________________
શુદ્ધ ઉપયોગ
૨૬૫
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દ્રષ્ટા તરીકે રહેવાનું, કે આ ચંદુભાઈનું મન શું કરી રહ્યું છે, બુદ્ધિ શું કરી રહી છે. શુદ્ધ ઉપયોગમાં રહો એટલે વીતરાગ રહી શકે છે.
પ્રશ્નકર્તા: એ શુદ્ધ ઉપયોગમાં જ્યારે હોય ત્યારે મનમાં પાછા કો'ક વખત કંઈ વિચારો આવેય ખરા.
દાદાશ્રી : તેનો કંઈ વાંધો નહીં. એ છોને આવે ને જાય, મહીં વખતે ચઢી બેઠા હોય તો ય વાંધો નથી. પણ આપણે શુદ્ધ ઉપયોગ ન ચૂકવો જોઈએ.
પ્રશ્નકર્તા: પણ એમાં જે વિચારો આવ્યા એ પછી જોવાના જ રહે છેને, એમાં તદ્દરૂપ થાય તો મુશ્કેલી ઊભી થાય છે.
દાદાશ્રી : ના, જોવાના વખતે નાય બને. જોવાના વખતે તો ઉપયોગ જ છે, પણ વખતે કેટલીકવાર જોવાનું ના બને. તદુંરૂપ સહેજ થઈ જાય, પણ તેથી કંઈ બગડતું નથી. એ તો પૂર્વકર્મ બહુ જાડું હોયને તો એને પોતાને બહુ ગુંલાટ હઉ ખવડાવી દે. પણ તેથી કંઈ નવું કર્મ બંધાતું નથી.
સામાયિક સમયે ઉપયોગ ! પ્રશ્નકર્તા: આપણે જે કંઈ સામાયિક કરીએ છીએ, જે કંઈ વિચારો આવે, એને જોયા એનું પરિણામ શું આવે છે ?
દાદાશ્રી : એનાથી શુદ્ધ ઉપયોગ રહે. વિચારને જોવો એ જ આપણો જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ. પોતાના સ્વભાવમાં આવ્યા, એનું નામ શુદ્ધ ઉપયોગ કહેવાય. એટલે એ સામાયિકમાં જો કદી તમે વિચારોને જુઓ તો પછી શુદ્ધ ઉપયોગમાં છો જ.
પ્રશ્નકર્તા : દાદા, સામાયિક વખતે કેવો ઉપયોગ રહે ?
દાદાશ્રી : સામાયિક વખતે ય ઉપયોગ જાગૃતિ સારી રહે. બીજું શું ? ઉપયોગ જ કહીએ છીએ આપણે એને.
પ્રશ્નકર્તા : ખરી રીતે તો એ ઉપયોગ નથી જ ને, દાદા ? દાદાશ્રી : ખરી રીતે તો ઉપયોગ ના કહેવાય. એટલે શુદ્ધ ઉપયોગ
એ બહુ જુદી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : દાદા, આપને કેવો ઉપયોગ રહે છે ?
દાદાશ્રી : એ તો ઉપયોગ ઓર જ જાતનો. એ તો આત્મચારિત્ર કહેવાય ! એ તો તમને ના રહે પણ એમ માનો કે અમુક કક્ષાનો, તમારી કક્ષાનો તો રહેજે !
પ્રશ્નકર્તા : એ શું હોય ? એ જરા કહો તો ખરા. દાદાશ્રી : આત્મા એ દરઅસલ સ્વરૂપે હોય.
પ્રશ્નકર્તા : આ કહે છે, મને આવું રહ્યું. આ પ્રસંગમાં. તો આપને શું રહે ?
દાદાશ્રી : બહુ ઊંચું. એ હાલે જ નહીંને ! કશું હાલે જ નહીં, પૃથક્કરણ થયા કરે. આ ખાનાર કોણ ? ને એવું તેવું હોય નહીંને કશું. બધી એક્ઝક્ટનેસ હોય.
એણે પેલા ભાઈ બેઠા હોય, તું અહીં બેઠો હોય. એક ફેરો એમને જોઈ લીધા પછી છે તે, એ ત્યાં બેઠેલા છે એવું તને ખબર જ પડેને ?
પ્રશ્નકર્તા : હા. ખબર જ પડી જાય.
દાદાશ્રી : પછી વારેઘડીએ એને ત્યાં તપાસ કરે નહીં કે એ ભાઈ બેઠા છે કે નથી બેઠા ? કોણ બેઠું છે, કોણ નહીં ?
પ્રશ્નકર્તા : એ તપાસ ના કરવી પડે.
દાદાશ્રી : એટલે ‘હું મારી સીટ ઉપર, એ એની સીટ ઉપર. આ અંબાલાલ એમની સીટ ઉપર, બધું પોતપોતાની સીટ ઉપર જ હોય. આઘાપાછા નહીં, એક્ઝક્ટનેસ હોય. તમારે એ તો મશીનરી ચાલુ થઈ ગઈ. એટલે ખાનાર કોણ ? ફલાણું કોણ ? આમ કોણ ? તેમ કોણ ? એ જાગૃતિ બધું દેખાડે. આગળ પછી તો એક્કેક્ટનેસ જોઈએને ? એવું કશું તો વિચાર જ ના આવવા જોઈએ. એવું કૂદાકૂદ પરિણામ ના હોય.