________________
શુદ્ધ ઉપયોગ
૨૭૧
૨૭૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના, એવુંય નથી. તે ઇચ્છાય જુદી છે ને ઉપયોગ જુદો છે. ઘણી ફેરા ઉપયોગ બંધેય નથી થતો, ઘણી વખત ઇચ્છા હોય તોય. અંદરનો ફોર્સ કયો છે એ ઉપર આધાર રાખે છે.
પ્રશ્નકર્તા ઃ આપ જમતા હો, અમુક વસ્તુઓ સામે આવી હોય અને આ મારે લેવું છે, આ નથી લેવું એવું નહીં થાય તો..
દાદાશ્રી : અને તે એના ઉપયોગમાં રહીને જમી શકે. પણ બહુ પ્રિય વસ્તુ હોય ત્યારે ઉપયોગ ચૂકે. જ્યારે આ શિંગોડાં ખાવાનું નક્કી કર્યું એટલે ભઈ ઉપયોગ ચૂક્યા’તા.
પ્રશ્નકર્તા : એટલે બહુ પ્રિય એના જેવી વાત થઈ.
દાદાશ્રી : ના, પ્રિય નહીં, પણ સાધારણ પ્રિય છે ત્યારે ઊઠ્યાને એ. નહીં તો ભૂખ નહોતી. જો ભૂખ હોય તો તો આપણે જાણીએ કે ભઈ, ભૂખના માટે ઊઠ્યા'તા. એટલે તો ઉપયોગ રહ્યો કહેવાય. આ તો ઓર્ડીનરી
હતું.
થતું નથી. તોય જાગૃતિ ગણાય. આ તો તન્મયાકાર બધું. અમે વાત તો જમતી વખતે કરીએ જ નહીં કોઈ દહાડોય. વાતો કરે એટલે ઉપયોગ જતો રહે બધો.
પ્રશ્નકર્તા : એ ત્યાં વાતોમાં જાય અમારું.
દાદાશ્રી : હા. પણ એવું ને એવું જ. ઉપયોગ જતો રહે છે અવળો આ લોકોને. તમને ખબર પડીને, ઉપયોગપૂર્વક નથી કેમ જમાતું ?
ઉપયોગ એટલે આપણે કોણ ? જમનાર કોણ ? શામાં જમનારને ઇન્ટરેસ્ટ છે ? જમનારને સ્વાદ ના આવતો હોય તો આપણે કહેવું કે સરસ છે આ ! એ બધું જાણવું પડે, જાગૃતિપૂર્વક. પણ આટલું યાદ રહે, એટલા માટે અમે તમને બોલીએ કે કંઈ યાદ આવે તોય બહુ થઈ ગયું. આ દાદા કહે છે એવું થતું નથી, એટલું કહે તોય બહુ થઈ ગયું. એ ઉપયોગ રહેતો નથી.
પ્રશ્નકર્તા : દાદા, પણ કોઈ ઓળખીતા આવ્યા હોય ને આપણે જમતી વખતે વાત કરતા હોય તો પછી વાત કરવી જ પડે !
દાદાશ્રી : વાત કરવા જાય તો ‘પછી કરજોને નિરાંતે', કહીએ.
પ્રશ્નકર્તા : આ બધા સામસામે બેઠાં હોઈએ. પેલો વાત કર્યા જ કરતો હોય તો આપણે વાત કરવી જ પડે.
દાદાશ્રી : આપણે એમને કહીએ કે એકવાર જમી લો. ઉતાવળ શું છે, પછી આપણે નિરાંતે વાત કરીએ છીએ. કોઈ દહાડો જાગૃતિ રહેલી જમતી વખતે ? પણ એ જાગૃતિ ના રહે પછી. જેની શરૂઆત વાંકી, એને પછી જાગૃતિ ના આવે. પછી ઉપયોગ સ્થિર ના થાય.
પ્રશ્નકર્તા : પણ એ ઉપયોગ તો દરેકે દરેક ક્રિયામાં રહેવો જ જોઈએને, આ શુદ્ધ ઉપયોગ !
દાદાશ્રી : મારું કહેવાનું કે અમુક ક્રિયામાં તો રહેવો જોઈએ, બળ્યો. ખાવામાં એવી જે મોટી મોટી ક્રિયાઓ હોય છે, એમાં તો રહેવો જોઈએ. ઉપયોગ રહે નહીં ને લપટાં પડી ગયેલાં ચિત્ત, બળ્યાં ! બધામાં ના રખાય,
પ્રશ્નકર્તા : જમતા હોય અને કોઈ સાથે વાતો પણ કરતા હોય..... દાદાશ્રી : તે વખતે ઉપયોગ ના રહે, કેમ કરીને રહે ઉપયોગ ?
આમ રહે ઉપયોગ જમતી વખતે... ઉપયોગનો અર્થ શું ? કોણ ખાય છે ? આ ખાનાર કેવી રીતે ખાય છે ? શામાં હુડ હુડ કર્યા કરે છે ? શામાં એ વધારે સ્વાદ લે છે ? શી શી વસ્તુ નથી ખાતા અને ખાય છે ? તેનો સ્વાદ ખરેખર એક્ઝક્ટ શું આવે છે ? એ પોતે પાછો ઉપયોગ એમ રાખે. ઉપયોગપૂર્વક જમવાનું. કોઈનું મેં જોયું નથી કે ઉપયોગપૂર્વક કોઈએ ખાધું હોય. હુડ હુડ જાણે મશીન ચાલ્યું. ખાવું-પીવું બધું ઉપયોગપૂર્વક હોવું જોઈએ. ના થયું તેનો વાંધો નથી પણ આ જાગૃતિ આવે તો કામનું. અમે તો ભૂલને સમી કરવાની ના કહીએ. ફરી ભૂલ ના થાય એવી જરા જાગૃતિ રાખજો. છતાંય ફરી ભૂલ થવાની તમારે. તોય ફરી જાગૃતિ રાખજે કે દાદાએ કહ્યું એવું