________________
ચારિત્રમોહ
૩૨૯
૩૩૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
આ બધી અવસ્થા છે, એમાં અમારે બીજ પડે નહીં એવું છે અમુક, પણ ચારિત્રમોહ છે એ વાત તો સો ટકા, ના કહેવાય નહીં કોઈથી. આવો ચારિત્રમોહ તો જ્ઞાનીને જ હોય. બીજા કોઈને આવો ચારિત્રમોહ ના હોય. બીજા બધાને ક્રમિક માર્ગમાં તો ગાઢમોહ હોય, અવગાઢ મોહ હોય.
લોક મને શું કહે છે કે જો તમે પૂર્ણ હો તો આ મોહ કેમ છે? પટિયાં (સેંથા) કેમ પાડ્યાં છે ? એટલે મારે જવાબ આપવો રહ્યો કે એ ચારિત્રમોહ છે મારો, લોકોને વ્યવહારથી સમજાવવા માટે, નિશ્ચયથી હું કરેક્ટ છું, કમ્પ્લિટ છું, પણ વ્યવહારમાં મારે સમજાવવું પડશે. આ બધાંને ચારિત્રમોહ છે જ. મને હઉ ચારિત્રમોહ ખરો.
પ્રશ્નકર્તા : આપને ચારિત્રમોહ છે એ કેવી રીતે ?
દાદાશ્રી : આ બધાં જાણે છે કે દાદા દેહના માલિક નથી. પણ બાજુમાં કો'ક પૂછે મને, કે દેહના તમે અત્યારે માલિક નથી ? તો મારે ‘હા, માલિક છું.’ કહેવું પડે. નહીં તો પુરાવા એમને સમજણ પડે નહીં, એટલે બિચારો ગુંચાયા કરે. એ બધો ચારિત્રમોહ કહેવાય. અને આ વીંટી પહેરી છે એ ચારિત્રમોહ કહેવાય. આ કપડાં પહેર્યા છેને ? ચારિત્રમોહ ક્યારે જાય કે કેવળજ્ઞાન થાય ત્યારે. ત્યાં સુધી ઊભો રહેલો હોય.
જ્યાં સુધી ચારિત્રમોહ છે ત્યાં સુધી મુક્તિ ના થાય. ચારિત્રમોહ પૂર્ણ થયે કેવળજ્ઞાન થાય, એટલે થોડો કાળ રહે ને પછી મુક્તિ થાય. મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થતાં સુધી ચારિત્રમોહ હતો.
પ્રશ્નકર્તા : બધો ચારિત્રમોહ ખલાસ થાય ને પછી કેવળજ્ઞાન થાય ? દાદાશ્રી : હા, પછી જ કેવળજ્ઞાન થાય. પ્રશ્નકર્તા : ત્યાર પછી સાધુવેશ આવે ?
દાદાશ્રી : પછી વેશ જ ના હોય. પછી તો એને દિગંબરી કે ના કહેવાય. શ્વેતાંબર-દિગંબરથી પર હોય એ વસ્તુ તો. એ વેશ જ જુદો હોય. એ વેશ ના હોય. દેહની કોઈ ક્રિયા હોય તે બધી જ ચારિત્રમોહ.
પ્રશ્નકર્તા : એટલે કોઈ વ્યાખ્યાન આપતા હોય તો એ પણ એનો ચારિત્રમોહ જ કહેવાયને ?
દાદાશ્રી : બધુંય, વ્યાખ્યાન એકલું આપતો હોય તે નહીં, પણ વ્યાખ્યાન સાંભળતો હોય તેય ચારિત્રમોહ. હું ઉપદેશ આપું છું તેય ચારિત્રમોહ. આ હું અત્યારે જ્ઞાન આપું છું તેય ચારિત્રમોહ.
પ્રશ્નકર્તા તો અમારો કયો મોહ ? અમે સાંભળીએ છીએ તે ? દાદાશ્રી : એ ય ચારિત્રમોહ. પ્રશ્નકર્તા : આપ વિધિ કરાવો છો એય ચારિત્રમોહ છે ?
દાદાશ્રી : હા, બધું ચારિત્રમોહ છે અને તમે વિધિ કરો છો તે ય ચારિત્રમોહ છે.
પ્રશ્નકર્તા ઃ આપને જે ભાવ છે કે અમે બધા ધીમે ધીમે મુક્તિને પામીએ તો એ શું કહેવાય ? આપનો મોહ કહેવાય ? રાગ કહેવાય ?
દાદાશ્રી : એવું છેને, આને ચારિત્રમોહ કહેવાય. મોહ તો ખરો જ ને ! મોહ વગર ૭૮ વર્ષે અહીં કોણ આવે ઉપર, ખુરશીમાં બેસીને ?
પ્રશ્નકર્તા : દાદાનો ચારિત્રમોહ. દાદાશ્રી : તમારેય ચારિત્રમોહ અને મારેય ચારિત્રમોહ.
પ્રશ્નકર્તા : આપ કહો છો એ બરાબર છે, આપનેય ચારિત્રમોહ ને અમારેય ચારિત્રમોહ. પણ એમાં ફેર પડી જાયને ?
દાદાશ્રી : ફેર તો પડી જાયને ! તમારે તો બેંકમાં વીસ હજાર ગણવા જવું છે, પછી ઓબેરોય હોટેલમાં જરા નાસ્તો કરવા જવું છે. મારે એવું કશું છે ? પેલો બોજાવાળો ચારિત્રમોહ, નર્યો બોજો. અમારે ચારિત્રમોહનો બોજો ના હોય, હલકાં હોય ! બાકી મોહ તો ખરો જ. મોહ વગર કોણ પીડા વહોરે ? કંઈ પણ મોહ કહેવા યોગ્ય છે, પણ મોહ ક્યો? ચારિત્રમોહ. જે મોહથી ફરી નવો મોહ બંધાતો નથી અને જે મોહની સંવરપૂર્વક નિર્જરા થઈ જાય છે. તમારે હઉ એવું છે. પણ તમને બોજો