________________
ચારિત્રમોહ
૩૧૭
૩૧૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
સ્ટેશન ઉપર.’ ‘નીકળી ક્યાંથી ?” ત્યારે કહે જીતમોહ જિન નામનું સ્ટેશન, ત્યાંથી નીકળી આ ગાડી. તે મોહને જીતવા માંડ્યો છે હવે. તે ક્ષીણમોહ સ્ટેશન સુધી પહોંચાડશે. ત્યારે ભગવાન થઈ ગયેલા હશે ! મોહ જ ક્ષય થઈ ગયો ! બારમું ગુઠાણું કાયમને માટે !! મહાવીર ભગવાનને ક્ષીણમોહ જિન દશા !!
શુદ્ધાત્મા થયા એટલે પછી લક્ષ હોય એને કે ‘હું શુદ્ધાત્મા છું જ'. ત્યારે કહે છે કે “હું ચંદુલાલ નહીં ?” ત્યારે કહે, ‘ચંદુલાલ ખરા, પણ વ્યવહારથી'. વ્યવહાર ચલાવવા પુરતો, એટલે છે તે પચ્ચીસ પ્રકારના ચાર્જમોહ ગયા. પછી ચારિત્રમોહ રહ્યો. ક્ષીણમોહમાં ય ચારિત્રમોહ રહી ગયો હોય. આમ ક્ષીણમોહ કહેવાતો હોય. બારમા ગુંદાણાને પણ મહીં ચારિત્રમોહ હોય. કેવળજ્ઞાન સિવાય ચારિત્રમોહ પૂરો ના થાય.
વાવેલા બીતું આવ્યું આ ફળ ! ચારિત્રમોહ એટલે સમજાયુંને ? દાન આપતો હોય, તેને કહીએ કે ‘તમે અક્કલ વગરનું ઊંધું કામ કરો છો ?” તે કહેશે, “આ રહ્યું ત્યારે !! ત્યાં આગળ એ બોલે કે ‘હું ખરું કરું ' એ ચારિત્રમોહ, એક જણ છોકરાંને વઢતો હોય ને કહીએ, ‘શું કરવા વઢો છો વગર કામના ?” ત્યારે કહે, “ના, વઢવા જેવો છે.' એ ચારિત્રમોહ !
પ્રશ્નકર્તા : ખોરાક આપી દે છે, પુષ્ટિ આપી દે છે એ ?
દાદાશ્રી : એ ખોરાક હોય, એ એક જાતનો મોહ છે. ‘આઠ કલાક ઊંઘ તો જોઈએ જ’ એ ચારિત્રમોહ. જોઈએ એવું કશું મનમાં ના હોવું જોઈએ, કશું ડિસિઝન જ ના હોવું જોઈએ. જે વખતે કોઈ ઊઠાડે તે બરાબર. આ સમભાવે નિકાલ કરજો, પણ જેટલો લાભ થાય એટલો સાચો. આ તો બધું આખું તો ના જ કાઢી શકેને ! આપણે જાણીએ છીએ કે હજુ બે-ત્રણ અવતાર રહ્યા છે, એટલે જો સમજેને તો આ બધું ચારિત્રમોહ છે. આ બધી ક્રિયાઓ થઈ રહી છે. આ ‘હું ચંદુભાઈ છું’ ગયું એટલે દર્શનમોહ ગયો. એટલે ચાર્જ મોહ બંધ થઈ ગયો. હવે ડિસ્ચાર્જ મોહ રહ્યો. ડિસ્ચાર્જ મોહ જેટલો મોહ વગર જાય એટલું અંદર સમાધિ જ રહ્યા કરે !
પ્રશ્નકર્તા : આ જૂનો માલ ફૂટે છે એ એક્સેપ્ટ થતો નથી.
દાદાશ્રી : શું થાય તે ? ભર્યો એટલે ! ડુંગળી અત્યારે નથી ગમતી પણ તો ભાવતી હતી તેથી ભરી લાવ્યાને ! તેથી અત્યારે ના ગમતી થઈ. તેથી ભગવાને એને ચારિત્રમોહ જ કહ્યો છે. એટલે ભોગવ્યે જ છૂટકોને ! એ ભરેલો માલ નીકળ્યા સિવાય રહે નહીં. છતાં મહીં કચકચ થયા કરે કે આ નહીં. આ ખોટું થાય છે. દેહ તો ફળ આપેને !
પ્રશ્નકર્તા : ઘણી વસ્તુ એવી હોય કે આપણને ન ગમે. આપણે બોલીએ, બોલી જવાય પછી એમ થાય કે આ ન બોલાયું હોત તો સારું હતું, પણ બોલી જવાય !
દાદાશ્રી : હા. એય ચારિત્રમોહ. એટલે વઢતાં નથીને આપણે, ચારિત્રમોહ એટલે એને વઢતાં નથી. આ મોહ એનો ખરેખરનો મોહ નથી આ.
ત્રિયોની ક્યિા હવે ચાસ્ત્રિમોહ ! પ્રશ્નકર્તા: ચારિત્રમોહ છે તો મન-વચન-કાયાનો ત્રણેનો જુદા જુદા ડિવિઝનનો હોય, મનનો ચારિત્રમોહ, વાણીનો ચારિત્રમોહ, દેહનો ચારિત્રમોહ ?
દાદાશ્રી : જેટલા ભાગ પડે એટલા બધા ભાગનો ચારિત્રમોહ હોય. જેનું જેનું વર્તન હોય એ બધુંય ચારિત્રમોહને કારણે જ છે. મોહ હોય ત્યાં ચંચળતા ઉત્પન્ન થાય, નહીં તો ચંચળતા ઉત્પન્ન ના થાય. એટલે ફરવા ગયા, જમવા ગયા તેય ચારિત્રમોહ.
પ્રશ્નકર્તા: કોઈ પણ આ મન-વચન-કાયાના યોગની ક્રિયા. દાદાશ્રી : બધી જ ચારિત્રમોહ. હા, પણ આત્મજ્ઞાન થયા પછી ! પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એ થયા પછી.
દાદાશ્રી : હા. ‘હું શુદ્ધાત્મા છું' ને આ બધું મારું હોય. ફક્ત આ ચારિત્રમોહ રહ્યો. અને ચારિત્રમોહેય કંઈ તમને શુદ્ધાત્માને રહ્યો નથી. સંપૂર્ણ