________________
[૨૨] ‘ચંદુ' શું કરે છે, ‘જોયા' કરો !
મોક્ષમાર્ગ શું છે ? સંસાર સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ સ્વરૂપે છે એટલે સંયોગો બધું કર્યા કરે ને આત્મા બધું જાણ્યા કરે. ‘આપણે’ જાણ્યા કરવાનું. સંજોગોના ધક્કાથી આત્માની સ્વભાવ દશામાંથી વિભાવ દશા આવે છે ત્યાં પોતે નૈમિત્તિક કર્તા બને છે, ખરેખર કર્તા નથી.
ચંદુભાઈ જુદા દેખાય - સંપૂર્ણ જુદા દેખાય એ છેલ્લું જ્ઞાન. ભગવાન મહાવીર પોતાના એક પુદ્ગલને જ જોતાં હતા. આપણેય એ જ કરવાનું છે. આ તો જૂની આદતો છે, તે જાગૃતિથી ધીમે ધીમે છૂટી જશે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે કસાઈને જો આત્મજ્ઞાન મળે ને એ જ્ઞાનમાં રહે અને બધું જોયા જ કરે, ડખો ના કરે ને આજ્ઞામાં રહે તો એ મોક્ષે જાય ! કસાઈની ક્રિયા નડતી નથી, ‘હું કરું છું’ એ નડે છે. એક અવતાર માત્ર ‘જોયા’ જ કરો બધું, તો મોક્ષે જવાય એવું છે.
કુચારિત્રને જાણે, એનું નામ ચારિત્ર. સારા ચારિત્રની મસ્તી એ કુચારિત્ર કરતાં ભયંકર જોખમી છે. આનંદ તો સ્વરૂપમાંથી જ લેવાય. એ સિવાયનું બાકી બધું મસ્તી છે.
ફાઈલ નં. ૧ની ઊઠ્યા ત્યાંથી સૂતા સુધીની બધી જ ક્રિયાઓને ‘જોયા’ કરવાની !
શુભાશુભનો કર્તા ‘હું છું’ માને છે ત્યાં સુધી જ દોષ લાગે. કર્તા નથી, તેને ભોક્તાપદેય નથી, પછી સંવર રહે.
મમતા ખાલી કરવા શું કરવું ? એને ‘જોયા’ કરવી. ચંદુલાલના ક્રિમિનલ કે સિવિલ ગુનાઓ, જે હોય તેને હવે ‘જોયા’ કરવાનું. કાણ અને વાજાં બેઉને ‘જોયા’ કરવાનાં. બેઉ જ્ઞેય છે, સરખા છે !
જોવા-જાણવાથી કર્મની પૂર્ણ નિર્જરા થાય. કોઈ વ્યક્તિ જોડે ભાંજગડ થઈ હોય, તેનું પ્રતિક્રમણ કરી લેવું.
ડખોડખલ થઈ જાય, તેને ય જોવું ને જાણવું.
બે જણ ઝઘડતા હોય ત્યાં શું કરવું ? શું બને છે તે જોવું. ચંદુભાઈ વચ્ચે પડે કે ના પડે - બેઉ જોવું.
ભૂલને જુએ તો એ જાય, નહીં તો એ ના જાય. આ વિજ્ઞાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ
28
દોષ દેખાડે. પ્રતિક્રમણ હઉ કરાવે.
મનની, બુદ્ધિની, અંતઃકરણની ફિલમ જોયા જ કરો. જ્ઞેય ના હોય તો જ્ઞાતા શું જુએ ? ફિલમ જુઓ પણ રાગ-દ્વેષ ના કરો.
[૨.૩] પુદ્ગલને શુદ્ધ કરો
આપણા મકાનને રંગ-રોગાન કર્યું પણ મકાનના ખૂણા-ખાંચા ચોખ્ખા કરવાના કે નહીં ? દાદાશ્રીએ શુદ્ધાત્મા પદ આપ્યું. હવે પુદ્ગલનો બધો કચરો સાફ કરી નાખો ફર્નિચરની નીચેથી, ખૂણે-ખાંચરેથી કચરો સાફ કરવો પડેને ? ઉબાહવાળા વાસણમાં કેમ કરીને જમાય ? બધું ચોખ્ખું કરતાં કરતાં છેવટે ભગવાન થવાનું છે ! અહીં ભક્ત કે દાસ નથી થવાનું. આત્મામાં ના રહેવા દે એ બધો કચરો. ઉપયોગ ચૂકાવે તે બધો કચરો. ચંદુભાઈ પાસે કચરો સાફ કરાવવાનો. એને કહીએ, આ અંતઃકરણને ચોખ્ખું કરો. પ્રતિક્રમણ કરો, ચરણવિધિ કરો. એને નવરો નહીં બેસવા દેવાનો. ઉપયોગમાં રહે તો સહેજે કચરો ખલાસ થઈ જાય. કચરાને “મારું સ્વરૂપ નથી' કહ્યું તો ચોખ્ખું થઈ જશે.
[3] શુદ્ધ ઉપયોગ
ઉપયોગ એટલે જાગૃતિને એકમાં જ ફોકસ કરી રાખવું તે ! દા.ત. ચોરને આખો દહાડો ચોરીમાં જ ઉપયોગ હોય ! માતાજીના મેળામાં ગયા હોય તો આખો દહાડો ઉપયોગ શેમાં રહે ? ભક્તિમાં, શુભ ઉપયોગમાં રહે ! આત્માનો વ્યવહારમાં ઉપયોગ કહેવાય. તેના ચાર પ્રકાર છે : (૧) અશુદ્ધ ઉપયોગ (૨) અશુભ ઉપયોગ (૩) શુભ ઉપયોગ (૪) શુદ્ઘ ઉપયોગ. પહેલાં ત્રણ અહંકારે કરીને છે અને ચોથો શુદ્ધ ઉપયોગ અહંકાર રહિત છે. ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થાય, સમ્યક્ દર્શન થાય ત્યાર પછી જ શુદ્ધ ઉપયોગ કહેવાય. એમાં કષાય-વિષય સંબંધી વિચાર પણ ન હોય. વ્રત, જપ-તપ, ભક્તિ, શાસ્ત્રપઠન એ બધું શુભ ઉપયોગ કહેવાય.
એક બાજુ ક્રિયા ને બીજી બાજું ‘જોવાનું’ – બન્ને સાથે જ જોઈએ. આત્મા હાજર હોય તો ક્રિયા થઈને પૂરી થાય. દરેક વ્યવહાર જોઈને જવો જોઈએ તો એ શુદ્ધ થઈને ખરી પડે ! ઉપયોગ રાખ્યા વગરનો વ્યવહા૨ ફરી ફરી આવશે, તેને ત્યારે ઉપયોગ રાખીને ક્લિયર કરવો પડશે.
29