________________
ચારિત્રમોહ
નાશ થઈ ગયો છે. પણ આ ચંદુભાઈને ચારિત્રમોહ રહ્યો છે. તમારે સમજવાનું. વ્યવહારમાં ચારિત્રમોહ રહ્યો છે આ. કો’કની જોડે ચંદુભાઈ જરા આકરા થઈ ગયા એય ચારિત્રમોહ. કરકસર શા માટે કરે છે ? લોભને માટે. તો એય ચારિત્રમોહ છે. દોષો થાય છે તેય ચારિત્રમોહ અને લોભ થાય તેય ચારિત્રમોહ. બધો લોભ જ ગણાય છે. દોષો અને કરકસર બેઉ લોભ જ ગણાય છે. આને દોષપણાનો લોભ છે અને આને કરકસરનો લોભ છે.
૩૧૯
એ બહેને કશું સારું પહેર્યું, માટે કંઈ એની ટીકા કરવા જેવું નથી. એ તો ચારિત્રમોહ જ છે. અત્યારે હવે એમને મહીં પોતાને ના ગમતું હોય તોય પહેરવું પડે, છૂટકો જ નહીં, ચારિત્રમોહ છે એટલે. હિસાબ પેલો હોય, તે પૂરો કરવો પડેને ! પહેરવાનો વાંધો નથી. આ તો ચારિત્રમોહ છેને ! પણ તે અંદરનું સુધરે તો કશું સાદુ પહેરવા જેવુંય હોય તો ચાલે.
ડિસ્ચાર્જ મોહતો કર સમભાવે નિકાલ !
આત્મા ને દેહને બે જુદાં પાડે એવું વિજ્ઞાન મેં આપ્યું, એટલે તારી દ્રષ્ટિ જે વાંકી હતી તે સીધી થઈ ગઈ. અને વાંકી દ્રષ્ટિ હતી ત્યાં સુધી તને મોહ હતો અને ત્યાં સુધી કર્મ બંધાતા’તા. ત્યારે કહે છે, હજુ સાહેબ મોહ તો મને રહ્યો છે. હજુ તો કપડાં સારાં પહેરીએ છીએ, ઘડીયાળ જોઈએ છે, ચશ્મા જોઈએ છે, આમ જોઈએ છે, તેલ જોઈએ છે, અત્તર જોઈએ. ત્યારે કહે, એ ચારિત્રમોહ છે, ડિસ્ચાર્જ મોહ ! ચારિત્ર મોહ, એને હવે મનમાં એમ ના થાય કે ફરી ફરી આવું પ્રાપ્ત હો. જે આવ્યું એ નિકાલ કરી નાખ. ખારું આવ્યું તો ઓછું ખા. સારું આવ્યું તો ખા નિરાંતે પણ નિકાલ કરી નાખ. સમભાવે નિકાલ કરે છેને ? બસ ત્યારે, એના જેવું પછી રહ્યું જ શું તે ?
પ્રશ્નકર્તા : ચારિત્ર મોહનીયનો અત્યારે આ કપડામાં ક્ષય થઈ રહ્યો છે કે વૃદ્ધિ થઈ રહી છે ?
દાદાશ્રી : આ તો ખરી પડતું જ જાય, ક્ષય થાય. ચારિત્રમોહ એટલે નિકાલીમોહ. એને એની મેળે ખરી પડવા જ દેવાનું. શરીરને આવશ્યક હોય, તેને ચારિત્રમોહ ના કહેવાય. આવશ્યક એટલે પાણી-ખોરાક વગેરે.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
એને મોહ ના કહેવાય. પણ આ ચા છે કે જે સવારના પહોરમાં યાદ આવે કે ચા નથી આવી, જે બંધનરૂપ લાગે એને ચારિત્રમોહ ભારે કહેવાય.
૩૨૦
એની
એવું આ ચાર્જ થતો મોહ બંધ થઈ ગયો. હવે ડિસ્ચાર્જ મોહ રહ્યો. મુદત પૂરી થાય ત્યારે એ પૂરો થાય અને જેણે આ જ્ઞાન ના લીધું હોય, તેને બે મોહ હોય. ચાર્જ અને ડિસ્ચાર્જ. પચ્ચીસ પ્રકારના ચાર્જ મોહ, પચ્ચીસ પ્રકારના ડિસ્ચાર્જ મોહ. આપણા સાધુ-આચાર્યોનેય, એમણે છોકરાં-બૈરી ત્યાગ્યા પણ તોયે ચાર્જ મોહ પચ્ચીસેય પ્રકારના અને ડિસ્ચાર્જ મોહેય પચ્ચીસ પ્રકારના હોય.
આપણું આ વિજ્ઞાન એક આટલું જ છે ! આટલો બધો મોહ, કેટલા બધા મોહમાં તમે રહો છો ?! તમારી થાળીમાં બધો મોહ જુએને, તમારાં કપડાંનો મોહ જુએ, તમારા ફલેટોનો મોહ જુએ તો તમને પહેલાંના કોઈ આવેને, તે આવીને કહેશે, ‘અરે ! મોક્ષની વાત શું કરવા કરો છો ?' અને એવામાં છે તે આ વીતરાગ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાને તમને તાર્યા એય અજાયબી જ છેને ! આખા શરીરને ફાઈલ કહે છે.
આ દેહ એમના જ્ઞાનમાં ફાઈલ તરીકે રહે છે. ત્યારે ધન્ય છેને ! એ જ્ઞાનને ય ધન્ય છે કે જે દેહને ફાઈલ કહેવામાં આવે છે ! આટલા બધા મોહમાં રહેવા છતાંય પણ દેહને ફાઈલ કહે છે ! બોલો, મોહ ત્યાં ઊભો રહે કે ?! કેવું વિજ્ઞાન છે !! તેથી મેં કહ્યુંને કે નિકાલ કરી નાખજો આટલો. જેવું હોય તે ખાજો-પીજો, આપણે ના નથી કહેતા. કેરીઓ-બેરીઓ ખાજો, રસ કાઢીને ખાજો. પણ આમાં સુખ છે એવું ના માનશો. આ મારી વસ્તુ હોય આ ! પરાણે ખાવું પડે છે. પોતાનો ખોરાક જ ના હોયને !
તું ચોપડી લખું છું એય ચારિત્રમોહ છે. કારણ કોઈ લે તો મોહ ઊભો થાય, તને ના ગમે એ મોહ. મહીં આ લોકો સત્સંગ સાંભળે છે તેય ચારિત્રમોહ. આમાં મોહ છેને કોઈ પણ પ્રકારનો, અહીં આવે છે તેય ચારિત્રમોહ છે. આ ક્રિયાનો વાંધો નથી. ક્રિયામાં મોહ છે, તેનો વાંધો છે. ક્રિયાનો વાંધો ના હોય. તમે ચાવી ચાવીને ખાવ તેનો વાંધો નથી ને ના ચાવ્યા વગર ખાવ તો તેનો વાંધો નથી. કડવી દવા ઝટપટ ઊતારી જાવ તેનો વાંધો નથી અને મોંઢે ધીમે ધીમે પીવો તોય વાંધો નથી. પણ એના