________________
[૬.૧] કર્મબંધત, નવું - જૂનું !
સિદ્ધાંત, કર્મબંધ તણો ! પ્રશ્નકર્તા : જ્ઞાન લેતાં પહેલાં બધાં ખરાં-ખોટાં કર્મો કરેલાં હોય, તો હવે એનું કેવી રીતે નિવારણ લાવવું ?
દાદાશ્રી : એ તો ઘણાં ખરાં કર્મો અને જ્ઞાન આપીએ છીએને, તે ઘડીએ પાપો ભસ્મીભૂત કરી નાખીએ મહીં ભગવાનની કૃપાથી, તેથી તો આત્મા હાજર રહેને, નહીં તો આત્મા કોઈ દહાડો હાજર રહે નહીં. હજારો અવતાર ફરે ને તો યે આત્માનું કોઈને ભાન જ ના થાયને ! એટલે એ બધાં ઘણાંખરાં પાપ બળી જાય. એટલે પાછલાં કર્મોની હવે તમારે ચિંતા નહીં કરવાની. તમારે તો મારી આજ્ઞામાં રહેવું એ જ ધર્મ.
પ્રશ્નકર્તા : અમને જે જ્ઞાન થયું એ પહેલાં જે બધા કર્મો હતા, તેનું શું થવાનું ? એ પછી આવતા ભવમાં અમને ભોગવવાનાં બાકી રહે ?
દાદાશ્રી : એ જે કર્મો હતા, તે આ વખતમાં જ ભોગવાઈ જવાના. કોઈ પણ કર્મ આવતા ભવ માટે સિલ્લક રહે નહીં. નવા બાંધ્યા હોય એટલાં જ આવતા ભવમાં ભોગવવાના અને જૂના તો ભોગવાઈ જ જવાનાં.
જ્ઞાતાગ્નિથી ભસ્મીભૂત કર્મો ! પ્રશ્નકર્તા : દાદાએ કીધેલું કે બરફ જેવાં કર્મો હજુ રહ્યા છે.
૩૫૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) દાદાશ્રી : ત્રણ પ્રકારનાં ડિસ્ચાર્જ હોય છે. એક વરાળ સ્વરૂપે હોય છે, બીજું પાણી સ્વરૂપે હોય છે અને ત્રીજા બરફ સ્વરૂપે હોય છે. તે વરાળ ને પાણી અને નાશ કરી નાખીએ. ફક્ત બરફ એકલો અમારાથી નાશ ના થાય. એ ભોગવે જ છૂટકો થાય. જુઓને, ભોગવે છે ને ? બરફ એકલો જ ભોગવે છે અને મસ્તીમાં રહે છે. વિજ્ઞાન સમજી ગયા છોને !
પ્રશ્નકર્તા: આપે જે અમને શુદ્ધાત્માની દ્રષ્ટિ આપી દીધી એ બરાબર, પણ હવે આ દ્રષ્ટિ આપ્યા પહેલાં જે અમે નિકાચીત કર્મો બાંધી દીધેલા એ તો આવવાના જ, ભોગવવા જ પડવાના, તેનું શું ?
દાદાશ્રી : એમાંથી ઘણો ભાગ ઊડાડી દીધો છે. તે વરાળ ને પાણીરૂપે જે જામી ગયા નથી તે ઊડાડી દીધા અને જામી ગયેલા એ એટલાં ભોગવવા પડે એ કર્મ. બરફરૂપે હોય એ ભોગવવા પડે. કારણ કે જ્ઞાની પુરુષ જ્ઞાનાગ્નિથી નાશ કરી શકે બધાં કર્મને.
પ્રશ્નકર્તા : આ નિકાચીત કર્મો જે ભોગવવાના થાય તે આત્મા જ ભોગવે ને ? ત્યારે એનું કર્તાપણું તો આવું જ ને ?
દાદાશ્રી : આત્માને ભોગવવાનું હોય નહીં કશુંય. આત્મા તો પરમાત્મા, એને ભોગવવાનું હોતું હશે ? આ તો વ્યવહાર આત્મા ભોગવે છે. સુખો ભોગવ્યા તે જ દુ:ખ ભોગવે છે. અને દુ:ખ ભોગવ્યા એ જ સુખ ભોગવે છે એ વ્યવહાર આત્મા અને વ્યવહાર આત્મામાં ચેતન નથી એવું ગેરંટીથી કહું છું. આખું જગત ચેતન વગર ચાલી રહ્યું છે, પણ ચેતનની હાજરીથી ચાલી રહ્યું છે.
એ સાયન્સ છે ને આપણું આ બધું. માટે કામ કાઢી લેજો. હું તો એટલું કહું, મેં કામ કાઢી લીધું છે, તમે કામ કાઢી લેજો. આ બેઠા છે મહીં પ્રત્યક્ષ, જે માગો એ આપનાર છે. આ દુનિયામાં કોઈ પણ ચીજ માગો અધ્યાત્મ સંબંધમાં, તે બધી જ ચીજ, અહીં કેશ બેંક તરીકે રોકડું આપી દે.
પ્રશ્નકર્તા ઃ તમને સુરતના બાંકડા ઉપર જ્ઞાન થયેલું, એવું જોઈએ. દાદાશ્રી : હા. એવું જ આપ્યું છે પણ તમારી પાસે આ બરફ રહ્યો