________________
કરો તો એ શુભ ઉપયોગ કહેવાય. દાદાની વાણી લખે એ શુદ્ધ ઉપયોગ લાવનારી વસ્તુ છે, એ શુદ્ધ ઉપયોગની શરૂઆત છે !
દાદાશ્રી કહે છે કે બસની રાહ જોવાની ના હોય. એ વખતે ઉપયોગ ગોઠવી દેવાનો. બધાંની અંદર શુદ્ધાત્મા જોવાના, તેથી સમય બગડે નહીં. રાહ જોવામાં એક મિનિટ પણ બગાડાય નહીં.
ઊંઘ એટલે આત્માને કોથળામાં પૂરીને બાંધી દેવો તે. જ્ઞાન પછી ઊંઘ કેમ પોષાય ?
ઉપયોગનું ફળ શું ? સમાધિ !
જમતી વખતે મહાત્માઓને લક્ષ રહે, ઉપયોગ ના રહે. ઉપયોગ બહુ ઊંચી વસ્તુ છે. એ દાદાશ્રીને રહે. જમતી વખતે ઉપયોગ એટલે શું ? કોણ ખાય છે ? કેવી રીતે ખાય છે ? સ્વાદ શામાં વધારે લે છે ? જમતી વખતે વાતો
કરે, ત્યારે તેમાં તન્મયાકાર થઈ જવાય. પછી ઉપયોગ તો શું પણ જાગૃતિ
ય ના રહે. તેથી દાદા જમતી વખતે ક્યારેય વાતો કરતા નહીં.
મહાત્માને જાગૃતિ રહે. દાદા બોલેલા તે ધારણ કો'કને જ થાય. જાગૃતિ મૂળ જગ્યાએ ભેગી થવી મુશ્કેલ છે. તેથી લક્ષ રહે, ઉપયોગ નહીં. અનુભવ થયા વિના ઉપયોગ કેમ કરીને થાય ? ‘આ હું છું’ એનું પ્રમાણ એના અનંત પ્રદેશો સહિત સહેજે બદલાવું ના જોઈએ !
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે દાદાની વાણીની ભક્તિ કરી, તેથી આ અજવાળું થયું. મશીનરીઓ સાથે કામ કરવાથી જાગૃતિ ના રહે, ઉલટું
આવરણ આવે. કારણ કે ભક્તિ કોની થાય ? મશીનોની ! જેની ભક્તિ કરીએ, તે રૂપ થાય. તેથી દાદા કહેતા કે હું નાનપણમાંય સાયકલનું પંચર જાતે રીપેર નહતો કરતો.
દાદાશ્રી કહે છે કે અમારી સાથે સેવામાં કોણ રહી શકે ? નિરંતર ઉપયોગવાળો હોય એ જ રહી શકે. ઉપયોગ વગરનો શી રીતે રહી શકે ? નહીં તો દાદાની હાજરીમાં ઠંડક વર્તે એટલે ઉપયોગ જતો રહે.
ઉપયોગ ઉપર ઉપયોગ એટલે એબ્સોલ્યુટ પદ કહેવાય !
ઉપયોગ એટલે જાગૃતિ કઈ બાજુ વાપરી તે. આત્મદ્રષ્ટિ થયા પછી શુદ્ધ ઉપયોગ રહે, નહીં તો અહંકારનો જ ઉપયોગ હોય.
34
[૪] અનુભવ-લક્ષ-પ્રતીતિ
આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી જ્ઞાનીના પરિચયમાં વધારેમાં વધારે રહે, તેને આત્માનું લક્ષ નિરંતર રહે. ક્યારેક કામમાં તન્મયાકાર થઈ જાય ત્યારે એમ લાગે કે
જ્ઞાન બધું જતું રહ્યું, પણ તેમ બનતું નથી. ત્યારે આત્માનું લક્ષ ખસી જાય છે, પણ પ્રતીતિનો તાર તો નિરંતર જોઈન્ટ હોય જ છે. એટલે તરત જ, સ્વયં એની મેળે ‘હું શુદ્ધાત્મા છું' એ લક્ષ પાછું આવી જાય છે. આને ક્ષાયક સમકિત કહ્યું અને લક્ષ પાછું જ ના આવે તો તેને ઉપશમ સમકિત કહ્યું ! એટલે અક્રમ જ્ઞાન મળ્યા પછી અનુભવ, લક્ષ અને પ્રતીતિ – આ ત્રણ પગથિયામાં જ રમ્યા કરે, ચોથામાં જાય જ નહીં, એનું નામ ક્ષાયક સમકિત.
‘હું શુદ્ધાત્મા છું’ની નિરંતરની પ્રતીતિ થઈ ગઈ એટલે મોક્ષના વિઝા મળી ગયા પછી ટિકિટ મળી જાય ત્યારે ઊકેલ આવે. નિરંતર પ્રતીતિ એ સિદ્ધ ભગવાનની ૧૮ દશા ઉત્પન્ન થઈ કહેવાય !
જેમ જેમ જ્ઞાને કરીને જાણતા જવાય, તેમ તેમ પ્રતીતિ દ્રઢ થતી જાય. પછી એ ઉખડે જ નહીં, તો કામ થઈ ગયું ! દબાણ આવે તો વાંકું વળે પણ તૂટે નહીં, એનું નામ આત્માની સજ્જડ પ્રતીતિ બેઠી કહેવાય.
શ્રદ્ધા અને પ્રતીતિમાં શું ફેર ? શ્રદ્ધા ઊડીય જાય પણ પ્રતીતિ ક્યારેય ના ઊડે. આત્મા પ્રતીતિમાં એકવાર આવી ગયો પછી એ ક્યારેય ના જાય. એને ક્ષાયક સમકિત કહ્યું. મોક્ષનો સિક્કો વાગી ગયો એનો ! પ્રતીતિ પછી ગાઢ થતી થતી અવગાઢ પ્રતીતિ થાય. તીર્થંકરોને આત્માની અવગાઢ પ્રતીતિ હોય ! આત્માની પ્રતીતિ પ્રત્યક્ષ જ્ઞાનવિધિ વિના થતી નથી, પુસ્તકો કે શાસ્ત્રો વાંચીને ના થાય.
આત્માની પ્રતીતિ બેઠા પછી ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ વગેરે લક્ષણો સહેજાસહેજ ઉત્પન્ન થાય.
પ્રતીતિ માત્ર આત્માને જ લાગુ થાય છે.
કોઈપણ કાર્ય કરો એટલે એમાં તન્મયાકાર થવું પડે, તો એ કાર્ય થાય. પણ જે તન્મયાકાર થઈ રહ્યું છે, તેને આપણે જોવું ને જાણવું !
વર્તે નિજ સ્વભાવનું, અનુભવ, લક્ષ, પ્રતીત,
વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.' – શ્રીમદ્ રાજચંદ્ર
35