંથી હોય? આપને પ્યૉર ડિસ્ચાર્જ હોય છે.
દાદાશ્રી : છતાંય કહેશે કે આ કપડાં કેમ પહેરો છો ? ત્યારે કહે, ચારિત્રમોહ' એવું કહી દઈએને. પ્રશ્નકર્તા : હા.
જુદાપણાથી, છૂટાય ચારિત્રમોથી ! દાદાશ્રી : ચંદુભાઈ દર્શન કરે તેને તમે “જુઓ’ તે તમે છૂટા. ચંદુભાઈને તમે ‘જોયા’ કરો તો ચારિત્રમોહથી છૂટા થયા અને ના જોયા તો ચારિત્રમોહ રહ્યો. ના ‘જુઓ? તો ચારિત્રમોહ છે હજુ. જ્યારે ત્યારે ‘જોઈને છોડવો જ પડશે. બધું જોઈને છૂટે. ‘જોઈએ’ પણ એટલો એક્કેક્ટ ના દેખાય એ વખતે. પણ જાગૃતિ રહે તોય બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : “જોવામાં’ બરાબર ન પણ જોવાય, શાથી ? દાદાશ્રી : જાગૃતિ ન હોય તો થોડું ચૂકી જવાય. પ્રશ્નકર્તા : પણ એક્કેક્ટ જોયું ત્યારે એ કેવું હોય ? દાદાશ્રી : એકઝેક્ટ ‘જોવાતું' નથી. એઝેક્ટ ‘જોવાનું એટલે
આપણા મહાત્માઓને ચારિત્રમોહ ખરો. પણ ચારિત્રમોહને ક્યારે ચારિત્રમોહ કહેવાય કે પોતે એમાં તન્મયાકાર રહેતો હોય ત્યારે જ ચારિત્રમોહ કહેવાય. તન્મયાકાર ના રહે તો ચારિત્રમોહ નહીં. પોતે તન્મયાકાર નથી રહેતો એટલે પોતાને ચારિત્રમોહ નથી. કો'ક પૂછે ત્યારે કહેવું પડે કે ચારિત્રમોહ છે.
પ્રશ્નકર્તા : પણ પોતાને ચારિત્રમોહ નથી.
દાદાશ્રી : હા. પોતાને ચારિત્રમોહ રહેતો નથી. કેટલાક માણસોને રહે. જે ક્રિયા થાયને તેની મહીં તન્મયાકાર સ્થિતિ રહે. જમે તોય તન્મયાકાર સ્થિતિ રહે.
પ્રશ્નકર્તા : અમે અત્યાર સુધી એમ સમજતા હતા કે જે કંઈ થઈ રહ્યું છે એ બધો ચારિત્રમોહ છે. તન્મયાકાર હો કે ન હો, ડિસ્ચાર્જ બધો ચારિત્રમોહ છે.