________________
ચારિત્રમોહ
૩૦૯
૩૧૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
છે તે આજ પાછલા હિસાબ બધા ચૂકવવાનાં કાગળિયા લઈને આવે છે કે પેમેન્ટ કરવાનું તમે લખી આપ્યું છેને ! તે આ ફાઈલો છે, તેનો ઉકેલ લાવો, નિકાલ કરો.
ન બોલાય ચારિત્રમોહ ક્ષાયક સમકિત વિતા !
દર્શનમોહ જાય તો ચારિત્રમોહ સમજાવી શકે. દર્શનમોહની હાજરીમાં શી રીતે ચારિત્રમોહ સમજાવી શકે ? ત્યાં આગળ તમે જાવને સાધુ-મહારાજ પાસે, તે કહે કે ચારિત્રમોહનીયનું બહુ જોર છે. પણ ચારિત્રમોહ બોલાય નહીં કોઈથી. ચારિત્રમોહ તો ક્ષાયક સમક્તિ થાય પછીનો જે મોહ વધ્યો, સરપ્લસ (વધારાનો) રહ્યો તે ચારિત્રમોહ.
પ્રશ્નકર્તા : તે પહેલાનો નહીં ?
દાદાશ્રી : તે પહેલાં મોહ કહેવાય. મોહથીય આગળ મહામોહનીય. ઘણાખરા મહામોહનીય હોય, પછી મોહનીય હોય. આ બધાં દેરાસર બાંધવા, સમાજસેવા કરવી એ બધા મોહ છે.
પ્રશ્નકર્તા : તે ઊંચી જાતનો મોહ કહેવાયને પણ ?
દાદાશ્રી : ઊંચી જાતનો નહીં, શુભ મોહ કહેવાય. એ મોહ જ કહેવાય. મોહ એટલે મૂછ. આમાંથી મૂછ ઊઠીને આમાં બેઠી. ઘરમાં, સ્ત્રીમાં હતી તે ત્યાંથી ઊઠી અને આમાં બેઠી. મૂર્છાથી બહાર ગયો નથી.
પ્રશ્નકર્તા : જે નિર્જરા થાય તે ચારિત્રમોહ ?
દાદાશ્રી : ના, નિર્જરા તો બધાય મોહની થવાની. નિર્જરા તો, કર્મ માત્રની નિર્જરા થવાની, પણ દર્શનમોહ જાય ત્યાર પછી ચારિત્રમોહ રહે.
એનો આમ દાખલો લેવો હોય તો કેવી રીતે સમજાવાય ? ત્યારે કહે, અહીંથી તમે મુંબઈથી અમદાવાદ જવા નીકળ્યા હોય, અને તમે છે તે કોટાના સ્ટેશને ભેગા થાવ, ને કોઈ માણસ કહે કે તમારે ક્યાં જવું છે ? ત્યારે કહે, અમદાવાદ. ત્યારે કહે, ક્યાંથી આવો છો ? ત્યારે કહે, મુંબઈથી આવ્યા. ત્યારે કહે, અમદાવાદનો રસ્તો આમ હોય. એટલે તમે પૂછો કે
ભઈ, કયો રસ્તો ? ત્યારે કહે, અહીંથી પાછા જઈ અને વડોદરા સ્ટેશને ઊતરી પડજો, અને વડોદરાથી ટ્રેઈન બદલજ અમદાવાદની, બધાંને પૂછીને તો પછી તમે અમદાવાદ પહોંચી જશો. એટલે તમે ત્યાંથી જે પાછા ફર્યા, તે ઘડીએ છે તે મિથ્યાત્વમોહ ઊડ્યો અને સમ્યક્ત્વ થયું, એટલે સાચી સમજણ પડી.
તમે જ્યાંથી પાછાં વળ્યા તે ચારિત્રમોહ. જેટલું ઊંધું ચાલ્યા તેટલું પાછાં વળ્યા તે ચારિત્રમોહ. જેટલું ઊંધું ચાલ્યા તેટલું પાછું વળવું જ પડેને ?
તીર્થક જન્મ્યા ત્યારથી જ ચારિત્રમોહ ! તમને તો આ જ્ઞાન મળ્યા પછી ચારિત્રમોહનીય ઉત્પન્ન થાય. પણ ભગવાનને તો જન્મથી જ ચારિત્રમોહનીય હતી. એ પૈણ્યા તોયે ચારિત્રમોહ, બેબી થઈ તોયે ચારિત્રમોહ. પછી આ વોસરાવી દીધું, કપડાંબપડાં તોયે ચારિત્રમોહ. બધું ચારિત્રમોહ ઠેઠ સુધી હતો.
પ્રશ્નકર્તા : દાદા, તો પછી ચારિત્રમોહ તો ઠેઠ તીર્થંકર હોય ત્યાં સુધી ચારિત્રમોહ તો રહેવાનો જ ને ?
દાદાશ્રી : ઠેઠ સુધી ચારિત્રમોહ જ છે. ચારિત્રમોહ બંધ થાય ત્યારે કેવળજ્ઞાન થાય. ડિસ્ચાર્જ મોહને તીર્થકરોએ ચારિત્રમોહ કહ્યો.
દર્શનમોહનીય એટલે ચાર્જ પરિણામ. ચાર્જ પરિણામ બંધ થઈ ગયું એટલે કર્મ ચાર્જ થતાં બંધ થઈ ગયા. ત્યારે કહેશે કે ગયા અવતારમાં ચાર્જ થઈને અત્યાર સુધી હતા, તેનું શું થાય? એ ચારિત્રમોહનીય. ચારિત્રમોહનીય એટલે ડિસ્ચાર્જ પરિણામ.
સમક્તિ પછીનાં કર્મો .. કર્મ તો થયા જ કરવાનાં. નથી ઇચ્છા, હોય તોયે થયા કરવાનાં. પ્રશ્નકર્તા : આડા આવીને ગળામાં ભરાય. દાદાશ્રી : હા, ગળામાં ભરાય. કર્મનો નિયમ જ એવો છે. પ્રશ્નકર્તા : પણ હવે એ બધું દાદા, ચારિત્રમોહ જ ને ?