________________
ચારિત્રમોહ
૩૨૭
૩૨૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
‘દાદા, બ્રશ નથી.” તો દાદા કહેશે, “ચાલશે’. ‘દાદા, ઊલિયું એકલું છે.' તો દાદા કહેશે, “ચાલશે”.
પ્રશ્નકર્તા : ચારિત્રમોહ શાનાથી જાય ?
દાદાશ્રી : એને સમજવાથી જાય. સમજે તો એની પર ઉપયોગ દે એટલે જાય.
પ્રશ્નકર્તા : કમ્પ્લિટ નિરાગ્રહતા ?
દાદાશ્રી : નહીં. ચારિત્રમોહ જુદી વસ્તુ છે. નિરાગ્રહતા એ બરોબર છે. એ શબ્દ જુદો છે અને આને ચારિત્રમોહથી સમજીએ તો આમાં મોહ છે. આગ્રહતા વસ્તુ જુદી છે. આગ્રહતા અહંકારનો વિભાગ છે અને આ મોહ છે, જે પ્રત્યક્ષ ઓળખાય પાછો. પ્રત્યક્ષ ઓળખાય એની પર મૂર્છા છે.
‘દાદા, ગરમ પાણી વધુ છે, ટાઢું ઓછું છે' તો દાદા કહેશે ‘ચાલશે’. ‘દાદા, ગરમ ઓછું છે ને ટાટું વધારે છે' તો દાદા કહેશે ચાલશે’. ‘દાદા ટા પાણી એકલું છે” તો દાદા કહેશે “ચાલશે'. એટલા માટે અમે દશ દહાડા બધા મહાત્માઓ જોડે રહીએ છીએ કે જ્ઞાની પુરુષનું દશ દહાડાનું ચારિત્ર જુઓ. ચારિત્રમોહનીય વગરનું ચારિત્ર જુઓ. એટલા સારુ તો રહીએ છીએ, પણ ના સમજે તેનું શું થાય !
રોટલી અમારી થાળીમાં મૂકે પછી એક જણ કહેશે, “એક જ રોટલી છે. દાદા, તમે ભાત એકલો ખાવ' ને રોટલી ઊઠાવી જાય તો અમે કહીએ કંઈ વાંધો નહીં, ‘ચાલશે’ અને ભાત ઊઠાવી જાય કહેશે, રોટલી એકલી જ છે તો અમે કહીએ, ‘સારું, ચાલશે.” એ ‘ચાલશે' બોલાય ક્યારે કે એની પર મૂછ તૂટેલી હોય તો બોલાય. આગ્રહ તો એક ચાલે નહીં ત્યાં આગળ મૂછ તૂટેલી હોય ભાતની તે...
કારેલાનું શાક મૂકેલું હોય ને આવતાં જ પહેલાં મન મહીં ખુશ થયું હોય ને શાક પાછું લઈ જાય તો મનમાં પેલું અકળામણ થાય એ ચારિત્રમોહ કહેવાય. કારેલાનું શાક મૂકીને લઈ ગયો તો કહીએ ‘ચાલશે અને પેલાને તો ફરી આવે તો “એય નથી જોઈતું મારે’. ‘નહીં જોઈએ”
એ ચારિત્રમોહ. ને મોહને લીધે એવી વાણી નીકળે છે. મોહ ના હોય તો કશો વાંધો નથી, જેમ કરે તેમ અને જ્ઞાતા-દ્રષ્ટા ભાવ જ રહે.
તમારે ચારિત્ર મોહ રહ્યો છે. એ ફરી સંસાર બીજ નાખે એવો નથી પણ એ છે ત્યાં સુધી સમાધિ સુખો નહીં ઉત્પન્ન થાય.
આ હું કોટ-ટોપી પહેરું છું, તેનો ય ગુનો લાગુ થતો હશે ? કો'ક કહે કે “એ જ્ઞાની પુરુષ છે, સંપૂર્ણ જ્ઞાની છે”. એમ કહે ત્યારે કહે, એ કબૂલ કરું છું, પણ આ કોટ-ટોપી પહેરે છે? તો આ દુનિયામાં કોઈ ચીજ મોહ વગર બનતી નથી, પણ આ ચારિત્રમોહ છે. બીજ ના પડે. પણ દેખવામાં મોહ દેખાય. આપણે કબૂલ કરીએ છીએને, આ અમારો ચારિત્રમોહ છે, આ અમે આમને ‘આવો’ કહીએ છીએને તેય ચારિત્રમોહ, આવો ને અહીંયા આવોને, બેસોને.
લોકો ના કહે કે, આ તમારા જ્ઞાની વીંટી પહેરે છે, તો શું મોહ વગર કોઈ વીંટી પહેરે ? ત્યારે મને પૂછે તો મારે કહેવું પડે કે મોહ તો ખરોને સાહેબ. એમાં કંઈ મારાથી ના ન કહેવાય. મોહ વગર કોણ આવું ઘરેણું ઘાલે ? કોઈ ઘાલે ખરો ? પટિયાં કોણ પાડે મોહ વગર ? દાઢી કોણ કરે ? મુંછો કોણ કાઢી નખાવે ? મોહ વગર તો કશું થાય જ નહીં ? કંઈ પણ મોહ છે. પણ આ ચારિત્રમોહ છે.
બધાં કહે ત્યાં બેસવું આપણે અને બધાં ના કહે, પણે બેસો તો ત્યાં બેસવું. ઊઠાડવામાંય આઠ-આઠ માણસ જોઈશે ? સરળ થવું. આ અમે ગાદી પર બેઠા, તેય ચારિત્રમોહ,
ચારિત્રમોહનો અર્થ તમે સમજ્યા ? આજે એની પર મોહ નથી. કોઈ પણ જાતનો, લઈ લે તોયે કશું નહીં. આ કોટ લઈ લેને તો યે કશું નહીં. પણ છે ખરો હકીકતમાં. પહેરે છે ખરા અને ધોવા નાખે છે પાછા. સાહેબ, ધોવા કેમ નાખ્યું ? તમને શું વાંધો’તો ? ત્યારે કહે, ના, લોકોમાં ખોટું દેખાય ને લોકો કહે છે, જુઓ તો ખરા, કપડાં સીધા નથી રાખતા ! એટલે લોકોને દુઃખનું કારણ થાય. આપણો ચારિત્રમોહ લોકોને દુ:ખનું કારણ થાય, એવું છે આ. એટલે ચારિત્રમોહનો વાંધો જ નથી.