________________
ચૂક્યા. રુચિ થઈ કે ઉપયોગ ચૂક્યા. આત્મામાં રુચિ સદા રહેવી જોઈએ. જ્ઞાનનો ગાઢ અનુભવ થાય પછી ઉપયોગ સહેજે રહે. પછી પુરુષાર્થ કરવાનો પૂરો થઈ જાય ! દાદામાં ચિત્ત રહે તેય શુદ્ધ ઉપયોગ કહેવાય. દાદાની સેવામાં ચિત્ત રહે તો ય શુદ્ધ ઉપયોગ થાય. પણ આ બધો સ્થૂળ શુદ્ધ ઉપયોગ કહેવાય. પૈસા ગણતી વખતે કેવો સુંદર ઉપયોગ રહે ? બૈરી કે છોકરાં સામે આવે તોય તેને ગણકારે નહીં ! ઉપયોગ એક્કેક્ટ રહ્યો, એ કેવી રીતે ખબર પડે ? ચિત્ત આઘુંપાછું ના થાય એ જોવાનું. પરમ પૂજ્ય દાદાશ્રીને શુદ્ધ ઉપયોગ કેવો રહે છે, એવું પૂછતાં તેનું વર્ણન કરતાં કહે છે કે કંઈ વાંચતા હોઈએ ને તેમાં ચંચળની અને શાંતાની વાત આવતી હોય તો અમને એમના શુદ્ધાત્માની ઉપર જ દ્રષ્ટિ હોય, જાગૃતિ હોય. શુદ્ધ ઉપયોગ ચૂકાય નહીં. અરે, ત્રીજી વ્યક્તિની વાત થતી હોય તોય એ શુદ્ધાત્મા જ છે, એ ઉપયોગ ચૂકાય નહીં ! વ્યવહારના કાર્ય ના હોય ત્યારે સહેલાઈથી ઉપયોગ રહે, જુદાપણું રહે. પણ મન-વાણીના કાર્ય વખતે અઘરું છે. વાણી વખતે ‘હું શુદ્ધાત્મા છું' એને અનુલક્ષીને વાણી નીકળે ત્યારે ઉપયોગ રહે. વ્યવહારને અનુલક્ષીને વાણી નીકળે તો ઉપયોગ ના રહે. ઉપયોગમાં ના રહે ત્યારે જાગૃતિ કહેવાય. બીજું કામ ના થાય. ઉપયોગ એટલે બીજું કામ. આત્માના જ ગુણોનું બોલે ત્યારે ઉપયોગ રહે, જેમ “હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું...” અને બીજું બોલે તો શુદ્ધ ઉપયોગ ના રહે. બહુ ત્યારે જાગૃતિ રહે. જાગૃતિ રહે એટલે પઝલ-કષાય કશું ઊભું ના થાય. ‘વાણી પર છે ને પરાધીન છે, રેકર્ડ વાગે છે” એવું બધું હાજર રહે. દાદાશ્રી કહે છે કે, “અમે બોલીએ, તે ઉપયોગપૂર્વકનું બોલીએ. આ રેકર્ડ બોલે, તેના પર અમારો ઉપયોગ રહે. રેકર્ડમાં સ્યાદ્વાદ કેટલું સચવાયું, શું ભૂલ થઈ એ બધું ઝીણવટથી દેખાય. હું બોલ્યો એવું થયું કે ઉપયોગ ચૂક્યા ! કોઈ સેવા કરે તોય અમે અમારા આત્મામાં રહીએ. એક મિનિટેય ઉપયોગની બહાર ના જઈએ. સંપૂર્ણ અહંકાર જાય ત્યારે આત્મા સંપૂર્ણપણે જાણ્યો કહેવાય. અક્રમ જ્ઞાન મળે એટલે પ્રથમ આત્મદર્શન લાધે છે. પછી જ્ઞાનીના
સાનિધ્યમાં બેસ બેસ કરવાથી શુદ્ધ ઉપયોગ થતો જાય છે. જેટલો શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થતો જાય એટલું જ્ઞાન પરિણમતું જાય. નિરંતર શુદ્ધ ઉપયોગ વર્યો, એનું નામ કેવળ જ્ઞાન ! મહાત્માઓને સિલ્લકી માલ શુદ્ધ ઉપયોગ ચૂકાવે. પૈસાની લાલચ શુદ્ધ ઉપયોગ ચૂકાવે. શુદ્ધ ઉપયોગમાં આખો વખત રહેવાની ગોઠવણી કરવી જોઈએ. બહાર નીકળીએ તો રસ્તામાં, બસમાં કે ટ્રેનમાં જે કોઈ જીવ મળે, તેના શુદ્ધાત્મા તરત જોઈ લેવા. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “અમારી ગ્રંથિઓ બધી ઓગળી ગયેલી, તેથી અમને કોઈ પકડી ના શકે. તેથી નિરંતર મુક્ત જ હોય.’ મન નવરું પડે કે દાદા વિધિઓ કરવાની ચાલુ કરી દે. જરાક પૉઝ મળે કે વિધિ ગોઠવી દે ! એક સેકન્ડનોય પૉઝ મળે તોય તરત વિધિ કરવાની ચાલુ થઈ જાય ! એમને ઝોકું જ ના હોય, એવર એલર્ટ ! નવરાશના ટાઈમમાં મહાત્માઓ વિધિઓ કરે, ચરણવિધિ કરે, નવ કલમો વિગેરે કરે એ જાગૃતિમાં રહેવાના ઉપાય છે. એને શુદ્ધ ઉપયોગ ના કહેવાય. વિધિઓ આત્મપક્ષીય નથી ને પુદ્ગલપક્ષીય નથી, ન્યૂટ્રલ છે. સંસારને ન્યૂટ્રલ કરી દે છે ! સિદ્ધસ્તુતિ આત્મપક્ષી છે. અજ્ઞાનીય આ નવ કલમો, નમસ્કાર વિધિ વિગેરે વિધિઓ કરે, તો તેનો ય અહંકાર શુદ્ધ થતો જાય અને કષાયો ઓછાં કરે. કોઈપણ મા એના નાના બાળકને એક મિનિટેય વીલો મૂકે ? એવું આત્માને એક ક્ષણ પણ વીલો મૂકવા જેવો નથી. એટલે પ્રકૃતિ શું કરે છે, એને આપણે જોયા કરવાનું છે ! બીજામાં તન્મયાકાર થઈ જવાય, તે આત્માને વીલો મૂક્યો કહેવાય. આઇસ્ક્રીમ ખાવામાં વાંધો નથી, પણ બે-ત્રણ ડીશો વધારે માંગે તે ખોટું. પાછલી અજ્ઞાનની પ્રેક્ટિસ નડતર બને છે. એને લીધે વીલો મૂકાઈ જાય છે. એક ફેરો વીલો ના મૂકાયો તો પાછી અનેકગણી શક્તિઓ પ્રગટ થાય છે ! દાદાશ્રીને નીરુબહેન નવડાવે ત્યારે દાદાશ્રી પોતે સંપૂર્ણ શુદ્ધ ઉપયોગમાં રહે અને નીરુબહેનનો ઉપયોગ સહેજે એમ ને એમ સરસ જ રહે. જીવતા જ્ઞાની પુરુષની સેવા કરો, તે શુદ્ધ ઉપયોગ કહેવાય અને મૂર્તિને નવડાવો, સેવા