________________
ચારિત્રમોહ
૩૩૧
૩૩૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
હોય, બોજો રહ્યા કરે. વીસ હજાર રૂપિયા પાછા મૂકવા ને લાવવા, ને વીસ હજાર કોઈએ ઉછીના માંગ્યા તો ઉપાધિ.
પ્રશ્નકર્તા : દાદા, એ ચારિત્રમોહ આપે જે કીધું, પણ એ જ્ઞાનીનો કરુણાભાવ ના કહેવાય ?
દાદાશ્રી : કરુણાભાવ જ છે એ. પણ એક પ્રકારનો મોહ કહેવાય. પ્રશ્નકર્તા : કરુણાભાવમાંય પણ એ ચારિત્રમોહ છે. દાદાશ્રી : મોહ વગર તો કોઈ હોય જ નહીંને !
પ્રશ્નકર્તા : દાદા, આ તીર્થકરોને કલ્યાણની ભાવના હોય, એ પણ તીર્થકરોનો ચારિત્રમોહ ખરો કે નહીં ?
દાદાશ્રી : બધો ચારિત્રમોહ. કેવળજ્ઞાન થયું તે પહેલાં. બારમા ગુઠાણા સુધી ચારિત્રમોહ હોય. અને ચારિત્રમોહ ખલાસ થયો કે કેવળજ્ઞાન થયું.
પ્રશ્નકર્તા : પછી એમને ભાવ ના હોય કાંઈ...
દાદાશ્રી : ના. પછી દેશના. અને સામે આવીને ઊભો રહ્યો હોયને, આમ ‘જે જે કરે, હવે એ નર્ક જવાનો હોય તોય ભગવાન એને એમ ના કહે કે તું આમ થઈ જઈશ. કારણ કે ખટપટ ના કરે છે. એકની પર રાગ ને એકની પર દ્વેષ એવું નહીં !
પ્રશ્નકર્તા : પણ દાદાજીની આજ્ઞા પાળવી એ ચારિત્રમોહમાં જાય ?
દાદાશ્રી : ના. એ તો પ્રજ્ઞાશક્તિનો પુરુષાર્થ છે. ચારિત્રમોહમાં ના જાય. ચારિત્રમોહ મહીં પળાવા ના દે, એ બને એવું. ફાઈલો બહુ ભારે આવી જાયને, તો પેલા રખડી મરે. મોડું-વહેલું થાય, થોડીવાર પાળે અને આખો ચારિત્રમોહ બહુ સરળ હોયને તો બહુ સરસ પાળવા દે.
આજ્ઞા પાળવાથી જાય ઘાતકર્મો ! પ્રશ્નકર્તા હવે આ જે દર્શન છે એનાથી બધો આ ચારિત્રમોહ ખપે છેને ?
દાદાશ્રી : શુદ્ધ દર્શનથી જુએ છે એટલે ચારિત્રમોહ ખપે.
પ્રશ્નકર્તા : મારે પૂછવાનું એ જ હતું કે જે ચારિત્રમોહ ખપાવવાની રીત આ દર્શનથી જ છેને ?
દાદાશ્રી : દર્શનથી જ છે. પણ એ દર્શન ક્યારે રહે ? અમારી પાંચ આજ્ઞા પાળે ત્યારે દર્શન રહે ને એનાથી ચારિત્રમોહ બિલકુલ ઊડી જશે. સમાધિ રહેશે અને મોક્ષે લઈ જશે.
પ્રશ્નકર્તા : એટલે મોહનીય કર્મ આખું ખપી જાયને? પછી એની સાથે આ દર્શનક્રિયા આત્માની થાય છેને ?
દાદાશ્રી : હા. આ અમારી આજ્ઞા છે, એ જ પાળવાથી દર્શનક્રિયા અને જ્ઞાનક્રિયા ચાલુ થઈ, એનાથી ચારેય છે તે ઘાતી કર્મ ઊડી જાય.
જાય જ્ઞાતથી દર્શનમોહ તે આજ્ઞાથી ચારિત્રમોહ !
પ્રશ્નકર્તા: આપણા મહાત્માઓને દર્શનમોહ કાઢી આપ્યો અને ચારિત્રમોહ રહ્યો હવે, ચારિત્રમોહ આખા દિવસમાં જે બધું બને, તે બધું ચારિત્રમોહ જ ગણાય. ઊઠ્યો એય ચારિત્રમોહ, ચા પીધી એય ચારિત્રમોહ, એ બધું ચારિત્રમોહમાં જ જાય. એટલે નિરંતર પેલું ચારિત્રમોહને ચારિત્રમોહના સ્વરૂપે જ જુએ, એવી એક્ઝક્ટ જાગૃતિ કઈ હોય ?
દાદાશ્રી : કહ્યું છેને કે વ્યવસ્થિત છે, જોયા કરજો. એ આજ્ઞાથી મોક્ષ. જોયા કરવાનું. ગમે તેવું કાર્ય કરતો હોય તોય તેને જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : એટલે આ જોયા કરવાથી ચારિત્રમોહ ઊડી જાય અને આ પાંચ આજ્ઞામાં રહેવાથી પણ ઊડેને ?
દાદાશ્રી : એ જોવાનું એ જ પાંચ આજ્ઞાને ! રિલેટિવ ને રિયલ જોવું એ આજ્ઞામાં આવે. એટલે ચારિત્રમોહ કાઢવા માટે આ કહેલું જુદું. આંખે પાટા બાંધીને ચારિત્રમોહ ઊભો કર્યો અને ઊઘાડી આંખે જોઈને ચારિત્રમોહને રજા આપી.
પ્રશ્નકર્તા : આ આખું અસાધારણ વેલ્ડીંગ લાગે. પેલામાં તો ગોથા