________________
અનુભવ - લક્ષ - પ્રતીતિ
૨૯૧
ક્રમિક માર્ગમાં કેટલો પ્રયત્ન કરે ત્યારે આત્માનું લક્ષ ખ્યાલમાં આવે. એ લક્ષ તો બેસે જ નહીં. એ પોતે લક્ષમાં રાખ્યા કરે. જેમ આપણે ધંધો હોયને, ધંધાની બાબત લક્ષમાં રાખવાની હોયને ? એવું આત્માને લક્ષમાં રાખ્યા કરે, આવો છે આત્મા. તે એને પ્રતીતિ બેસે ત્યારે આવું લક્ષમાં રહી શકાય, એને ગુણ પર પ્રતીતિ બેસે. બાકી આ આપણો તો આત્માનુભવ કહેવાય. કારણ કે સહજતા એનું નામ અનુભવ કહેવાય, જે એની મેળે પ્રાપ્ત થાય. અને પ્રયત્ન કરવો પડે, એનું નામ અનુભવ નહીં. ક્રમિકમાં એમને પ્રતીતિ એ બધું કરવું પડે. પ્રતીતિમાં પ્રયત્ન કરવો પડે.
તમારો આત્મા અનુભવેય તમારી દ્રષ્ટિએ સાચો છે, ખોટો નથી. પણ અંશ અનુભવ છે. અને અક્રમથી તમને સહજ પ્રાપ્ત થયેલો છેને, તે તમને એમાં લાભ થાય, પણ હજુ પ્રગતિ માંડશે ને તેમ અનુભવ વધતો જશે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાર પછી આખી વાત સમજવી પડે. પરિચયમાં રહી અને જ્ઞાન સમજી લેવાનું છે બધું.
સંપૂર્ણ અનુભવ શાથી નહીં ? આજ પ્રતીતિ રૂપે કેમ રહ્યું ? આ સંપૂર્ણ અનુભવ કેમ નહીં ? સંપૂર્ણ પ્રતીતિ, સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ અનુભવ ત્રણેય રહેવું જોઈએ. ત્યારે કહે, “ના. એ સંપૂર્ણ અનુભવ રહેતો નથી, સંપૂર્ણ જ્ઞાનય રહેતું નથી, પ્રતીતિ સંપૂર્ણ રહે છે. કારણ કે આ તમારે ફાઈલનો નિકાલ કરવાનો છે ! છો શુદ્ધાત્મા પણ આ દશા તમારી અંતરાત્મા થઈ.” ત્યારે કહે, ‘કેમ એમ ?” ત્યારે કહે, ‘ફાઈલોનો નિકાલ બાકી છે.’ ફાઈલોના નિકાલ પૂરા થઈ રહેશે એટલે તમારે ફુલ ગવર્મેન્ટ. ફાઈલોને લીધે આ બધું અટક્યું છે. | ‘વર્ધમાન સમતિ થઈ, ટાળે મિથ્યાભાસ’ એટલે જે ક્ષાયક સમક્તિ તમને થયું, તે પણ વર્ધમાન થયા કરે. પ્રતીતિ પૂરી થઈ ગઈ એટલે અનુભવમાં આવે. તે અનુભવ વધતો જાય તેમ મિથ્યાભાસ લાગે એટલે જે વકીલનો ધંધો તમે પૂજા કરીને કરતા હતા, તે ધંધો ઊલટો મિથ્યા લાગે. તમે છોકરાના બાપ થયા, છોડીઓના બાપ થયા, એ બધું મિથ્યા લાગે છેને ! આભાસિત માત્ર. મિથ્યા એકલું નહીં, મિથ્યા આભાસ !
૨૯૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એટલે દાદા, વસ્તુ મિથ્યા દેખાય એટલે પછી એ સહેજે છૂટવા માંડે ? દાદાશ્રી : છૂટી જ ગયું. મિથ્યા દેખાયું એ છૂટી ગયું.
યથાર્થ અનુભવતી ખાત્રી ! પ્રશ્નકર્તા : જાણું યથાર્થ ક્યારે કહી શકાય ? દાદાશ્રી : અનુભવમાં આવે ત્યાર પછી જ યથાર્થ જાણ્યું કહેવાય. પ્રશ્નકર્તા : એ અનુભવ યથાર્થ જ છે એની ખાતરી શું, દાદા ?
દાદાશ્રી : આપણે અહીં જ્ઞાન આપે છેને, ત્યારે અનુભવ ટચ થાય છે એટલે પ્રતીતિ બેસે છે. પણ સંપૂર્ણ અનુભવ ના કહેવાય. ત્યારે દુનિયાનો કાયદો એવો છે કે દરેક વસ્તુની પહેલાં પ્રતીતિ બેસે. કંઈ પણ તમે સમજણ પાડો કે, ‘ભઈ, આવી જાતની કસરત કરવાથી તમને શરીર ને બધું સારું થઈ જશે.' એ સાંભળતાં જ, એ સારું સાંભળને બરોબર પદ્ધતિસરનું તો એની પ્રતીતિ બેસી જાય. અને પ્રતીતિ બેસે એટલે પોતે એની ક્રિયા શરૂઆત કરે. અને શરૂઆત કરે ત્યાર પછી એને અનુભવ થાય, પછી એ જાણ્યું કહેવાય. પછી એ બીજાને જણાવી શકે. પ્રતીતિ બેઠેલી હોય ને જણાવે, એમાં ભલીવાર ના હોય. એટલે આ પ્રતીતિ બેઠા પછી તમને અનુભવમાં આવે ત્યાર પછી એ જે દર્શન હતું, તેનું બધું જ્ઞાન થતું જાય.
પ્રશ્નકર્તા : અનુભવની કક્ષા કેવી રીતે આપણે જાણી શકીએ ?
દાદાશ્રી : જેટલી બાબતમાં દુનિયા આપણને અસર ના કરે, તે એ અનુભવ કક્ષા પૂરી થઈ ગઈ. અને જેટલી બાબતમાં જ્યાં જ્યાં અસર કરે, તે હજુ કક્ષા બાકી રહી છે.
પ્રશ્નકર્તા : દાદા, અસર ન કરે એ ખરેખર આત્મા જાણ્યાના કારણે છે કે અન્ય કોઈ કારણે ઉદાસીનભાવ જાગવાથી એ વસ્તુ બનેલી છે.
દાદાશ્રી : કેટલુંક આત્મા જાણવાને લીધે થોડુંક એ ફીટ થાય છે.