________________
ચારિત્રમોહ
આપણને દેખતાં મોહ ના થાય, પણ એ આપણી અનીચ્છાપૂર્વકનું છે, ઇચ્છા ના હોય તોય મોહ થયા કરવાનો. આપણી ઇચ્છા ના હોય છતાંયે મોહ થાય. એ બધું ચારિત્રમોહનીય કહેવાય. ઇચ્છા ના હોય છતાં ક્રોધ થાય, ઇચ્છા ના હોય છતાં લોભ થાય, ઇચ્છા ના હોય છતાં કપટ થઈ જાય, ઇચ્છા ના હોય છતાં અહંકાર થઈ જાય. એવું તમને થાય છે, તમારી ઇચ્છા વગર ? ના ગમતું હોય તોયે એ આવે, એનું નામ ચારિત્રમોહનીય. આપણે જેને ડિસ્ચાર્જ કહીએ છીએ, તે બધો ચારિત્રમોહ છે.
૩૧૩
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી જે મોહ થાય છે તે ચારિત્રમોહ જ કહેવાયને ?
દાદાશ્રી : હા, એ બધો ચારિત્રમોહ જ કહેવાય. એટલે ઊગતો મોહ ઊડી ગયો, આથમતો મોહ રહ્યો.
ચારિત્રમોહ એટલે આ ભાઈને ખોટું બોલવાની ટેવ હોય, હવે જ્ઞાન લીધા પછી શું થાય કે એનાથી ખોટું બોલાઈ જાય. પછી એને ખબર પડે કે આ ભૂલ થઈ, આનું નામ ચારિત્રમોહ. એ ખોટું બોલ્યો એ ક્યા મોહથી ? ત્યારે કહે, ચારિત્રમોહથી. આ તમને જે જ્ઞાન આપ્યું છેને, હવે તમે શુદ્ધાત્મા થયા, આ બીજું શું રહ્યું ? ત્યારે કહે, ચારિત્રમોહ. તે નિકાલ કરી નાખો સમભાવે એટલે સંયમપૂર્વક. બસ, બીજું કશું નહીં.
ચારિત્રમોહનીય રહ્યું, તેનેય તમે જુઓ છો એટલે તમને સમ્યક્ ચારિત્ર છે.
આ ચારિત્રમોહનીય તો કોને ? અહીંયા આપણું અક્રમ માર્ગમાં ચારિત્રમોહનીય ખરું, પણ ત્યાં આગળ ક્રમિક માર્ગમાં ચારિત્રમોહનીયમાં કર્તાપણું રહ્યું હોય છે. ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી કર્તા, આગલા ભવ સુધી કર્તા. ત્યાં અહંકારને શુદ્ધ કરવાનો. અહંકાર શુદ્ધ કરતાં કરતાં જવાનું. એટલે જેટલી ચારિત્રમોહનીય એટલો અહંકાર પણ હોય. એટલે એમને ચારિત્રમોહનીય ખસેડવી પડે. તમારે ચારિત્રમોહનીય ખસેડવાની નહીં. તમે તો ચારિત્રમોહનીય જુઓ એટલે તમે સમ્યક્ ચારિત્રમાં આવ્યા. એમને ડિસ્ચાર્જેય કરવો પડે. ભયંકર આફતનું સ્થાન છે એ બધું.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
આ કહ્યુંને, કરોડો અવતારેય ન બને, એવું અહીં એક કલાકમાં બને છે. માટે કામ કાઢી લેજો. ફરી ફરી આ તાલ બેસવાનો નથી. એક મિનિટ પણ ફરી ફરી દાદાનો તાલ બેસે નહીં. બીજું બધું બેસશે.
૩૧૪
હવે ક્રમિક માર્ગમાં એ લોકોય કહે, અમારો ચારિત્રમોહ. મેં સમજણ પાડી, કે ના બોલાય. ત્યારે પેલા કહેશે, અમે ત્યાગી લોકો. પણ ત્યાગી તોય મોહ પાકો, તમને ત્યાગ કરવાનો મોહ છે અને આ સંસારીઓને ગ્રહણ કરવાનો મોહ છે. પણ એ બંને મોહ જ છેને ! હવે આત્મા ત્યાગતો ય નથી ને ગ્રહણ કરતો ય નથી. એટલે આ બધો મોહ, હવે આ બહાર ચારિત્રમોહની વાતો ચાલે પણ ચારિત્રમોહ શું, એ જોયેલો ના હોય કોઈએ !
પ્રશ્નકર્તા ઃ અનુભવ નહીં એનો.
દાદાશ્રી : જોયેલો ના હોય તો અનુભવ ક્યાંથી લાવે ? હવે લોકો બધા ખરા મોહને ચારિત્રમોહ કહે છે. ચારિત્રમોહ દેખાડ્યોને તમને ? અત્યાર સુધી જોયો નહોતો. જ્યાં સુધી કર્તાપણું બંધ ન થાય ત્યાં સુધી ચારિત્રમોહ દેખાય નહીં કોઈને. પેલા લોકો વ્યવહારમાં બોલે છે. લૌકિકભાષામાં કે હવે ચારિત્રમોહ અમારો છે. આમ છે, તેમ છે, એ બધું ભૌતિક છે. કર્મ કરતો બંધ થાય ત્યારે ચારિત્રમોહ રહ્યો. એ હવે ચાર્જ બંધ થયું કે ડિસ્ચાર્જ એકલું રહ્યું.
એ ચારિત્રમોહ માટે તો કોઈએ મને જવાબ ના આપ્યો સાચો, પણ શોધખોળ કરતાં મને બહુ ટાઈમ લાગ્યો કે ચારિત્રમોહ ભગવાન શું કહેવા માંગે છે ? એ કયા પ્રકારનો મોહ છે ? પછી મને અનુભવથી ખબર પડી કે આ તો વર્તનમોહ ! નાલાયક વર્તન એ નાલાયકમોહ છે અને લાયક વર્તન એ લાયકમોહ છે. એ બધો, એ મોહ છે એક પ્રકારનો. ત્યારે કહેશે, પણ આ મોહ, મોહ ના ગણાય. ત્યારે કહે, ‘ના. આ પ્રગમેલો છે.’
જ્યાં સુધી દૂધ અને દહીં બે જુદાં છે, ત્યાં સુધી એ બેને કશું લેવાદેવા નથી. દૂધમાં દહીં નાખ્યા પછી તરત દહીં મળે નહીં. પણ સવારના પહોરમાં પ્રગમેલું હોય એટલે દહીં જ થયેલું હોય. તે આ