________________
ઉપયોગ એટલે રમણતા શેમાં વર્તાય છે તે ! ફાઈલોનો નિકાલ કરતી વખતે ઉપયોગ બહાર રાખવો પડેને ? એ આજ્ઞા પાળી, તેથી તે શુદ્ધ ઉપયોગ કહેવાય. સામાનાં શુદ્ધાત્મા દેખાય ત્યારે શુદ્ધ ઉપયોગ હોય. શુદ્ધ ઉપયોગ કોના થકી રહે ? પ્રજ્ઞા થકી. અજ્ઞા પેકીંગ દેખાડે ને પ્રજ્ઞા માલ દેખાડે. ગાળો ભાંડનારને ય શુદ્ધાત્મા તરીકે જ જુએ, તે ખરો શુદ્ધ ઉપયોગ. શુદ્ધાત્માનો શુદ્ધ ઉપયોગ હોય અને ચંદુભાઈને અશુદ્ધ કે શુભાશુભ ઉપયોગ હોય. ઉપયોગ અને જાગૃતિમાં શું ફેર ? લાઈટ સળગ્યા કરતી હોય ને આપણે ઊંઘી જઈએ તો તેને ઉપયોગ થયો ના કહેવાય. નકામું જાય. અને લાઈટમાં વાંચીએ, એને ઉપયોગ કર્યો કહેવાય. વહી જતી જાગૃતિને કામમાં લઈએ તે ઉપયોગ. ઇલેક્ટ્રિસિટી તો છે જ પણ બટન દાબીએ તો અજવાળું થાય, પંખો થાય. એ ઉપયોગ કર્યો કહેવાય. શુદ્ધ ઉપયોગ એટલે પોતાની જાતને શુદ્ધ જાણે. એની પ્રતીતિ, લક્ષ ને અનુભવ રહે અને બીજામાં પણ તે રૂપે જુએ, એનું નામ શુદ્ધ ઉપયોગ. ગમે તેટલું ખરાબ કામ થઈ જાય તોય ‘હું શુદ્ધ જ છું' એવું રહેવું જોઈએ એ શુદ્ધ ઉપયોગ. ખરાબ કામ ચંદુ કરે છે, શુદ્ધાત્મા નહીં. કોઈની ફરિયાદ કરો ત્યાં શુદ્ધ ઉપયોગ ઊડી જાય ! એને ગુનેગાર જોયો, શુદ્ધાત્મા ના જોયો. એને કર્તા જોયો. કર્તા જુએ એટલે અશુદ્ધ ઉપયોગ થઈ ગયો. ‘હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે” એ ભાવ સંપૂર્ણપણે નથી, ત્યાં શુદ્ધ ઉપયોગ હોય જ. કોઈએ સહેજ લાલ વાવટો ધર્યો, ત્યાં ‘આ આમ કેમ કરે છે ?” એવું થયું કે કાચા પડી ગયા. એ વ્યક્તિ લાલ વાવટો ધરતી જ નથી, વ્યવસ્થિત ધરે છે ! શુદ્ધ ઉપયોગીને કોઈ કર્તા જ ના દેખાય. એટલે એને જગત આખું નિર્દોષ જ દેખાય. આ તો આપણામાં દોષ ઊભો થાય કે તરત બીજાનો દોષ દેખાય. ટૂંકમાં, પોતાની જાતને શુદ્ધ જોવી તે શુદ્ધ ઉપયોગ. બીજાને શુદ્ધ જોવું, નિર્દોષ જોવા તેય શુદ્ધ ઉપયોગ. મહાત્માને એટ એ ટાઈમ બે ચાલતું હોય ઘણીવાર, કે બાહ્ય દ્રષ્ટિથી દોષ દેખાય ને અંતર દ્રષ્ટિથી નિર્દોષ દેખાય. ભલભલા સાધુઆચાર્યોનેય આવું ના રહે. નિર્દોષ દેખાડે છે એ જ જ્ઞાન છે. શુદ્ધ ઉપયોગની ગોઠવણી કેવી રીતે કરવી ? ચંદુલાલ શું કરી રહ્યા છે,
