________________
અનુભવ - લક્ષ - પ્રતીતિ
૨૯૫
ર૯૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ચેતન ચેતવે છે.’ તે આત્માનો અનુભવ આખો દહાડો જુઓ છો તો ખરા. મૂઆ, આખો દહાડો આત્માનો અનુભવ રહે છે. ચેતવનાર ચેતવે છે કે નથી ચેતવતો ? એ ચેતન ચેતવે છે. પહેલાં ચેતન હોય નહીં ને ચેતવેય નહીં કોઈ બાપોય. ચેતવે છે ને ચેતન ? શું કહે છે તે ?
પ્રશ્નકર્તા: હા, ચેતવે છે.
દાદાશ્રી : હવે આ એ જ અનુભવ વળી. ચેતન ચેતવે છે, એ પહેલાં ચેતવતો હતો ? પહેલાં કોઈ ચેતવતું જ નહોતુંને ! આ જ અનુભવ !
પ્રશ્નકર્તા : એ અનુભૂતિમાં પ્રવૃત્તિ શું કરવી ?
દાદાશ્રી: પાંચ આજ્ઞા પાળો એટલે બધી જોખમદારી મારી, તમને મોક્ષે લઈ જવાના એક અવતારમાં.
ચૈતન્ય વિજ્ઞાન છે તે મહીં ચેતવે. આખો દહાડો ચેતવ ચેતવ કરે આપણને ! આપણે જરા બફમમાં હોઈએ તોય એ ચેતવે. તમને કોઈ દહાડો બનેલું ? આપણે બફમમાં હોઈએ તો ચેતવે એવું ?
પ્રશ્નકર્તા : હા. તો પણ ચેતવે.
દાદાશ્રી : હં. તો એ કોણ ? ત્યારે કહે, એ આત્માનો અનુભવ. નિરંતર આખો દહાડો આત્માનો અનુભવ રહે એવું આ અક્રમ વિજ્ઞાન છે. નહીં તો જગતે આત્માનો અનુભવ જોયેલો તે કેવો ? પડછાયા સ્વરૂપ. પડછાયો જુએ તેથી વસ્તુ નથી જોઈ. પડછાયો જોયો, હવે વસ્તુ જોઈ નથી, આભાસ, બસ. હવે એ આભાસ માત્ર અને આ તો ફેક્ટ વસ્તુ.
નિરંતર ચેતવતારો કોણ ? આપેલો આત્મા સાચો એ જ છે કે બીજો હશે ? પ્રશ્નકર્તા : એ કરેક્ટ વસ્તુ આપેલી છે.
દાદાશ્રી : એ તો જોડે જોડે હોય, તેમાં આ કે પેલો એ શું ખબર પડે ? બધા આત્મા જોડે જોડે હોય, એમાં કયો આત્મા ખરો ?
ખરો આત્મા ના હોય તો મહીંથી ચેતવણી બંધ થઈ જાય. જગતમાં તો આ લોકોય આત્મા કહે પણ એને કોઈ બાપેય ચેતવે નહીં. એટલે પછી મૂંઝાય કે આ શું છે ? તે ઘડીએ અહીં સામો રિસ્પોન્સ (પ્રતિભાવ) ના હોવો જોઈએ ? તમને મહીં એનો રિસ્પોન્સ લાગે છે ને ? એ રિસ્પોન્સ આપે છે ને ? રિસ્પોન્સ ના આપે તો પછી આપણે કોને ત્યાં ઘંટડી વગાડીએ ? ઘુમાવ્યા જ કરોને ઘંટ ! ઘંટ સંભળાય ને અવાજ સંભળાય. પેલો હતો તેવો ને તેવો. મૂળ એ ફેરફાર થયો. અને રિસ્પોન્સ આપે તો જ એની જોડે કામ થાય. નહીં તો તમે મને રિસ્પોન્સ ના આપો તો હું તમારી જોડે કેટલો વખત “ચંદુભાઈ, ચંદુભાઈ’ કર્યા કરું? તમારે ખભે હાથ નાખ નાખ કરું, એમાં સ્વાદ મળે મને ? અને તમે રિસ્પોન્સ આપો કે ‘કેમ મને અડ્યા ?” તો હું જાણું કે હં, રિસ્પોન્સ આપે છે.
પ્રશ્નકર્તા : ચેતવનારો અને ચેતનારો બન્ને એક નથી ?
દાદાશ્રી : એક જ છે ને ! પણ એ અત્યારે આ ચેતનારો જ છે. ચેતવનારો જાગશે ને ત્યારે એક થશે. જાગે પછી છે તે પેલાને ચેતવે, ‘એ નહીં, આમ આવ, આમ આવ'. ચેતવનાર ચેતનારને કહે છે, “આમ નહીં, આમ પાછો આવ'. આ પોતાની વૃત્તિઓ રૂપી જે છે ચેતન, તેને પાછું બોલાવે છે.
પ્રશ્નકર્તા: ચેતે છે કોણ? દાદાશ્રી : એ પેલી વૃત્તિઓ છે તે. જે ભેગું થનાર છે તે. પ્રશ્નકર્તા : તો એક કોણ થાય છે ? કોની સાથે ? દાદાશ્રી : એ પોતે પોતાની સાથે જ એક થાય છે. પ્રશ્નકર્તા : એટલે ચેતનારો, ચેતવનાર સાથે એક થાય છે ?
દાદાશ્રી : હં. ચેતવનારની સાથે ચેતનારો એક થાય છે અને ચેતનારો ક્યારથી થયો કે જ્યારે પોતે એને રિસ્પોન્સ આપ્યો. ત્યારથી એ ચેતનારો થયો. ત્યાં સુધી ચેતનારો હતો જ નહીં. કોઈ કોઈની બાતેય સૂણતું ન હતું.