________________
ચારિત્રમોહ
૩૨ ૧
૩૨૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પર મોહ છે. એ કહેશે, ‘ભલભલી કડવી હોય તોય હું ધીમે ધીમે ગટગટાવીને પીવું', તો એનેય ચારિત્રમોહ કહેવાય અને કોઈ કહેશે, ‘મારાથી આ કડવું ના પીવાય’ એય ચારિત્રમોહ. એક પ્રકારનો મોહ છે એ ચારિત્રમોહ.
ચારિત્રમોહ થાય શુદ્ધ તપથી ! પ્રશ્નકર્તા : પ્રશ્નો પૂછવા એ પણ ચારિત્રમોહને ?
દાદાશ્રી ત્યારે બીજો કયો મોહ ? નિર્મોહી તો પૂછે નહીં. નિર્મોહી શેને માટે પૂછે ? ચારિત્રમોહ હોય એ પૂછે. પણ ચારિત્રમોહ ના પૂછે તો એ નિકાલ ના થાય. માટે પૂછી લેવું. પૂછે એટલે ઉકેલ આવી ગયો એનો. મહીં ભરેલો માલ હતો નીકળી ગયો. એટલે અમે બધાંને રોજ એ કહીએ કે પૂછો, કંઈક પૂછો. પૂછ પૂછ કરીને એ કાઢી નાખો.
પ્રશ્નકર્તા : જાત્રા કરી આવ્યા એ બધો ચારિત્રમોહને ?
દાદાશ્રી : ત્યારે બીજું શું ? જ્ઞાન લેતાં પહેલાં જાત્રા કરી હતી એ તમારો મોહ હતો. હું ચંદુભાઈ છું ને આ જાત્રા કરું છું. હવે તમે શુદ્ધાત્મા થયા ને જાત્રા કરો છો એટલે ચારિત્રમોહ. હવે જાત્રાઓ કરવાની શેને માટે રહી ? ત્યારે કહેશે, આ જે માલ ભરેલો છે એ તો ઉકેલ લાવવો. પડશે. જે જથ્થાબંધ માલ ભર્યો છે એને વેચી તો દેવો પડશેને !
પ્રશ્નકર્તા : વાંચવાનો શોખ હોય તો એ ચારિત્રમોહ હોય એટલે પૂરો કરવો પડે. બાકી, આ જ્ઞાન પછી કંઈ વાંચવાની જરૂર નથી હવે.
દાદાશ્રી : હા. તે બધું વાંચવાનો ચારિત્રમોહ હોય. કોઈને ન વાંચવાનો હોય, કોઈને પેપર વાંચવાનો હોય. કોઈને બે બહારવટિયાની વાતો, સી.આઈ.ડી.ની વાતો વાંચવાનો હોય, એ બધી જ ક્રિયા જે બાકી રહે છે એ બધોય ચારિત્રમોહ છે. એ સારી-ખોટી એ તો સમાજે નામ આપેલાં છે, બુદ્ધિથી થાય છે. ભગવાનને ત્યાં આવું સારું-ખોટું કશું છે નહીં. બધું એક જ વસ્તુ, ચારિત્રમોહ. દાન આપું તોય છે તે ચારિત્રમોહ છે અને દાન લઉં તોય ચારિત્રમોહ છે. ચા મોળી આવી અને એને નભાવી
લીધું તેય ચારિત્રમોહ અને ચિડાયો તેય ચારિત્રમોહ. કારણ કે એમાં આત્મા નથીને ! આત્મા જુદો રહ્યો છે બધાંથી.
પ્રશ્નકર્તા : જે નિભાવી લીધું, એને આપે તપમાં ગણાવ્યું.
દાદાશ્રી : હા, તપ કર્યું. જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ. પેલું ચિડાયો એ તપમાં ના કહેવાય.
પ્રશ્નકર્તા : એ વખતે એણે ચારિત્રમોહને જ્ઞાન કરીને શુદ્ધ કર્યો એમ થાયને દાદાજી ?
દાદાશ્રી : હા. શુદ્ધ કર્યું અને પેલાને શુદ્ધ કરવું પડે. પેલાએ શુદ્ધ કર્યું તે બેઉ કામ થયા અને આને આ થયા પછી પાછું શુદ્ધ કરવું પડે. અને ના થયું તો પછી હિસાબ ફરી જોડે આવ્યો.
જે વાતોમાં આત્મા નથી, આત્માના અનુસંધાનમાં ના હોય એવી એ વાતોને ચારિત્રમોહ કહેવાય છે. એ કહેનારને ય ચારિત્રમોહ અને સાંભળનારને ય ચારિત્રમોહ ! ચારિત્રમોહ તમને સમજાયુંને ? કુવિચારોસુવિચારો એ બધું જ ચારિત્રમોહ છે.
ચારિત્રમોહ રોજ કહેતો'તોને ? એકલું ચારિત્રમોહ એટલું યાદ રહેને તોય બહુ થઈ ગયું. લોક તો કહે કે કયા પ્રકારનો મોહ છે તે આ કપડાં પહેરીને ફરો છો, ઇસ્ત્રી ટાઈટ કેમ પહેરો છો ? એ તો લોકો તો ના કહે ? જેવું દેખે એવું કહે અને તમારે જાણવું પડે કે આ ય મોહ તો ખરો જ ને, પણ કયા પ્રકારનો એ જાણવું જોઈએ. ચારિત્રમોહ એટલે આપણા વર્તનમાં મોહ દેખાય લોકોને ! આટલી ઉતાવળથી કેમ દોડે છે, કહેશે. મોહ છેને પણ ? ત્યારે કહે, પેલા માણસ પાસે તું પૈસા માગે છે, તો પેલો માણસ પૈસા નથી આપતો, ને જતો રહે છે ત્યારે તારા વર્તનમાં કેમ ફેર પડ્યો? ત્યારે કહે, ચારિત્ર મોહ છે.
ખપાવો જાગૃતિપૂર્વક ચારિત્રમોહ ! જ્ઞાન આપ્યા પછી જે મોહ ગણાયને, લોકો શું કહે, “ઓહોહો, ચંદુભાઈ કેટલો બધો મોહવાળો છે, સિનેમામાં આનંદ, પતંગમાં આનંદ,