________________
અનુભવ - લક્ષ – પ્રતીતિ
૨૮૭
દાદાશ્રી : કેટલાકને તો બોલતો હોય તોય ખ્યાલ રહ્યા કરે. હરેક
કામ કરતાં ખ્યાલ રહે. ‘હું શુદ્ધાત્મા છું’ એ ખ્યાલ રહેવો એટલે જ આપણા ધ્યાનમાં રહે કે ‘હું શુદ્ધાત્મા છું’ અને એ જ શુક્લધ્યાન છે. ‘હું શુદ્ધાત્મા છું’ એવું ધ્યાન કોઈને હોય નહીં.
ધ્યાન રહ્યું એમાં થોડો અનુભવ ચાખ્યા જ કરે પાછો. અનુભવનો સ્વાદ આવ્યા જ કરે. જેમ જેમ ખ્યાલમાં વધારે રહે તેમ અનુભવ વધારે ઉત્પન્ન થાય અને ખ્યાલમાં રહ્યા કરે. નિરંતર આત્માનો અનુભવ તો છે જ. જેટલો વખત પ્રતીતિ એટલો વખત અનુભવ. અનુભવ વગર તો આ
પ્રતીતિ બેસે જ નહીંને !
જ્ઞાતીઓને ત હોય રટણ !
લક્ષ નથી હોતું, તે ઘડીએ પ્રતીતિ હોય છે જ નિરંતર. અને પ્રતીતિ છે માટે લક્ષ ફરી આવે છે, નહીં તો લક્ષ આવે જ નહીં. એક ફેરો ખોવાયું એટલે યાદ કરવું પડે. આ તો એની મેળે જ આવીને ઊભું રહે છે. રાતે કોઈ વખત જાગો છો, ત્યારે ‘હું શુદ્ધાત્મા છું’ એ યાદ આવી જાય છે ને ? હા. એટલે એ પૂરેપૂરું થઈ ગયેલું જ છે. હવે તમારે સમજવાની જરૂર છે, આ સાયન્સ છે. એટલે બિલકુલ શબ્દેશબ્દ સમજવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : ‘હું આત્મા છું’ એ રટણ જ વધારે રહ્યા કરે તો સારું ? દાદાશ્રી : ના, એવું નહીં. રટણ તો બધું આ સંસાર દશામાં, સાધક દશામાં કરવાની જરૂર. અહીં તો એ પરમાત્મા થયો. અમે આ જ્ઞાન આપ્યા પછી પોતે પરમાત્મા થયો, પણ પ્રતીતિએ કરીને ! પ્રતીતિ બેસી ગઈ હવે. ખાત્રી થઈ ગઈ કે હું ચંદુભાઈ નહીં પણ હું શુદ્ધાત્મા જ છું. એ પ્રતીતિ બેસી ગઈ ને લક્ષ બેસી ગયું. લક્ષ એટલે નિરંતર ધ્યાનમાં જ રહે કે હું શુદ્ધાત્મા છું. એટલે જાગૃતિ બધી ઉત્પન્ન થઈ છે હવે. હવે શું જરૂર છે ? એટલે બોલવાનું એ રટણ-બટણ તો અહીં ક૨વા જેવું ના હોય. આ તો એક આશ્ચર્ય છે કે આ રટણ કરવાનું અહીં ના હોય, જ્ઞાનીઓમાં રટણ ના હોયને ! રટણ એ તો શબ્દ સ્વરૂપ થયું.
૨૮૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
રટણ ક્યે સહજતા બંધ !
સમકિતી જીવને શું થાય ? ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન આવે અને પેલા બીજા લોકોને કશું ઠેકાણું ના હોય. તે એને થોડું ઘણું કોઈવાર ખ્યાલ આવે કે આ ‘હું આત્મા છું’, પણ સમકિતીને તો એની મેળે આવે. અને સ્મરણ તો કરવું પડે અને એની મેળે આવે એમાં બહુ ફેર. સ્મરણ કરીએ તો વિસ્મરણ થાય. વિસ્મરણ થયેલું હોય, તેનું સ્મરણ કરવાનું. એટલે આ બધા ચઢવાના રસ્તા છે. એટલે રટણ તમારે બોલવાનું નહીં. રટણ કરોને, તો પેલું મૂળ સહજ બંધ થઈ જશે. સહજ મહીં આવતું, સહેજાસહેજ આવે, ‘હું શુદ્ધાત્મા છું’ લક્ષ જ રહ્યા કરે.
પ્રશ્નકર્તા : હા, ‘હું શુદ્ધાત્મા છું’ એનું લક્ષ હંમેશાં રહ્યા જ કરે છે, ચોવીસ ક્લાક.
દાદાશ્રી : એ લક્ષમાં રહ્યા જ કરે આપણા, લક્ષમાં રહે.
પ્રશ્નકર્તા : તો ‘હું શુદ્ધાત્મા છું' એવું બોલવાનું નહીં ?
દાદાશ્રી : બોલવું હોય તો બોલો. ના બોલવું હોય તો કંઈ જરૂર નથી એની. એ નિરંતર ચોવીસ કલાક લક્ષમાં જ રહે. રોજ રાતે ‘હું શુદ્ધાત્મા છું’ બોલતા બોલતા સૂઈ જવું. અને આ પાંચ આજ્ઞા પાળવી, બહુ થઈ ગયું. અહીંથી જ મુક્તિ થઈ ગઈ. સર્વ દુઃખોનો અભાવ થઈ ગયો, સંસારી દુઃખ અડે નહીં હવે.
સહજ ભાવે રહે તે સાચું !
પ્રશ્નકર્તા : સહજ ભાવે આત્માની દશા માટે ધ્યાનમાં બેસવું કે ના બેસવું ?
દાદાશ્રી : સહજ ભાવ જ એને કહેવામાં આવે છે. કશા પ્રયત્ન સિવાય ઊંઘમાંથી જાગો ત્યારે તમને ‘હું શુદ્ધાત્મા છું’ આવે છે એની મેળે ? પ્રશ્નકર્તા : આવે.