________________
ચારિત્રમોહ
૩૦૭
તેથી કૃપાળુદેવને લોકોએ કહ્યું ને કે તમે કહો છો ક્ષાયક સમકિત, તમને થયું છે પણ અમે માનતા નથી. ત્યારે કૃપાળુદેવ કહે છે, ‘ભલે એ ના માને તો એમની રીત છે પણ અમે તો માનીએ જ છીએ'. અને આપણું તો ઓપન ટુ સ્કાય છે. આપણું તો કેવળજ્ઞાન છે આ તો. પણ પચ્યા વગરનું કેવળજ્ઞાન છે અને ક્ષાયક સમકિત પચ્યું છે. આની વાત જ ક્યાં થાય ?! આ તો ઇતિહાસ બહુ મોટો લખાશે આની પરથી તો ! મોટામાં મોટું જબરજસ્ત આશ્ચર્ય ગણાશે !
પ્રશ્નકર્તા : તે અક્રમ માર્ગની અંદર જ્ઞાનીના જ્ઞાનથી દર્શનમોહ નીકળી જાય છે એવો ઘણાંને અનુભવ થાય છે.
દાદાશ્રી : અમે જ્ઞાન આપીએ ત્યારે દર્શનમોહ સવશે ખલાસ થઈ જાય છે. સવશે દર્શનમોહ ખલાસ થવું, એનું નામ ક્ષાયક સમકિત. પછી પ્યોર ચારિત્રમોહનીય રહી. ઉપશમ સમકિત થયું હોય તો મારાથી તમને પ્યૉર ના કહેવાય. એ ઇચ્યૉર કહેવું પડે. અહીં તો ક્ષાયક સમકિત છે, ભાવકર્મ બિલકુલ ખલાસ થઈ ગયું છે !
૩૦૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) ‘કર્મ મોહનીય ભેદ બે, દર્શન-ચારિત્ર નામ, હણે બોધવીતરાગતા.’
જ્ઞાનીપુરુષનાં બોધથી દર્શનમોહનીય હણાઈ જાય અને વીતરાગતાથી ચારિત્રમોહનીય જાય. ચારિત્રમોહનીય હોય, પણ વીતરાગતા રહે એટલે અડે નહીં. વીતરાગતા એને નાશ કરી નાખે.
આ જાયફળ હોયને, તે ઉપર કોચલું કાઢ્યા પછી જાયફળ ગણાય. નહીં તો જાયફળ એમ ને એમ મોઢામાં નાખીએ તો ? એટલે આ મોહનું કોચલું છે આખું, ત્યાં સુધી ચારિત્રમોહ ના કહેવાય. દર્શનમોહનું કોચલું કાઢે તો જે બાકી રહ્યો એ ચારિત્રમોહ, હવે દર્શનમોહનું જેણે કોચલું કાઢ્યું એટલે ક્ષાયક સમ્યકત્વ થઈ ગયું. પણ એ કોચલું તે કાઢવું પડે. એમ ને એમ ચારિત્રમોહ કહીએ, એનો અર્થ જ નહીંને ! જ્યાં સુધી દર્શનમોહ ગયો નથી, ત્યાં સુધી કયો મોહ ? પાકો મોહ.
મૂળ હકીકતમાં શું છે ? ત્યારે કહે, બધો મોહ છે. આ પચ્ચીસ પ્રકારના મોહ અને પછી આ મિથ્યાત્વમોહ, મિશ્રમોહ, સમ્યત્વમોહ, એમાંથી અમુક ભાગ એનું કોચલું જે છેને, ઉપરનું કવર એ દર્શનમોહ ઊડી જાય ત્યાર પછી રહ્યો ચારિત્રમોહ,
કાઢવો મોહ તો જડમૂળથી જ ! દર્શનમોહ ગયો નથી તો એને ચારિત્રમોહ ના કહેવાય, એ તો મોહ જ કહેવાય. ભલે કોઈને ઓછો હોય કે વધારે હોય. અને ગમે એટલો મોહ ઓછો કર્યો હોયને, આ આટલો જ નાનો હોયને તો એને સહેજ પાણી છાંટીએ તો આવડો મોટો થાય. મોહને વધતાં કેટલી વાર ? અગ્નિજાળ જેવો. સપાટાબંધ ફરી વળે ચોગરદમ. એટલે કો'ક કહેશે, મેં મોહ ઓછો કર્યો. મૂઆ, ઓછો નથી કરવાનો, જડમૂળથી કાઢી નાખ. તે આ તો તમારો મોહ અમે જડમૂળથી કાઢી નાખેલો. ત્યારે આ શું આવે છે, અત્યારે મોહ થાય છે તે ? ત્યારે કહે, આ તો પહેલાં મોહ કરેલા, તે કાગળિયા લઈ લઈને આવે છે કે ભઈ, તમે અમને આટલી શર્ત કરી’તી. હવે તે તો પાળવી જ પડેને ? મોહ કાઢ્યો એનો, પહેલાં જે મોહ કરેલો, તેનાં
રહ્યો બાકી તે ચારિત્રમોહ શાસ્ત્રમાં કહ્યુંને આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયને જે જાણે તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તો તમે દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણ્યા એટલે તમારો નિશ્ચય કરીને મોહ તો ઊડી ગયો. વ્યવહારમોહ રહ્યો એટલે ચારિત્રમોહ રહ્યો. મોહ ઓછો થયેલો પહેલાં કરતાં ખબર પડે ? પેલો ચીકણો મોહ નહીંને હવે ? કશું છોડવાનું નહીં. છોડવું ને ના છોડવું બેઉ સરખું જ. પહેલાં તો છોડવાની એ વસ્તુ યાદ આવ્યા જ કરે.
એ ચારિત્રમોહનીય આખું સમજવામાં જ ભૂલ થઈ છે. એક કૃપાળુદેવ એકલા જ સમજ્યા છે. બીજે બધે સમજવામાં જ ભૂલ છે. હવે એક સમજવામાં ભૂલ થાય તો શું થાય આગળ ? મેળ પડે નહીં કશાયનો !
તેથી કૃપાળુદેવે લખ્યું,