________________
અનુભવ - લક્ષ - પ્રતીતિ
૨૮૫
૨૮૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : આ દાદાનું જ્ઞાન આપેલું છે, એને આધારે છે તો વૃત્તિઓ બહાર ગમે એટલી જાય તો પાછી ખેંચાઈ આવે છે ?
દાદાશ્રી : એ તો આવે ને પાછું બહાર જાય, તે પાછી આવી જાય પણ આ અહીંનું અહીં આટલામાં રહે, આ આપણી બાઉન્ડ્રીમાં ને બાઉન્ડ્રીમાં જ રહે. બહાર વેપારમાં જ ગયેલી હોય તો પાછી આવતી રહે.
આ જાગૃતિ રહે ને બીજું કશું નહીં. જાગૃતિ ને આ આટલું દાદાનું મોટું યાદ આવે, તે ઘડીએ પાછા આત્મામાં પેસી ગયા કહેવાય. યાદ આવ્યું કે મહીં પેઠું પાછું એના ઘરમાં !
એ વૃત્તિઓ બહાર શું કરવા જાય છે ? તે બહાર ભટકતી હતી, તે સુખના હાર ભટકતી હતી. તે જ્યાં ત્યાં ભટક ભટક કરી સુખ ખોળે છે. વૃત્તિઓ બધી સુખને ખોળ્યા કરે. તે ક્યાંય કંઈ સુખ મળ્યું નહીં પણ અહીં તો ચોખ્ખ-રોકડું મળે છે, પછી શા હારુ બહાર ભટકે ? - દરેક વસ્તુનો નિયમ એવો કે પહેલું આપણને પ્રતીતિ બેસી જાય કે આ કરેક્ટ છે. વર્તનમાં ના હોય. પ્રતીતિ બેઠાં પછી ઘણે કાળે વર્તનમાં આવે. આ ભણે છે, તે ભણવામાંય આપણને પહેલી પ્રતીતિ બેસે પછી ધીમે ધીમે અનુભવ થતા જાય અને પછી વર્તનમાં આવતું જાય. મોક્ષ એટલે સમ્યક જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર. સંસાર આખો મિથ્યા જ્ઞાન-દર્શન-ચારિત્ર.
જ્ઞાત પછી, લક્ષ અને પ્રતીતિ રહે આમ..
અમે જ્ઞાન આપીએ છીએને, ત્યારે કેટલાંક કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. જે કર્મો સ્વરૂપને અંતરાયભૂત હોય છે, લક્ષને અંતરાયભૂત હોય છે, એ બધાં ભસ્મીભૂત થઈ જાય છે. લક્ષનાં અંતરાય તૂટી જાય છે અને શુદ્ધાત્માનું એને લક્ષ બેસી જાય છે. આ લક્ષ એ એક પ્રકારનો અનુભવ છે.
હવે પ્રતિતી તો રહે, પણ જેટલી પછી જાગૃતિ હોય એટલું લક્ષ રહે. પણ પાછું લક્ષ કેટલું રહે ? જાગૃતિ પ્રમાણે હોય. એ ઉપાદાનનાં આધારે. એ લક્ષ એટલે શું? ત્યારે કહે, ‘તમે ચેક લખો, તે ઘડીએ લક્ષ ના રહે.
ગમે તે લખવાનું કામ કરો, તે ઘડીએ લક્ષ રહે નહીં.’ તો ભગવાન એને ગુનેગાર કહેતા નથી. પણ એ કામ કરી રહ્યા, જ્યારે નો વર્ક (કામ ન હોય) તે ઘડીએ લક્ષ રહે. ઇઝ ઇટ પોસીબલ (એ શક્ય છે) ?
પ્રશ્નકર્તા : હા, રહે છે. અહીં ઉપાદાન એટલે યોગ્યતાને ?
દાદાશ્રી : હા. ઉપાદાન એટલે જેટલી જેટલી આ મિથ્યાત્વ દશામાં ધારણા કર કર કરી અને જે કર્યું હોય, તે મહેનત નકામી તો જાય નહીં. નુકસાને ય કરે અને બીજો ફાયદો થાયને ! ઉપાદાન તો ઊભું થાયને ! એટલે એ છે તે યોગ્યતા. કોઈની યોગ્યતા વધારે હોય ત્યારે લક્ષ વધારે રહે. યોગ્યતા ઓછી હોય તોય પ્રતીતિ તો જાય નહીં.
લક્ષ તો, દરેક કામ કરતાં રહે, એ કામ બંધ થયું કે લક્ષ આવી જ જાય. નવરો પડ્યો કે લક્ષમાં આ હોય. ‘શુદ્ધાત્મા છું’ એ લક્ષ રહે. તે લક્ષ તો ક્રમિક માર્ગમાં છે. આપણે ત્યાં તો હું શુદ્ધાત્મા છું' એ એને ખ્યાલમાં રહે.
પ્રશ્નકર્તા: ‘શુદ્ધાત્મા છું’ એ લક્ષમાં રહે. દાદાશ્રી : એ ક્રમિક માર્ગમાં લક્ષમાં રહે ને આપણે ત્યાં ખ્યાલમાં રહે. પ્રશ્નકર્તા : ખ્યાલ અને લક્ષમાં ફેર શું એ સમજાવો.
દાદાશ્રી : લક્ષ અમુક જગ્યાએ ખીલે બાંધેલું હોય અને ખ્યાલ એનીબેર(ગમે ત્યાં) હોય. કારણ કે ક્રમિક માર્ગમાં ક્ષયોપશમ આત્મા પ્રાપ્ત કરવાથી ઘડીમાં લક્ષ ઊડી જાય. લક્ષમાં એટલે એક જ જગ્યાએ હોય અને ક્ષાયક આત્મા પ્રાપ્ત કર્યો છે એટલે ખ્યાલમાં રહે, લક્ષ નહીં પણ ખ્યાલ. હવે શુદ્ધાત્મા એ તમારા ખ્યાલમાં રહે છે ખરો ? “હું શુદ્ધાત્મા છું' એવું ?
પ્રશ્નકર્તા : ટૂકડે ટૂકડે ખ્યાલમાં રહે છે.
દાદાશ્રી : હા. ટૂકડે ટૂકડે, કામ પૂરું થઈ જાય એટલે ખ્યાલમાં આવી જાયને ! કોર્ટમાં કામ કરતા હોય તે ઘડીએ તમારા ખ્યાલમાં રહેને ?
પ્રશ્નકર્તા : હું જ્યારે બોલતો હોઉં ત્યારે લક્ષ નથી રહેતું પણ સાંભળતો હોઉ ત્યારે લક્ષ રહે છે.