________________
અનુભવ - લક્ષ - પ્રતીતિ
૨૮૧
૨૮૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
કહેવાય. એ કામમાં લાગે જ નહીં. એ ક્યારે ફરી જાય એ કહેવાય નહીં. એ તો હમણે સર્ટિફિકેટ આપે અને પછી બે કલાક પછી બીજું સર્ટિફિકેટ આપે. પ્રતીતિ એટલે ફરી જાય નહીં, એનું નામ પ્રતીતિ કહેવાય. આ તમને બેઠી પ્રતીતિ. પ્રતીતિ એનું નામ કહેવાય કે હવે એ જગ્યા છોડે નહીં. પછી પાછું બહુ માર પડે તો આમ થઈ જાય, આમ થઈ જાય પણ જગ્યા ના છોડે.
તમને એ જ પ્રતીતિ આપેલી છે. ગમે એટલું સંસારનું દબાણ આવે, ભયંકર દબાણ આવે, તે સામે ફાંસી આવીને ઊભી રહે તોય પણ પ્રતીતિ ના જાય. સનાતન વસ્તુ છે પ્રતીતિ. એ કંઈ એવી વસ્તુ નથી શ્રદ્ધા-ખાતરી જેવી, એ શ્રદ્ધા તો ઊઠી યે જાય કાલે સવારે પ્રતીતિ ના જાય. ખાતરી તો ખસી જાય, પણ પ્રતીતિ ના ખસે !
પ્રતિ + ઇતિ, ઇતિ શબ્દ આત્માને લાગુ થાય છે. જેમ નેતિ કહે છે ને, ન-ઇતિ, ન-ઇતિ એવું ઇતિ આત્માને લાગુ થાય છે, પ્રતીતિ. એક આત્મા સિવાય વર્લ્ડમાં બીજી કોઈ જગ્યાએ પ્રતીતિ શબ્દ બોલાય નહીં. અને પ્રતીતિ એ ક્યારેય પણ ઊઠે નહીં. મારી નાખે તોય જાય નહીં. એ મોંઢે બોલે ખરાં કે તમારા ઉપર બિલકુલ શ્રદ્ધા નથી, આમ છે તેમ છે. ગાંડું-ઘેલું બોલે તોય પણ પ્રતીતિ બેઠેલી જાય નહીં. ક્ષાયક પ્રતીતિ છે. કંઈ જેવી તેવી વસ્તુ છે તે ! કૃષ્ણ ભગવાને પ્રાપ્ત કરી હતી એવી ક્ષાયક પ્રતીતિ છે. આ ચોંટી તે ચોંટી. તો પછી થોડા કલાકમાં કેમ મારી જોડે સંગ તૂટતો નથી એનો ?! પરિચય તો લાંબો થયો નથી, એ પ્રતીતિનો પ્રતાપ. મારી જોડે વાંકોચૂકો થઈ જાય, એ એનો કર્મનો ઉદય એવો હોય ત્યારે બિચારાનો. એ હું સમજું પણ એની પ્રતીતિ નહીં જાય.
પ્રશ્નકર્તા : એટલે એકદમ દ્રઢ ખાતરી થઈ જાય એ પ્રતીતિ ?
અમને અવગાઢ પ્રતીતિ હોય. ભલે તીર્થકર નથી પણ અમને અવગાઢ પ્રતીતિ હોય. તમને ગાઢમાં બેસાડેલા છે. અને ક્રમિક માર્ગમાં પ્રતીતિ શબ્દથી હોય, આ અક્રમ માર્ગમાં અનુભવથી હોય. પછી લક્ષણ ઊભાં થાય, ક્ષમાનાં લક્ષણ દેખાય, નમ્રતાનાં લક્ષણ દેખાય, સરળતાનાં લક્ષણ દેખાય, સંતોષનાં લક્ષણ દેખાય. બધાં લક્ષણો દેખાય. આ પ્રતીતિ બેઠાંનું લક્ષણ શું ? ત્યારે કહે, આ બધાં લક્ષણો દેખાય. હમણાં કોઈ તમને ભારે ગાળો બોલી જાય ને તે તમે ઊકળો અને પછી છેવટે એને ક્ષમા આપી દો. પહેલાં હતાં એ ચંદુલાલ તમે ન્હોયને અત્યારે ?
પ્રશ્નકર્તા : એ ઘણો ફરક છે.
દાદાશ્રી : એટલે પ્રતીતિ બેઠી છે તેને લીધે. પાછી નમ્રતા, એય તમને દેખાતી હશે કે પહેલાં નમ્ર ન્હોતો, અક્કડ હતો અને અક્કડમાંથી
ક્યાંથી અકડાઈ ઓછી થઈ ગઈ ! સરળતા તો હતી જ જાણે કે પણ વાળનાર જોઈએ સારો માણસ. પછી સંતોષ હોતો, તેય સંતોષ ઉત્પન્ન થયો. કંઈક તો ઉત્પન્ન થયોને ! વ્યવસ્થિતને તાબે છે ને એમ કહીએ એટલે એનું નામ સંતોષ ને હું કર્તા ત્યાં અસંતોષ.
અજાયબ પ્રાતિ એક કલાકમાં ! તેથી મેં આ વકીલને કહ્યું, કલાકમાં તમે શું પામી ગયા ? શું રહસ્ય છે આની પાછળ ? ત્યારે એ વકીલ કહે, બે જુદું પડી ગયું. મેં કહ્યું, આત્મા ને દેહ બે જુદા પડી ગયા એ તમે જોયા. અને આ લોકો તો પ્રતીતિ ખોળે છે હજુ, સહેજ પ્રતીતિ મળને તોય બહુ થઈ ગયું. ‘હું જુદો છું' એવી પ્રતીતિ થાય તો ઘણી ઉપકારી. અને તમારે તો જુદાં થઈ ગયા, એ અનુભવ થયો !
પ્રશ્નકર્તા : પોતાનો સહેજ પણ રિસ્પોન્સ ના હોય આ જ્ઞાન પ્રત્યે, તો પણ અંદરથી પ્રતીતિ જતી નથી. એ બહુ મોટી અજાયબી છે.
દાદાશ્રી : ના જાય. આ તો મોટામાં મોટી અજાયબી છે. આ તો વર્લ્ડમાં ના મળે એવી અજાયબી અને બે જ કલાકમાં આત્મા પ્રાપ્ત થાય છે. નહીં તો વળી આ નોકરી કરતાં માણસો આત્મા પામતા હશે ?!
દાદાશ્રી : ખાતરી એટલે પ્રોમિસ. આ પ્રોમિસ ભંગ થતાં કેટલી વાર લાગે ? આ તો પ્રતીતિ ! અને તે કઈ પ્રતીતિમાં તમને બેસાડ્યા છે ? આ પ્રતીતિમાંય નહીં, તમને ગાઢ પ્રતીતિમાં બેસાડ્યા છે. તીર્થકરો અવગાઢ પ્રતીતિમાં હતા.