________________
શુદ્ધ ઉપયોગ
૨૬૯
૨૭૦
પ્રશ્નકર્તા : તમે ત્યારે એવું બોલેલા કે ‘તમે કહોને કે અમને ઉપયોગ છે, પણ એને ઉપયોગ ના કહેવાય. એ તો લક્ષ કહેવાય તમારું. ઉપયોગ તો બહુ ઊંચી વસ્તુ છે, એ અમને રહે.”
દાદાશ્રી : ઉપયોગ વસ્તુ ઘણી ઊંચી છે. આ લક્ષ કહેવાય. લક્ષ એટલે જાગૃતિ. એટલે આ ઉપયોગ લાવે એવી વસ્તુ, શુદ્ધ ઉપયોગને લાવનારી. એટલે જાગૃતિ ખરી, પણ આ શુદ્ધ ઉપયોગને લાવે. ઉપયોગ તો ક્યારે કહેવાય કે આ નહાવું હોય તો આમ આમ હાથ ફેરવવો પડે ને આમતેમ થાય, એટલે ત્યાં આગળ પછી ઉપયોગ ના રહે. નીરુબેન નવડાવે તોય અમને ઉપયોગ રહે. એ પગ ધોવડાવે તે ઘડીએ હું ઉપયોગમાં રહી શકું અને આપણા આ જગતના લોકો શું કરે છે ? એ હવા આવી, તેમાં મસ્તાન થઈ જાય. બસ એવું જ, ઉપયોગ ચૂકે !
પ્રશ્નકર્તા : પણ નીરૂબેન દાદાને નવડાવતા હોય. તે વખતે નીરુબેન જે કરી રહ્યાં છે, નવડાવી રહ્યાં છે, તો એના પર એમનો પોતાનો ય ઉપયોગ હોયને ?
દાદાશ્રી : એ એમનો ઉપયોગ તે સારો હોય. એ તો એમને બહુ ફાયદાકર્તા હોય. એમને તો ઉપયોગ સારો જ હોયને ! એ પૃથક્કરણ ના હોય તોય છે તે મારું કહેવાનું, એમ ને એમ જ સરસ રહે. ઉપયોગ રહેને !
એવું છે ને, શુદ્ધ ઉપયોગ માટે આ પેલા લોકોએ શોધખોળ કરી કે ભઈ, આ મૂર્તિઓને નવડાવો-ધોવડાવો. તમારે ત્યાં બ્રાહ્મણો નથી ધોવડાવતા ? આ શુભ ઉપયોગ. અને સાચી મૂર્તિને ધૂએ, સાચી જીવતી મૂર્તિને નવડાવે એ શુદ્ધ ઉપયોગ કહેવાય. પેલો શુભ ઉપયોગ કહેવાય.
પ્રશ્નકર્તા : દાદા, આ દાદાની વાણી ઉતારતા હોય, એમાં ઉપયોગ જેવું કંઈ હોય ?
દાદાશ્રી : ઉપયોગ જ કહેવાયને ! એ શુદ્ધ ઉપયોગની બિગિનિંગ થઈ, શુદ્ધ ઉપયોગ ના ગણાય. આ શુદ્ધ ઉપયોગમાં લાવનારો આ ઉપયોગ.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એટલે આ ઉપયોગ શુદ્ધ ઉપયોગને લાવશે.
દાદાશ્રી : હા, લાવશે. જેમ કોલેજમાં બેઠો, તે છેવટે પ્રોફેસર થવાનો. એટલે બહુ, એ તો દાદાની વાણી ઉતારે, એ તો બહુ સારામાં સારું. તને અંદર છપાઈ જશે. એ છપાઈ ગયેલું, એ બધું પછી જાય નહીં જ્ઞાન. એ તો જ્યારે જરૂર પડે ત્યારે હાજર થાય. અત્યારે તું યાદ કરવા જાઉં, એમાંનું યાદ ના આવે, જરૂર પડે ત્યારે હાજર થાય કે દાદાએ આવું કહ્યું છે..
આમ ચૂકાય ઉપયોગ ખાતી વખતે ! પ્રશ્નકર્તા : આપ તો નિરંતર સમાધિમાં રહો છોને, ઉપયોગમાં જ હોવ છોને આપ ?
દાદાશ્રી : ઉપયોગનું ફળ સમાધિ. એટલે સમાધિમાં રહેવાની જરૂર નહીં. ઉપયોગમાં જ રહો. સમાધિ કરવાની જરૂર નહીં. ઉપયોગમાં રહો તો એનું ફળ સમાધિ. સમાધિ એ ફળ છે.
પ્રશ્નકર્તા : હા, હવે આપ ઉપયોગમાં હતા, શિંગોડા ખાવાની ઇચ્છા થઈ એ ઉપયોગમાં રહીને ?
દાદાશ્રી : ના, એ ઉપયોગ બંધ થયો.
પ્રશ્નકર્તા : તો એ વખતે ઉપયોગમાં રહીને ત્યાં શિંગોડા ખાવાની ઇચ્છા નહીં ?
દાદાશ્રી : ના, ના. એ ઉપયોગ બંધ થયો.
પ્રશ્નકર્તા : ઉપયોગ બંધ થયો, એવું કેમ બને ? દાદાનો ઉપયોગ તો ચાલુ જ હોયને ? - દાદાશ્રી : બે ઉપયોગ હોઈ શકે નહીં. એટ એ ટાઈમ બે ઉપયોગમાં હોઈ શકે નહીં. કેટલાક પ્રસંગમાં હોય ને કેટલાક પ્રસંગમાં ના હોય, પણ શિંગોડાંના પ્રસંગમાં તો મને ઉપયોગ નહોતો રહ્યો.
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ થયો કે જ્યારે પણ આવી ઇચ્છાઓ થાય ત્યારે ઉપયોગ બંધ થઈ જાય ?