________________
ચારિત્રમોહ
૩૨૫
૩૨૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
આપણું જ્ઞાન જ ખોદી નાખે ને પાંચ આશામાં ના રહેતો હોય, પચાસ ટકાય આજ્ઞામાં ના રહેતો હોય, તો ખલાસ થઈ ગયું. આ તો પચાસ ટકા રહે તોય બહુ થઈ ગયું. પછી જે અવળચંડું થઈ જાય છેને, તેય ચારિત્રમોહ છે.
પ્રશ્નકર્તા : તો એનેય ચારિત્રમોહ કહેવાય ?
દાદાશ્રી : ખુશીથી કહેવાય જ. ચારિત્રમોહ સારી રીતે કહેવાય. પણ કો’કને ના કહેશો. આ લોકોને ના કરશો વાત. તમારે મને કહેવું. લોકો તમને ડીસ્કરેજ કરી નાખશે અને આ જે સ્થિર થયા છે તેનેય અસ્થિર કરી નાખશે. મને કહેશે તો હું કહી દઈશ કે ભઈ, આ શું છે તે !
પ્રશ્નકર્તા : પણ એ તો સત્ય જ વાત છેને ! આ ચારિત્રમોહમાં જ આવેને ? બીજે શેમાં જાય ?
દાદાશ્રી : ડિસ્ચાર્જ જ છે ત્યાં આગળ. પણ વચ્ચે ડખલ જ નથીને તમારી ! તમારી ડખલ હોય તો તમે જવાબદાર છો. આ શું થઈ રહ્યું છે ? ઈટ હેપન્સ થઈ રહ્યું છે. આ ચારિત્રમોહ એટલે ઈટ હેપન્સ. તમારી ડખલ નથી કોઈ જાતની આમાં. ‘આમ કરો કે તેમ કરો' એવી ડખલ નથી. એની મેળે જ બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય. તમારી ડખલ નથી. તમારું આમાં ચાલે જ નહીંને ! તમારે તો, આખું કર્તાપદ ઊડી ગયું છે. પછી શી રીતે તમે જવાબદાર ? એટલે કોઈએ મૂંઝાવાની જરૂર નહીં. મને પૂછવું વખતે, બહુ મનમાં મૂંઝવણ થાય તો.
સમભાવે નિકાલથી મુક્તિ ચારિત્રમોહતી !
અજાયબ માર્ગ છે આ. એટલે કામ કાઢી લેવા જેવું છે. આપણે, ઝટપટ આની પાછળ પડીને. બીજી ઇચ્છાઓ અત્યારે ઊભી થાયને, તે મોળી કરી નાખવી એને જેમ તેમ કરીને અને તે બધો ચારિત્રમોહ છે. ઇચ્છા એ કંઈ ખરેખર મોહ નથી, ચારિત્રમોહ છે. ભગવાનને ચારિત્રમોહ હતો. ઘેરથી બહાર નીકળ્યાને, તે કેવળજ્ઞાન થતાં સુધી જે મોહ રહ્યો તે બધો ચારિત્રમોહ. આ તમે છે તે વેઢમી-જલેબી ખાતા હોય,
તો હું તમને વઢવા ના આવું. હું જાણું કે આમનો ચારિત્રમોહ છે અને તમે તેનો નિકાલ કરો છો. ફરી આવે નહીં એવી રીતે એનો સમભાવે નિકાલ કરી નાખવાનો. અત્યારે જે આવ્યું એ વ્યવસ્થિત, ના આવ્યું તેય પણ વ્યવસ્થિત. વેઢમી કાચી આવી તેય વ્યવસ્થિત, સરસ આવી તેય વ્યવસ્થિત. બધું વ્યવસ્થિત છેને ?
તે આપણે ત્યાં સમભાવે નિકાલ કરી નાખીએ છીએ એ ચારિત્રમોહનો, એનું નામ મુકિત. બીજું કશું છે નહીં. આવો સહેલો મોક્ષમાર્ગ કોઈ દહાડો સાંભળવામાંય ના આવેલો હોય, એટલો બધો સહેલો-સરળ માર્ગ છે આ. ત્યાગ કરવાનું નહીં, કશી ભાંજગડ નહીં, ડખો નહીં, ડખલ નહીં.
પ્રશ્નકર્તા : સત્સંગમાં જવું એ પણ મોહ છે, પણ તે ચારિત્રમોહ છે, તેમ આપે જણાવ્યું છે તો આ મોહ પણ અન્ય મોહની જેમ જવો જોઈએ?
દાદાશ્રી : આ મોહ કેવી રીતે જઈ રહ્યો છે એ જોયા કરવાનું છે. ચંદુભાઈ ખાતા હોય, પીતા હોય, કચ કચ કરતા હોય તો એ બધો મોહ છે તે જોયા કરવાનો તમારે. એટલે એ મોહ જતો રહે. ડખો કરો કે “કેમ આ ખારું કર્યું છે” તો મોહમાં જરા ચીકાશ કરી પાછી. ડખો નહીં કરવાનો. ‘જોયા” જ કરવાનું. આ મોહ તો ખરો પણ જોવાથી જ જાય, જોવાથી જ નાશ પામે. ચારિત્રમોહ એટલે ડિસ્ચાર્જમોહ, ડિસ્ચાર્જમોહ એટલે આપણા હાથમાં સત્તા નથી. એની મેળે જ ચાલ્યો જશે, તમે જો વીતરાગ રહેશો તો.
પ્રશ્નકર્તા : પણ ચારિત્રમોહ આખરે તો જવો જ જોઈએને ?
દાદાશ્રી : એ જઈ રહ્યો છે. ચારિત્રમોહ જઈ રહ્યો છે. આ જે ફાઈલો એ ચારિત્રમોહની જ છે. ફાઈલોનો નિકાલ થઈ ગયો એટલે ફુલ ગવર્મેન્ટ થઈ ગયો. એટલે જવો જોઈએ એવું નથી, કાઢવાનો નથી, જઈ જ રહ્યો છે.
દાદાતું ચારિત્ર, ચારિત્રમોહ વિતાનું ! ચારિત્રમોહ શું છે એ બતાડવા તો અમે દશ-દશ દહાડા તમારી જોડે હોઈએ છીએ. કહેશે, ‘દાદા, ટ્યુબ નથી” તો દાદા કહેશે ‘ચાલશે”.