________________
અનુભવ - લક્ષ - પ્રતીતિ
૨૭૭
૨૭૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : આમ તો અંદરથી છૂટો છું એવું જ, આમ સમજણમાં બરાબર છે પણ આમ કોઈવાર હજી ભેળસેળ થઈ જાય છે એવું લાગે.
દાદાશ્રી : ના, એમ નહીં. તમને પૂછે કે તમે ચંદુલાલ છો કે શુદ્ધાત્મા, તો શું કહો ?
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા. એમાં તો વિકલ્પ જ નથી.
દાદાશ્રી : તો પછી એ જ કહેવાનું. બીજું તમારે આમ રહે છે કે નથી રહેતું એ જોવાનું નહીં. એવું કશું જોવાનું જ ના હોય. તમારી પ્રતીતિમાં શું છે, એટલું જ જોવાનું હોય.
પ્રશ્નકર્તા : પ્રતીતિમાં તો દાદા મળ્યા એટલે બધું સચોટ થઈ ગયું.
દાદાશ્રી : બસ, એટલું જ જોવાનું હોય. બીજું પેલું કશું જ જોવાનું ના હોય. એ નિરંતર પ્રતીતિનો તાર છે અને તેથી લક્ષ બેસે, નહીં તો લક્ષ રહે નહીં. લક્ષ બેસે જ નહીંને ! અને કોઈની જોડે વાતો કરીએ ત્યારે લક્ષ ચૂકી જઈએ, પણ વાતો પૂરી થાય કે પાછું લક્ષ આવી જાય.
એ નિરંતર પ્રતીતિનો તાર, લાયક સમકિત, ક્ષાયક સમ્યક્ દર્શન, એ સિદ્ધ ભગવાનના આઠ ગુણોમાંનો એક ગુણ. એટલે ૧૮ સિદ્ધ દશા અહીં ઉત્પન્ન થાય છે.
એટલે આપણે પ્રતીતિ બેસવી જોઈએ. ‘આપણે કોણ છીએ' એવી પ્રતીતિ બેસે એટલે છુટકારો થઈ જ ગયો. પ્રતીતિ એટલે વિઝા મળી ગયા મોક્ષના અને પછી ટિકિટ મળી જાય એટલે ઉકેલ આવી ગયો. ટિકિટ ના હોય તોય ભાંજગડ, વિઝા ના હોય તોય ભાંજગડ. બન્ને ભેગું થયું એટલે
જ્યારે તારીખ આપે એટલે જશો. એ તારીખે નહીં નિવેડો આવે તો બીજી તારીખ ગોઠવી દો. પણ આ બે ભેગું થયું કે ચાલ્યું.
જાણ્યું તેની વર્તે પ્રતીતિ ! ‘તે જ્ઞાન કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીતિ.' - શ્રીમદ્ રાજચંદ્ર. જે જ્ઞાન કરીને તમે જાણું, તેની પ્રતીતિ તમને વર્તે. તેને ભગવાને
દર્શન કહ્યું કે આ પ્રતીતિ તમને વર્તે છે. મેં કહ્યું હોય કે આટલી આટલી પાંચ-સાત-દસ ચીજો લખાવું અને તેનાથી તમને આ મરડો મટી જશે. એટલે મેં તમને જ્ઞાન આપ્યું કહેવાય. શેનું ? મરડો મટવાનું. જેમ આ મોક્ષનું જ્ઞાન હોય એવું આ મરડો મટવાનું પણ એક જ્ઞાન હોયને ? હવે એ દવા તમે પછી ફાકો અને મરડો ઓછો થાય એટલે તમને પ્રતીતિ બેસતી જાય કે દવા સારી છે. મને માફક આવી. એવી રીતે આત્મામાં પ્રતીતિ બેસતી જાય. જેમ જેમ અનુભવ થાય તેમ તેમ પ્રતીતિ બેસતી જાય અને પ્રતીતિ સજ્જડ થયા પછી જ કામ થાય, નહીં તો થાય નહીં. પ્રતીતિ સજ્જડ થઈ જવી જોઈએ. એ તમને તો સજ્જડ પ્રતીતિ થઈ છે !
આ પ્રતીતિ બેઠેલી છે. આ જગ્યાએ. હવે એ પ્રતીતિ તમને બેઠી અને પછી ઊંધી બાબતો આવી. મરડો મટવા માંડ્યો એવી પ્રતીતિ બેઠી અને પાછું મહીં લોહી પડવા માંડ્યું. એટલે જે પ્રતીતિ બેઠા પછી અવળુંસવળું થાય પણ સ્થાન છોડે નહીં પછી. જે સ્થાન પ્રાપ્ત થયું છે એ છોડે નહીં. આ પ્રતીતિ બેઠી છે તમારી, એની મૂળ જગ્યા ઉપર બેસે પ્રતીતિ તમારી. હવે બીજું કોઈ ઊંધું બોલનારો આવ્યો, ઊંધું શીખવાડનાર આવી ગયો, તો પ્રતીતિ ઉપર જરા આમ દબાણ આવે, તો આમ આમ વાંકું થાય પણ સ્થાન છોડે નહીં !
ત ભૂલાય અનુભવ કદી ! પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું' તેમ સમજાયું છે, પરંતુ તેનું નિરંતર ભાન રહેતું નથી.
દાદાશ્રી : ભાન શું વસ્તુ છે એ તમને સમજાયું કે કોઈ સિગરેટ પીતો હોય, તે એનો છોકરો મહીં આમ હાથ અડાડવા જાય. હવે આ છોકરાને આ રોગ ક્યારે જશે ? કોઈ પીવે ત્યારે એને આ હાથ અડાડવા જેવું કરતો હોયને આમ આમ કરે. એ તો પછી એક દહાડો એના આમ હાથ પકડી જરા સિગરેટ એડાડી આપીએ. થોડીવાર રહેવા દઈએ, એ ખૂબ દઝાય. પછી એ અનુભવ ભૂલે નહીં આખી જીંદગી. સળગતી સિગરેટનું જરા લાલ દેખાયું કે ભાગે, લાલ દેખાયું કે ભાગે, એનું નામ અનુભવ