________________
અનુભવ - લક્ષ - પ્રતીતિ
૨૮૯
૨૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એનું નામ સહજ કહેવાય અને બીજું બધું અસહજ કહેવાય. આ સહજ કહેવાય, ‘હું શુદ્ધાત્મા છું’ એની મેળે જ આવે અને ત્યાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નું સ્મરણ આપે છે, તે યાદ આવે ને નામે આવે. એ પ્રયત્ન કરવો પડે. ને આ તો એની મેળે આવે એ સહજ કહેવાય. એટલે સહજ તમને થઈ ગયેલું છે. સહજાન્મસ્વરૂપ તમારું થઈ ગયું છે. તમારો આત્મા સહજ થઈ ગયો છે, હવે દેહને સહજ કરવાનો છે. તે આજ્ઞાથી થઈ શકે સહજ. બન્ને સહજ થઈ ગયા, એનું નામ મોક્ષ.
વર્તે શુક્લધ્યાત રે ! ‘હું શુદ્ધાત્મા છું' એનું નિરંતર લક્ષ રહે છે ? પ્રશ્નકર્તા : નિરંતર રહે છે, દાદા.
દાદાશ્રી : એ આત્મધ્યાન કહેવાય છે, એ શુક્લધ્યાન કહેવાય છે. બોલો, શુક્લધ્યાન પ્રત્યક્ષ મોક્ષનું કારણ. નહીં તો એક ઘડીવાર આત્મા યાદ ના રહે. એક અજાણ્યો માણસ હતો ને, તે શુદ્ધાત્મા જાણી લાવ્યો. તે પછી બીજે દા'ડે છે, તે મનમાં યાદ કરવા માંડ્યો. પેલો શબ્દ શું હશે, પેલો શબ્દ શું હશે ? પા કલાક સુધી યાદ ના આવ્યું. એ યાદગીરી નથી આ. આ તો સાક્ષાત્કાર છે અને અભેદતા છે.
અલખનું લક્ષ ! એટલે આ જગતનું લક્ષ બેસે પણ પોતાના સ્વરૂપનું લક્ષ ક્યારેય ના બેસે. એવા એ અલખ નિરંજન છે. એ જ્ઞાની પુરુષ લક્ષ બેસાડે. ત્યારે પછી છૂટકારો થાય. નહીં તો છૂટકારો થાય નહીં અને સંસારનું લક્ષ તો સહેજ વાત વાતમાં બેસી જાય. આપણે એમ કહીએ કે આ તમારા ભાગીદાર, તે બીજે દા'ડે લક્ષ બેસી જાય કે આ મારા ભાગીદાર આવ્યા. કંઈ ચૂકે-કરે નહીં. દા'ડે પગ ભાંગી ગયો હોય અને રાતે ઊઠતી વખતે તરત લાકડી યાદ આવે. અલ્યા મૂઆ, આ એક દા'ડામાં તને કેવી રીતે યાદ આવ્યું કે આ પગ ભાંગી ગયો છે ? ત્યારે કહે, “ના, એ લક્ષ બેસી ગયું.” રાતે કહેશે, ‘મારી લાકડી લાવ.’ ‘અલ્યા, શાની લાકડી કહો છો ?”
ત્યારે કહે, ‘મારો પગ તૂટેલો છે ને !' તે મૂઆ, એક દા'ડામાં ભૂલી નથી જતો ? ના ભૂલે, એનું નામ લક્ષ બેઠું કહેવાય.
માટે કામ નીકળી ગયું હવે. ‘દાદા, દાદા’ કર્યા કરો. ‘શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ કર્યા કરો. દાદા એ જ શુદ્ધાત્મા છે. અમે હઉ દાદા ભગવાનને નમસ્કાર કર્યા કરીએ. એ દાદા ભગવાન ચૌદ લોકના નાથ છે, પ્રગટ થયેલા છે !
અનુભવ, લક્ષ ને પ્રતીતિ ત્રણેય નિરંતર રહે છે ? એક સેકન્ડ ચૂક્યા વગર, નિરંતર લક્ષ જ રહે છે શુદ્ધાત્માનું, પછી ત્યાં શું રહ્યું બાકી ? નિરંતર લક્ષ જ રહ્યા કરે, પછી કર્મ શી રીતે બંધાય ?
‘હું શુદ્ધાત્મા છું' એવું લક્ષ રહે. એ ‘હું ચંદુલાલ છું’ એવું લક્ષ ના રહે. છતાં ભૂલી ય ના જાય. કોઈ કહેશે, તમે ચંદુલાલ છો ? તો એ ભૂલી ગયા છો ? ત્યારે કહે, ના, હું ભૂલ્યો નથી. જેમ નાટકમાં ભર્તુહરિ હોય, તે ભર્તુહરિનું નાટક ભજવે એવી રીતે આ ચંદુલાલનું નાટક ભજવે. અને ભર્તુહરિ અંદરખાને જાણતો હોય, કે હું લક્ષ્મીચંદ છું. આ અંદર જાણતા હોય કે ‘હું શુદ્ધાત્મા છું'.
ન ભૂલે “હું વડાપ્રધાત' ! કોઈ માણસ છે તે જેલમાંથી છૂટીને વડાપ્રધાન થયો, તે થયા પછી ભૂલે નહીં ને રાત-દહાડો કે હું વડાપ્રધાન છું, ના ભૂલેને ? તે ભૂલે નહીં એટલે એનું કામેય ચૂકે નહીં. કોઈ પ્રશ્ન પૂછે ને તો હું વડાપ્રધાન છું એવું સમજીને જ જવાબ આપે. એટલે આપણે શુદ્ધાત્મા થયાને તો આપણે શુદ્ધાત્મા સમજીને જ જવાબ આપવાનો. જે થયા તે રૂપનું છે આ. સમજી જાવ. કર્મના ઉદય બહાર જોર કરે તે જુદી વસ્તુ છે. તે તો વડાપ્રધાનનેય જોર કરે. કર્મના ઉદયે કોઈ ઢેખાળો મારે, કોઈ ગાળો ભાંડે. એ તો બધું કર્મના ઉદય તો એમનેય છે ને પણ એ એમની ફરજ બજાવે વડાપ્રધાન તરીકેની. એવી આપણે શુદ્ધાત્માની ફરજ બજાવવી પડે. એથી કરીને પોતે ‘ચંદુભાઈ છું” એ બધું ભૂલી ના જાય. એમ કંઈ ભૂલે પાલવે ? બધું લક્ષમાં જ હોયને !