________________
શુદ્ધ ઉપયોગ
૨૬૭
૨૬૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
જુદો સદા ગાતારો, સાંભળતારો તે જાણતારો !
તું ગાઉં છું ખરો પણ સાંભળતો નથીને ? સાંભળવું ના જોઈએ? પોતે ગાય ને પોતે શબ્દેશબ્દ સાંભળે, તો અક્રમ વિજ્ઞાનમાં આવ્યો કહેવાય. ગાનાર જુદો, સાંભળનાર જુદો અને જાણનાર જુદો. જાણનાર જાણે કે આણે બરાબર શબ્દેશબ્દ આટલા શબ્દ સાંભળ્યા નથી હજુ. તમે તો ખરા એકલા ગા ગા કરો છો, લોટ ભૈડીએ તો હાંડવો બને એનો તો !
એમ કરને, પદો વાંચવાનું રાખો આજ. આજ બધા એ અભ્યાસ કરો. આંખો મીંચીને “નમો અરિહંતાણં', અક્ષરે અક્ષર વંચાય, તે “નમો સિદ્ધાણં, નમો આયરિયાણું.... તે “નમો ભગવતે વાસુદેવાય, નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ' ત્યાં સુધી વાંચવું અને પછી મહીં શી ભૂલ થઈ હોય, તે પછી બીજી વખત એ કાઢી નાખવી. આજે એ કરો, જુઓ આત્મા હાજર થઈ જશે. વાંચનાર તે ઘડીએ આત્મા છે.
પ્રશ્નકર્તા : વાંચનાર આત્મા છે.
દાદાશ્રી : એ તો પછી વધારાનું. પણ આ હું ના દેખાઉં ને પેલું વંચાય તોય બહુ થઈ ગયું. ચોખ્ખું-પ્યોર વંચાવું જોઈએ. પ્યૉર શબ્દ હ્રસ્વઇ, દીર્ઘઈ બધું કમ્પ્લિટ, દાદાને તો દેખવાનો બીજો રસ્તો હોય છે, પણ આવું વાંચતી વખતે એની મહીં ભેળસેળ ના કરવું. આ બધું દેખવાનું રાખવું. હ્રસ્વઇ-દીર્ઘઈ, ટૂંકું, બધું શબ્દેશબ્દ. જે બોલે એ બધું તું વાંચી શકે ખરો ? તો એ ઉપયોગપૂર્વક બોલ્યા કહેવાય.
પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી નવકાર કરવા હોય તો કેવી રીતે બોલવા?
દાદાશ્રી : નવકાર ‘આપણે’ કરવાના નહીં. આપણે જાણવાનું કે કોણ કરે છે અને બરોબર ના કર્યા હોય તો અરીસામાં જોઈને ચંદુભાઈને કહેવું જોઈએ. બાકી, નવકાર કરવામાં કોઈ વાંધો નથી પણ આત્મારૂપ રહેવું તે વખતે.
અંતે એ લાવે શુદ્ધ ઉપયોગ ! આપણને એવા ઉદય આવશે. એક એક દહાડાના અપવાસ કરે, એકટાણાં થાય, એવા ઉદય આવશે. પણ એ ઉદય પ્રમાણે કરવાનું. આપણે ખેંચી લાવીને કશું કરવાનું નહીં.
ઉદય આવે તો ઉપવાસ કરવાનો. અને પછી આખો દહાડો શુદ્ધાત્માનો ઉપયોગ રાખવો. ભગવાને કહ્યું છે કે શુદ્ધ ઉપયોગપૂર્વક જો એક જ ઉપવાસ થાય, તો કલ્યાણ થઈ જાય. અને ઉપયોગ વગરના ઉપવાસને ભગવાને ઢોરલાંઘણ કહ્યું છે.
વધારે ખઉં ત્યારે શું થાય ? એવું જ થઈ જાય, નહીં ? તારેય થાય એવું, દૂધપાક વધારે ખઉં ત્યારે ?
પ્રશ્નકર્તા : ઉપયોગ ના રહે બરોબર. એક વખત તમે કહ્યું'તું, જમતી વખતે વાતો કરો તો ઉપયોગપૂર્વક જમાય જ નહીં.
દાદાશ્રી : શી રીતે જમાય ? જમવાનું ઉપયોગપૂર્વક હોવું જોઈએ કે મહીં શું શું છે ?
દાદાશ્રી : હા, વાંચનાર. એક એક પદ કરી જુઓને ! આંખો મીંચીને આમ, ‘નમો ભગવતે વાસુદેવાય” દેખાય છે કે નહીં બરાબર ? એટલે બધાય અક્ષર દેખાશે પછી. દેખાય છે ?
પ્રશ્નકર્તા ઃ દેખાય છે દાદા.
દાદાશ્રી : મહીં પેઠા હોય એટલે તો આ શુદ્ધાત્માનો ઉપયોગ કહેવાય છે. આ ધ્યાન ના કહેવાય. એક કલાક સુધીની આવી વસ્તુ ગોઠવેલી હોયને તો એક કલાક સુધી વાંચ્યા કરીએ તો બહુ થઈ ગયું, એ તો મોટામાં મોટો ઉપયોગ. આ તો અમે જે કરીએ, તે તમને દેખાડી દઈએ. અમે જે કરતા હતા, એ બધું દેખાડી દઈએ. હેન્ડલ તો મારવું જ પડેને !
તમે તો અત્યારે જ્ઞાતા-દ્રષ્ટા રહો છોને તે કેવું, આ સ્થળ ભાગમાં રહો છો. આ સૂક્ષ્મમાં જવું પડશે.
પ્રશ્નકર્તા ઃ આંગળી લખે, આંખો વાંચે અને તમે દેખાવ એવું થાય છે.