________________
ચારિત્રમોહ
૩૩૩
૩૩૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ખાયા કરે, શાસ્ત્રોમાં તો. આપનું એક વાક્ય છે, જ્ઞાની પુરુષના જ્ઞાનથી દર્શનમોહ જાય અને આજ્ઞા પાળવાથી ચારિત્રમોહ જાય.
દાદાશ્રી : ખરું છે, આ બેઉ રહે તો કામનું. તમે જો ચારિત્રમોહને પકડો તો તમારો, ને ના પકડો તો તમારો નહીં. તમે જ્ઞાતા-દ્રષ્ટા રહો તો તમારો નહીં અને કહો કે “મને આમ કેમ થાય છે' તો તમારો. જે રીતે ફાવે તે રીતે કરજો.
પ્રશ્નકર્તા એ ચારિત્રમોહનીયને જે જાણે છે તે જ ઉપયોગ છેને? દાદાશ્રી : ચારિત્રમોહને જાણવું તે જ ઉપયોગ. જાણે તેને અડે નહીં.
વીંટેલું ઉન્ને તે ચારિત્રમોહ ! પ્રશ્નકર્તા : દાદા, એટલે દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ છે એ તો આપોઆપ ડિસ્ચાર્જ થયા જ કરે ?
દાદાશ્રી : ચારિત્રમોહ એટલે જે મોહ પરિણામ પામેલો છે. એટલે ઓગળ્યા જ કરે એની મેળે, તમારે કશું કરવું ના પડે. તમારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું જોઈએ. તમે તમારા સ્વભાવમાં રહો તો તમને કશો વાંધો નથી. વકીલ વકીલાત કરે અને તે લોકો કહે, આ વકીલ વકીલાત કરે છે. શી રીતે એને ચારિત્રમોહ કહેવાય ? હું કહું કે એને જ ચારિત્રમોહ કહે છે. જેવો વીંટ્યો હતો તેવો ઊકલે. વાંકો વીંટ્યો'તો, તો વાંકો નીકળ્યો. સીધો વીંટ્યો'તો, તો સીધો નીકળ્યો. પણ વીંટ્યો'તો તે એવો નીકળે.
કેટલા ભગવાન ડાહ્યા ! આમાં અપવાદ મુક્યા હોત તો મુશ્કેલી ઊભી થાતને ? ત્યારે કહે, જેવો વીંટ્યો’તો એવો. વકીલાત કરીને જૂઠો કેસ હતો તો તેને સાચો કરી નાખ્યો. અલ્યા ભઈ, સાચો કરી નાખ્યો. પણ વીંટ્યો'તો એવો મોહ છે. તેય પણ એ તો પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે. આજે એની માલિકી ધરાવતા નથી, પછી શી જવાબદારી ? એટલે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો કશું છે નહીં. વાંકો-સીધો તમ જેવો ભર્યો હોય તેવો. વાંકો હોય કે સીધો હોય, અને વાંકો-સીધો આ જગતનાં બુદ્ધિની અપેક્ષાએ છે, સમાજ વ્યવસ્થાની અપેક્ષાએ છે. બાકી ભગવાનને ત્યાં તો, આ વાંકો ને
આ સીધો એવું કશું હોતું જ નથી. સીધું-વાંકું તો આપણને અનુકૂળ ના આવ્યું એટલે વાંકું કહ્યું અને આપણને અનુકૂળ આવ્યું અને આમ સીધું કહ્યું. આપણને અનુકૂળ ના આવતું હોય, તે બીજાને અનુકૂળ આવતું હોય માટે કંઈ આપણું આ વાંકું કહેવાય ? એ તો સહુ સહુનો હિસાબ છે. કલ્પના જ છે એક જાતની. વાંકા અને સીધાથી તમારી દ્વન્દાતીત દશા થઈ છે. એટલે તમારે તો ખાલી જોવાનું. દાદાની આજ્ઞા જ પાળવાની. બીજું કંઈ નહીં જોવાનું. જે આવે એ, કચરો હોય કે સારું હોય. જેવી પરીક્ષા આપી'તીને એવા માર્ક આવ્યા છે. એ જોયા કરવાનું. પરીક્ષા આપતી વખતે દાદાને પૂછીને ન્હોતી આપી. તમે તમારી મરજીથી આપી'તી !
પ્રશ્નકર્તા : પણ હવે પરીક્ષા પછી આ તમારી સિફારસ ચાલને ? જે કરતાં હોય એ, પાસ થવાની, માર્ક મૂકવાની.
દાદાશ્રી : ના. પણ હવે જે તમે નવું કરી રહ્યા છો, એ મારી પાસે છે. પહેલાંનું કરેલું તે તો આવી રહ્યું છે, તે જોયા કરો. એટલું જ મેં કહેલું છે. પછી તમને બંધન નથી એમ હું કહું છું !
ચારિત્રમોહ એટલે આપણે ત્યાં પ્રારબ્ધ કહે છેને ! પ્રારબ્ધ એકલું રહ્યું એવું કહે છેને ? એ ચારિત્રમોહ. પ્રારબ્ધ ભોગવવાનું રહ્યું. એ જ્ઞાતાદ્રષ્ટા રહીને ભોગવ.
પ્રશ્નકર્તા : એટલે જે વીંટાળીને લાવ્યા છીએ એ ઉકેલ આવે છે. એને ચારિત્રમોહ કહેવાનો ?
દાદાશ્રી : હા. જે માલ વીંટાળીને લાવ્યા છોને એ પાછો ઉકલે, એને ચારિત્રમોહ કહે. અને ભગવાન કહે છે, ‘પાછો ઉકલે એમાં રાગ-દ્વેષ ના કરીશ ને જ્ઞાતા-દ્રષ્ટા રહે'.
ઉક્લે ડિઝાઈન પ્રમાણે... પ્રશ્નકર્તા : એટલે વર્તનમોહ અહંકારનો કહેવાય ? એ કોનો કહેવાય ? દાદાશ્રી : અહંકારનો જ, બીજા કોનો ? શુદ્ધાત્મા તો જુદો છે જ