એને આખો દહાડો જોયા કરવું, જાણ્યા કરવું એટલે પોતાની પ્રકૃતિને નિહાળવી, એનું નામ શુદ્ધ ઉપયોગ. ખાતી વખતે, ઊંઘતી વખતે, કામ કરતી વખતે, વાતો કરતી વખતે ચંદુલાલને જોવા, આમ શુદ્ધ ઉપયોગની ગોઠવણી કરી દેવી. ચંદુલાલ ફિલમ ને પોતે જોનારો ! મન-વચન-કાયા શુભાશુભમાં હોય ને આત્મા શુદ્ધ ઉપયોગમાં ! વિચારોને જુએ તો તે શુદ્ધ ઉપયોગ ને ના જોવાય તો શુદ્ધ ઉપયોગ ચૂક્યા પણ તેથી કંઈ નવું કર્મ બંધાતું નથી. આપણી સામાયિકમાં માત્ર અંતઃકરણને જ જોયા કરવાનું હોય છે. તેથી તેમાં શુદ્ધ ઉપયોગ રહે. વખતે કોઈ દોષિત દેખાય તો તેનું પ્રતિક્રમણ કરી લીધું હોય તોય ચાલે. અપમાનની સામે તેમ જ માનની સામે પણ શુદ્ધ ઉપયોગ રાખવો ઘટે. માન કોને આપે છે ? પાડોશીને, પુદ્ગલને ! તો ત્યાં શુદ્ધ ઉપયોગ રહે. પાંચ આજ્ઞામાં રહે તે પણ એક પ્રકારનો શુદ્ધ ઉપયોગ. બધામાં શુદ્ધાત્મા જોવાય, આ ફાઈલો છે એમ રહે. પાંચ આજ્ઞા શુદ્ધ ઉપયોગમાં રહેવાની વાડ છે. ઉપયોગ રાખ્યા સિવાય જ્ઞાન વધે જ નહીં. બાબો દૂધ ઢોળતો હોય તે ‘જોયા' કરવું, તેને વારવો ખરો, પણ કષાય નહીં કરવાના, ઈમોશનલ નહીં થવાનું. દાદા પાસે બેસીને શક્તિઓ માંગે એ શુદ્ધ ઉપયોગના નજીકનું કહેવાય. શુદ્ધ ઉપયોગનું સાધન કહેવાય. હોમ ને ફોરેન ડિપાર્ટમેન્ટને જુદા રાખે એ પણ શુદ્ધ ઉપયોગ કહેવાય પણ એ શરૂઆતનો શુદ્ધ ઉપયોગ છે, સ્થૂળ શુદ્ધ ઉપયોગ છે. સૂક્ષ્મમાં શુદ્ધ ઉપયોગની મહાત્માને ખબર ના પડે. સમજાવે તોય ના ખબર પડે. સ્થૂળ સુધી આવે તોય ઘણું છે. સ્થળમાંથી સૂક્ષ્મમાં અભ્યાસથી જવાય. જાગૃતિ મહીં રહ્યા કરે કે આ ખોટું થયું, ખોટું થયું. પણ તે પછી એમ ને એમ જાગૃતિ વહી જાય. જાગૃતિનો ઉપયોગ કરવાનો છે. લીસી જગ્યાએ કેવી જાગૃતિ રહે ? કૂવા પર ગયેલા માણસને વાઈફ કે છોકરાં યાદ આવે ? એ વખતે ઉપયોગ કહેવાય. ઉપયોગ ચૂકવાની જગ્યા કઈ કઈ ? બહારથી જ્યાં મીઠાશ આવે ત્યાં ઉપયોગ ચૂકાય. ખૂબ બફારો હોય ને એકદમ પવન આવે ત્યાં ઉપયોગ ચકાય. વાતોમાં રસ પડી ગયો તે ઉપયોગ ચૂક્યા. ખાવામાં ટેસ્ટ લાગ્યો કે ઉપયોગ
31