________________
ચારિત્રમોહ
૩૧૧
દાદાશ્રી : આ બધું ચારિત્રમોહ ખરું, પણ જ્ઞાન મળ્યા પછી ચારિત્રમોહ. જ્ઞાન ના મળ્યું હોય ને, તેને તો મોહ જ કહેવાય. જ્ઞાન મળે તેને દર્શનમોહ નાશ થાય, ત્યારે ચારિત્રમોહ રહે. દર્શનમોહથી કર્મ ચાર્જ થાય ને ચારિત્રમોહથી ચાર્જ ના થાય. ચારિત્રમોહ નિકાલી. ફળ આપીને જાય, કડવું-મીઠું બેઉ.
પ્રશ્નકર્તા : તે જેવું ચાર્જ થયેલું હોય એવું જ ફળ આપે ? દાદાશ્રી : હા, કડવું હોય તો કડવું ફળ આપે ને મીઠું હોય તો મીઠું ફળ આપે.
અહોહો ! તીર્થંકરોતા ફોડ !
આ બીજા લોકોને વિચારમાં ગોઠવતાં ય ના આવડે. ભગવાન તો ડાહ્યા હશેને ? સાવ ગાંડા તો નહીં હોયને ?
પ્રશ્નકર્તા : ના, જરાય નહીં.
દાદાશ્રી : જુઓને, કેવું ચારિત્રમોહ નામ પાડ્યું છે ! આ મોહ કયા પ્રકારનો ને આ મોહ ક્યા પ્રકારનો ? ત્યારે કહે, આ ચારિત્રમોહ છે. આ ચારિત્રમોહ શબ્દ શા હારુ કે લોક કહેશે, ભઈ હવે, શેના સારુ આમ કરે છે ? આ કયા પ્રકારનો મોહ ?” ત્યારે કહે, ‘ભઈ, એ પ્રકાર જુદો છે. મહાવીર ભગવાને કહેલો એ પ્રકાર જુદો છે. જે મોહમાંથી બીજ નથી પડતું એ નિર્બીજ મોહ છે.’ જગતનાં લોક કહે કે આ કઈ જાતનો મોહ ! એ લોકોને ખબર ના પડે, આપણે જાણીએ કે આ ચારિત્રમોહ છે. જે મોહ નિર્બીજ છે, એટલે શેકાઈ ગયેલું બીજ છે. ઊગવાને પાત્ર નથી એવો મોહ છે એ.
લોકોને ચારિત્રમોહ ન સમજાય એટલા માટે મેં ડિસ્ચાર્જ મોહ કહ્યો. આ લોકો છે ને, ચારિત્રમોહ સમજતા નથી. ચારિત્રમોહ બોલે બધાંય. પણ થોડુંક સમજે, અમુક ભાગ ચારિત્રમોહનો, બીજો બધો ના સમજે. લોકો શું કહે છે કે આય પણ મોહ જ છેને ! આ છે તે અત્યારે કપડાં પહેરે છે, ફર્સ્ટ ક્લાસ ટાઈ બાંધી છે, ઘડિયાળ પહેરે છે, તે આ મોહ નથી ? ત્યારે જ્ઞાની પુરુષ શું કહે છે ? મોહ તો ખરો પણ એ ચારિત્રમોહ છે.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
કારણ કે દર્શનમોહ ગયો છે, માટે ચારિત્રમોહ છૂટો પાડ્યો. નહીં તો મોહ જ કહેવાત, એકલો મોહ જ !
૩૧૨
ચારિત્રમોહ થોડું ઘણું સમજ્યા છે, એને અમે ડિસ્ચાર્જ મોહ કહ્યો. ડિસ્ચાર્જ શબ્દ આવ્યો કે તરત એને સમજાઈ જાય કે આ જવાનું આવ્યું છે આ.
કેવો સરસ ફોડ પાડ્યો છે. આ મોહ કઈ જાતનો ? ત્યારે કહે, ચારિત્રમોહ. જગત આખું દર્શનમોહનીયથી લટક્યું છે. ચારિત્રમોહને કંઈ લેવાદેવા નથી. ચારિત્રમોહનીયને ઉપાધિ હોય તોયે મહીં સમાધિ રહે અને ચારિત્ર ગમે તેટલું પાળ્યું હોય તોયે પણ દર્શનમોહનીય હોય તો સમાધિ ના રહે. ચારિત્ર ગમે તેટલું પાળ્યું હોય, બાહ્ય ચારિત્ર, પણ જ્યાં સુધી દર્શનમોહનીય જાય નહીં ત્યાં સુધી સમાધિ તો શું, પણ શાંતિયે ના રહે અને ચારિત્રમોહ ગમે એવો હોય તોયે દર્શનમોહનીય ગયું હોય તો સમાધિ રહે. પછી ભગવાને કહ્યું કે ચારિત્રમોહનો લટકેલો હશે તે ચાલશે, પણ દર્શનમોહનો લટકેલો નહીં ચાલે. દર્શનમોહવાળો તો દિશામૂઢ થયેલો
છે. ચારિત્રમોહવાળો એને એ રસ્તા પર જરા આઘોપાછો થયા કરે છે એટલું જ, પણ પેલો તો દિશામૂઢ જ. કઈ દિશામાં જશે, તેનું ઠેકાણું જ નહીં ! દર્શનમોહની જ ભાંજગડ છે. દર્શનમોહથી જગત કોઈ દહાડોય નિવૃત્ત થયું જ નથી. હવે દર્શન મોહનીય ગયું. હવે વાંધો શું છે ? હું તો આત્મા થઈ ગયો. ત્યારે કહે, “ના, હજી તો ચારિત્રમોહનીય રહ્યું છેને ? ગયા અવતારનાં પરિણામ રહ્યાં છેને ?”
પ્રશ્નકર્તા : ચારિત્રમોહમાં કપાય એકલો જ આવેને ?
દાદાશ્રી : ના, એવું નહીં. પહેલાંના જ્ઞાનનું જે પરિણામ પામેલું છે એ ચારિત્રમોહમાં હોય. બીજું કશું હોય નહીંને !
અક્રમ માર્ગમાં ચારિત્રમોહ !
મોહ બે પ્રકારનાં છે : દર્શનમોહ અને ચારિત્રમોહ. દર્શનમોહ એટલે દેખતાં જ એને મોહ ઉત્પન્ન થાય. ખાલી દેખવાથી જ, સાંભળવાથીય મોહ ઉત્પન્ન થાય એ. અને બીજો ચારિત્રમોહ એટલે શું ?