________________
અનુભવ - લક્ષ - પ્રતીતિ
૨ ૭૯
કહેવાય. એવો અમે તમને આત્માનો અનુભવ કરાવી આપ્યો છે. ત્યારે તમને શુદ્ધાત્મા રહે છે, એમ ને એમ તે રહેતો હશે ?
અમે તો દઝાડ્યા વગરેય કરી આપીએ આત્માનો અનુભવ. આ જગતમાં વસ્તુઓનો અનુભવ હઉ દાઝીને કરવો પડે, પણ આ આત્માનો અનુભવ તો પરમાનંદ. આમાં દાઝવા કરવાનું નહીં. અમારી જોડે બેસો ત્યારથી જ આનંદ ઉત્પન્ન થાય. શુદ્ધાત્માનું નિરંતર ભાન રહે જ છે, તેથી વધારે શું જોઈએ ?
આ જ્ઞાન તમને નિરંતર હાજર રહે છે. તમે કોર્ટમાં હોય તોય એ ‘હું શુદ્ધાત્મા છું' એ તમને ભાન રહ્યા જ કરે. પાપો ભસ્મીભૂત થયા સિવાય ભાન રહે નહીં કોઈ દહાડોય. આ તો એક શબ્દ તમને કહ્યો હોય તો બીજે દહાડે યાદ ના રહે, તો આ ત્યારે યાદ નથી રાખવાનું.
ફેર, શ્રદ્ધા અને પ્રતીતિમાં ! પ્રશ્નકર્તા : આપણે એમ કહીએ કે શ્રદ્ધા બેઠી, એને પ્રતીતિ કહેવાય ? પ્રતીતિ એટલે શું ? શ્રદ્ધા ?
દાદાશ્રી : શ્રદ્ધા એ બધાં સ્ટેજ કહેવાય અને પ્રતીતિ એટલે એક્ઝક્ટ આવી ગયું. પ્રતીતિ એટલે આખી માન્યતા સો ટકા ફરી અને ‘હું શુદ્ધાત્મા જ છુંએ જ વાત ચોક્કસ થઈ ગઈ અને ‘હું શુદ્ધાત્મા છું' એ શ્રદ્ધા બેસે પણ ઊઠી જાય પાછી અને પ્રતીતિ ઊઠે નહીં. શ્રદ્ધા ફરી જાય, પ્રતીતિ ફરે નહીં.
એ પ્રતીતિ એટલે આપણે આ લાકડી અહીં ગોઠવી છે તેની ઉપર બહુ દબાણ આવે, તો આમ વાંકી થઈ જાય પણ સ્થાન છોડે નહીં. ગમે એટલો કર્મોનો ઉદય આવે, ખરાબ ઉદય આવે, પણ સ્થાન છોડે નહીં. ‘હું શુદ્ધાત્મા છું’ એ ઊડી ના જાય.
અને ગાઢ પ્રતીતિ એટલે શું ? થોડીઘણી વાંકી થાય, વધારે વાંકી ના થાય ગમે એટલું દબાણ આવે તોય. વાંકી થાય તે લોકો કહેશે, આ ઊડી, ઊડી, ઊડી. પણ ના, સ્થાન છોડે નહીં તે ગાઢ પ્રતીતિ !
૨૮૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) અનુભવ, લક્ષ ને પ્રતીતિ. પ્રતીતિ એ પાયો છે. એ પાયો થયા પછી લક્ષ ઉત્પન્ન થાય, પછી ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષમાં રહ્યા જ કરે નિરંતર. અને જ્યારે નવરાશમાં બેઠા હોય અને જ્ઞાતા-દ્રશ થયા થોડીવાર એ અનુભવ. હવે જ્ઞાતા-દ્રષ્ટા તે બહારનું નહીં જોવાનું, આ પ્રકૃતિને જ જોયા કરવાની કે આ પ્રકૃતિ શું ગાંડાં કાઢે છે !
પ્રશ્નકર્તા : એટલે ચંદુભાઈને જ જોયા કરવાના.
દાદાશ્રી : તેને જ જોયા કરવાના. ડહાપણ શું કરે છે તે જોવાનું, ગાંડપણ શું કરે છે તે જોવાનું. ગાંડપણ કરે તો એની પર ચીઢાવું નહીં આપણે અને ડહાપણ કરે તો એના પર રાગ નહીં રાખવો. વીતરાગ રહેવું આપણે તો. ગાંડપણ કરે તો એ કરે છે, આપણે શું ? પહેલાંના સંબંધો તે પ્રકૃતિથી છૂટા થઈ ગયા. પ્રકૃતિના જવાબદાર ક્યાં સુધી હતા, ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિ હોતી બેઠી ત્યાં સુધી. પછી એના જવાબદાર નથી આપણે !
પ્રતીતિ માત્ર આત્મા માટે ! અહીં જ્ઞાન આપ્યા પછી બીજે દહાડેથી આત્માની પ્રતીતિ બેસે છે. આપણને. પ્રતીતિ બેસતી નથી બીજે દહાડે ?
પ્રશ્નકર્તા : હા, બેસી જાય છે.
દાદાશ્રી : પછી એથી વધારે શું જોઈએ ? આ દુનિયામાં કોઈ એવી ચીજ નથી કે જેનાથી બીજે દહાડે આત્માની પ્રતીતિ બેસે.
પ્રશ્નકર્તા : દાદા, એ કોઈને પ્રતીતિ તો ખાલી પુસ્તકો વાંચવાથી પણ થાયને ?
દાદાશ્રી : ના, એ પ્રતીતિ ના કહેવાય.
પ્રશ્નકર્તા : દાદાની આપ્તવાણી ને આપ્તસૂત્ર એવાં છે કે દાદાને ન મળ્યા હોય તોય એમાં પ્રતીતિ જેવું લાગે છે.
દાદાશ્રી : એ પ્રતીતિ તો બુદ્ધિની પ્રતીતિ, આ મૂળ પ્રતીતિ ના