________________
અનુભવ - લક્ષ - પ્રતીતિ
૨૮૩
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
૨૮૪
જ્ઞાની નિરંતર અનુભવ પદમાં ! આ જ્ઞાન આપીએ છીએ, તે ત્રણ પગથિયેથી ચોથે પગથિયે કોઈ ઊતરે નહીં. ગમે એવી મારામારી થઈ હોય આ કો'કની જોડે, મારામારી કરતાં હોય તો અમે જાણીએ કે ભાઈ, આપણું જ્ઞાન જતું રહેવાનું નથી. કો'ક કહેશે, આ તમારા ફલાણા ભાઈ વઢે છે. વઢી રહેશે એટલે પાછો જાગૃત થઈ જશે. એ વઢે છે, તે વઢનારાનેય પાછું લક્ષમાં હોય કે આ ખોટું થાય છે, એવું આપણું જ્ઞાન છે. પોતાને એમ લગાડે કે આ પાછી ગુનેગારી ક્યાંથી આવી ? એટલે જ મારે વઢવું ના પડેને, નહીં તો બધાને વઢી વઢીને મારું તેલ નીકળી જાય. મારું આપેલું જ્ઞાન એવું છે એ વઢમવઢા કરતો હશે તો ય આપણે જાણીએ કે પ્રતીતિ જતી રહેવાની નથી. પ્રતીતિનો નિરંતર તાર છે બધે ઠેઠ સુધી, આખી લાઈફનો. એટલે પછી ક્યાં જવાનો છે એ ? પ્રતીતિથી નીચે જાવ તો મિથ્યાત્વ ફરી ઊભું થઈ જાય, પણ પ્રતીતિથી નીચે જાય નહીં એવું છે આ.
આ તો પૂરું સમજી લેવાનું છે, એક અવતાર ! આ જ્ઞાનીની સભા ભરાય છે, ત્યારે આ વિગત સમજી લેવાની છે. નામું શીખવું હોય તો છ મહિને, બાર મહિને, બે વર્ષે, પાંચ વર્ષે પણ આવડી જાય, ગમે તેટલું અઘરું હોય તો ય. એવું આ આમાં સહેલું કરી નાખ્યું છે, તદન સહેલું. તમારે કશું કરવાનું નહીં એવું કરી નાખ્યું છે પણ હવે શું થાય તે ? એ ય લાભ લેતા ના આવડે, તેને શું કરે ? છતાં પણ નુકસાન જવાનું નથી.
મહાત્માઓનું સ્ટેજ ક્ષાયક સમકિત ! પ્રશ્નકર્તા : દાદા, તો પછી આ લોકોને કઈ શ્રેણીમાં ગણવા ? અનુભવ, લક્ષ અને પ્રતીતિ એ ત્રણેયમાં ગણવા કે ?
દાદાશ્રી : આ ત્રણથી નીચે ઊતરે નહીં, એ આપણું અક્રમ વિજ્ઞાન. અને શ્રીમદ્ રાજચંદ્ર આને કહ્યું ? પરમાર્થ સમકિત કહ્યું. એટલે ક્ષાયક સમકિત કહ્યું.
કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં બોલ્યા કે, ‘વર્ત નિજ સ્વભાવનું,
અનુભવ, લક્ષ અને પ્રતીત'. તે તમને પોતાના આત્મસ્વભાવની પ્રતીતિ રહે છે અને લક્ષમાં ‘હું શુદ્ધાત્મા છું' તેય રહે છે અને અનુભવ ચેતવે છે તેય રહે છે. આ ત્રણેય શબ્દનું વર્તે છે. ‘વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.' વૃત્તિ પહેલાં જે બહાર રખડવા માગતી હતી બધી, જે અનાદિકાળથી વૃત્તિઓ બહાર વહેતી'તી, આમ કર્યું કે તેમ કરું. તમારી ઉંમરનાં થયેલાં હોય ને, તેની વૃત્તિઓ ક્યાં જાય ? ઠેઠ ફોર્ટમાં જઈને આ કરીએ કે તે કરીએ, કંઈ રૂપિયા હાથમાં આવ્યા છે, તે કશુંક કરીએ, ફલાણો ધંધો કરું, ફલાણું કરું, એ બધું બંધ થઈને પોતાના સ્વભાવમાં પાછી ફરવા માંડી વૃત્તિઓ. તે હવે વૃત્તિઓ બહાર ના જાય. પાછી વળે બધી. ઊલટી જે બહાર ગયેલી હોયને, તે પાછી વળે. તમારે પાછી વળે છે કે નથી વળતી ? પાછી ના વળે તો તમને કેડ ઊભી થઈ જાય. અને ચિંતા ઊભી થઈ તો જાણવું કે પાછી નથી વળતી.
આ તો ચિત્તવૃત્તિઓ પાછી ફરે. ભટકવા બહાર જતી હતી, એ હવે ભટકવાની નહીં. એ ચિત્તવૃત્તિઓ બધી પાછી ફરવા માંડી. જેમ સાંજ પડે ને ગાયો-ભેંસો બધી પાછી આવે એવી રીતે આ પાછી આવવા માંડી. પેલું સવારમાં જાય અને સાંજે પાછી આવે એવી રીતે અજ્ઞાનતાથી ચિત્તવૃત્તિ ભટકે અને જ્ઞાનથી પછી ભટકતી બંધ થઈ જાય. સંસારની વિસ્મૃતિ એના જેવો કોઈ મોક્ષ નથી. નવરી પડી કે વૃત્તિઓ બહાર જાય ફરવા. બેનને ત્યાં જાય, ભાઈને ત્યાં જાય, આમ જાય, તેમ જાય, ચુંથારા જ કર્યા કરે. અને હવે નવરી પડે તો ના જાય અને ગઈ હોય તો પાછી આવતી રહે.
પ્રશ્નકર્તા : એટલે પછી વૃત્તિ જે આત્મામાં હોય એ બહાર નીકળે જ નહીં.
દાદાશ્રી : ના. બહાર નીકળે ને અંદર હોય, બહાર નીકળે ને અંદર હોય એવું થયા કરે.
પ્રશ્નકર્તા : પણ અંદર વહી જાય પાછી.
દાદાશ્રી : બહાર નીકળે નહીં એ તીર્થકરને. પણ આપણે ત્યાં સુધી જઈ શકીએ કે જ્યાં અંદર-બહાર બન્ને જ રહે.