________________
અનુભવ – લક્ષ - પ્રતીતિ
પછી થોડોક અનુભવ થાય છે ને, ત્યાર પછી અમુક ભાગ બંધ થઈ જાય છે અને અનુભવ કાચો હોય તે ભાગ હજુ કાચો રહી જાય છે.
૨૯૩
પ્રશ્નકર્તા : એનું કોઈ થર્મોમિટર ખરું કે આમ આગળ વધી રહ્યા છે કે નહીં, એ જાણવા માટેનું ?
દાદાશ્રી : એ થર્મોમિટર તો આત્મા જ છે. એ કહી આપે કે, ‘હજુ બરોબર નથી. આટલે સુધી અનુભવ બરોબર છે.' આત્મા થર્મોમિટરની માફક કામ કર્યા જ કરે છે.
પ્રશ્નકર્તા ઃ પ્રતીતિ પ્લસ આજ્ઞા એટલે અનુભવની દશા આવેને ? દાદાશ્રી : અમે જે બાબતની આજ્ઞા આપીએ, તેટલા પૂરતી અનુભવમાં આવે. બધી બાબતમાં આજ્ઞા અનુભવમાં ના આવેને !
પ્રશ્નકર્તા ઃ બધી બાબતમાં આજ્ઞા અનુભવમાં ના આવે, એ કઈ દ્રષ્ટિએ ?
દાદાશ્રી : એ તો જે આજ્ઞા કરી હોયને, તે અમુક એક કોર્નરની હોય. એ કોર્નર ફીટ થાય. બીજી જગ્યાએ ફીટ ના થાય ને !
માર મારે, લૂંટી લે, તોય રાગ-દ્વેષ ના થાય એ એનું થર્મોમિટર. થર્મોમિટર જોઈએને ! રડે તેનો વાંધો નથી. રાગ-દ્વેષ ન થવાં જોઈએ. જો કોઈને મારીએ અને એ રડે એ તો દેહ સુંવાળો હોય તો રડે અને દેહ કઠણ હોય તો એ હસે, એ જોવાનું નથી. આપણે રાગ-દ્વેષ ગયા કે નહીં ?
પ્રશ્નકર્તા : તો દાદા, એનો અર્થ એવો થયોને કોઈ આપણને ગાળ દે અને આપણું મોઢું બગડી જાય, પણ અંદર એના પ્રત્યે રાગ-દ્વેષ ના થાય.
દાદાશ્રી : એ હજુ કચાશ છે. પછી તો મોઢું પણ નહીં બગડે. અત્યારે મોઢું બગડે એનો વાંધો નહીં. રડે તોય વાંધો નહીં. માર સહન ના થતો હોય ને રડતો હોય તોય વાંધો નહીં.
પ્રશ્નકર્તા : મોઢું બગડી જાય છે એ નબળાઈ છે ? દાદાશ્રી : નબળાઈ જ ને ! ત્યારે બીજું શું ?
૨૯૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
શુદ્ધાત્મા રૂપ ક્યારે થવાય ?
એક માણસ મને પૂછતો'તો, ‘‘દાદા, મને આખો દહાડો ‘શુદ્ધાત્મા છું' એમ ભાન રહે છે પણ તે રૂપ મારાથી થવાતું નથી હજુ.'
અલ્યા, શાનો તે રૂપ થવા ફરે છે ! હજુ તો તને પ્રતીતિ બેઠી છે, કે ‘હું શુદ્ધાત્મા છું’. પ્રતીતિ બેસે એટલે શું થાય, એ અંદર જે બીજ હતા તે બધાં બળી ગયા. એ ફરી નવા ઊગવાલાયક રહ્યાં નહીં. પણ હવે નિવેડો તો આવવો જોઈએને પાછલાં બીજનો. તે પાછલાં બીજમાંથી ફળ આપીને જાય પછી. તે જેટલાં ફળ આપીને જાય, તેટલું અનુભવજ્ઞાન પ્રગટ થાય. પ્રતીતિમાંથી પછી આગળ વધે. એટલે અનુભવજ્ઞાન ક્યારે પ્રગટ થાય ? ત્યારે કહે, કડવાં-મીઠાં ફળ આવે, એમાં સમતા રહે છે એવું એને અનુભવજ્ઞાન હોય. વીતરાગતા રહે છે, એ અનુભવજ્ઞાન થાય તેમ તેમ જ્ઞાન પ્રગટ થતું જાય. અનુભવજ્ઞાન પ્રગટ થયા પછી વર્તનમાં આવે, ત્યારે તું સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ જઈશ. જ્યાં સુધી માલ ભરેલો છે એ નીકળી જાય ત્યારે વર્તનમાં આવે, એમ ને એમ કંઈ આવતું હશે ? આપણે હસવું હોય ને લોટ ફાકીએ બેઉ સાથે બને ? કાં તો હસી લે, કાં તો લોટ ફાકી લે. લક્ષણો આત્માનુભવ તણાં !
પ્રશ્નકર્તા : એકવાર જો આત્માનો અનુભવ સ્થિર થઈ જાય પછી કંઈ બાકી ના રહે.
દાદાશ્રી : હા. સ્થિર જ થઈ જાય. પછી આખો દા'ડોય સ્થિર જ રહે. એક કલાક જ નહીં, આખો દિવસ, નિરંતર સ્થિર રહે.
પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્માની અનુભૂતિ શી રીતે થાય ?
દાદાશ્રી : હમણાં એક ભાઈ એવું પૂછવા આવ્યા હતા તમારા જેવું, મને કહે છે, ‘આત્માનો અનુભવ હજુ બરોબર જેવો જોઈએ એવો થતો નથી’. ત્યારે મેં કહ્યું, ‘મહીં ચેતવનાર ચેતવે છે તને ?” ત્યારે કહે, ‘એ તો આખો દહાડોય ચેતવે છે.’ ત્યારે મેં કહ્યું, ‘જ્ઞાન લીધા પહેલાં ચેતવતો હતો ?” ત્યારે કહે, ‘ના, કોઈ ચેતવતો ન હતો.' ત્યારે મેં કહ્યું, “એ જ