________________
શુદ્ઘ ઉપયોગ
ફાયદો થાય. બીજું બહારનું ગ્રહણ કરવાનું બંધ થઈ જાયને ! બહારની કોઈ અડચણ બંધ થાય અને અહીં આગળ ધીમે ધીમે ઘસાતું જાય. જોડે રહેવાનું મળી આવે તો સારુંય ખરું. બહારનું તો બગડે નહીંને ! બીજો પણ દુરુપયોગે ય બંધ છે ને ? એને આ જ્ઞાની પુરુષની હાજરીમાં જે ધોવાય, એમ ને એમ વગર ઉપયોગે જે ધોવાશે એ સાચું. અને કો'ક દહાડો એનો અમલ તો આવશેને ?
પ્રશ્નકર્તા : હાજરીમાં તો ધોવાય જ ને ?
દાદાશ્રી : અમલમાં આવે કો'ક દહાડો. એ કચરો એકદમ ઓછો થઈ જાયને એકાવન ટકા. તો પછી પોતાની શક્તિ એ આની લગામ હાથમાં આવે. પછી ઝપાટાબંધ ચાલે પાછું.
૨૬૩
પ્રશ્નકર્તા : વગર ઉપયોગે ધોવાય અને ઉપયોગપૂર્વક ધોવાય, એમાં શું ફેર ?
દાદાશ્રી : બહુ ફેર. ઉપયોગપૂર્વક ધોવાય એ સંપૂર્ણ શુદ્ધ હોય અને પેલું પછી પાછું ફરી ધોવું પડશે. ધોવાનું એ સહેલું પણ એ કેવું આવશે ? અમથું એક ફેરો આ સાબુવાળા પાણીમાં નાખીને છબછબાવી નાખવાનું. એટલે વાંધો નહીં, ચોખ્ખું થયેલુંને !
આ છે સ્થૂળ સ્વરૂપે, શુદ્ધ ઉપયોગ !
પ્રશ્નકર્તા : દાદા, ઉપયોગપૂર્વક ધોવાય એટલે સહજ કહેવાય ? દાદાશ્રી : સહજ નહીં. સંપૂર્ણ જાગૃતિપૂર્વક ઉપયોગ હોય. પ્રશ્નકર્તા : ખરેખર જે ઉપયોગ રહેવો જોઈએ એ કેવો હોય ?
દાદાશ્રી : એ તો બહુ જુદી વસ્તુ છે. આ સ્થૂળ આવ્યું છે એ સારું છે. લોકોને સ્થૂળ ઉપયોગે ય ક્યાં છે ?
પ્રશ્નકર્તા : સ્થૂળ ઉપયોગ એટલે પોતાની પ્રકૃતિને મન-વચન
કાયાને જોયા કરવા એ ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : અમારા શબ્દોથી ઉપયોગ લીધેલો તે, આજ્ઞાથી. આજ્ઞાથી રહે એ. પેલો તો ઉપયોગ બહુ જુદી જાતનો હોય.
૨૬૪
પ્રશ્નકર્તા : પણ દાદા, એ ઉપયોગ તો ખાલી જ્ઞાની પુરુષને જ હોયને ? દાદાશ્રી : બીજા કોને હોય તે પણ ? સહેલી વસ્તુ નથી આ. સ્થૂળ જ નથી રહેતોને લોકોને ! સ્થૂળનું જ ઠેકાણું નથી.
પ્રશ્નકર્તા : જે શુદ્ધાત્માના દર્શન કરીએ એ સ્થૂળ ઉપયોગમાં જ ગણાય ? દાદાશ્રી : ત્યારે બીજું શું કર્યું કહેવાય ? એ તો આજ્ઞાપૂર્વક છેને ! પ્રશ્નકર્તા : એટલે અવલંબન છે, દાદા ?
દાદાશ્રી : એ અવલંબન નહીં, શબ્દ જ છે આ તો. બીજું શું છે તમને ? શબ્દનું ફળ મળે છે. બાકી એમાં આત્માને શું લેવાદેવા ? આત્મા એથી કંઈ જોયો-જાણ્યો ? પણ એનું ફળ મળે છે એટલે આનંદ થાય છે. એટલે આપણને આત્માની ખાત્રી થઈ ગઈ કે ભઈ, પ્રતીતિ છે જ, ચોક્કસ છે. સ્થૂળ ઉપયોગ તો બહુ સારો. આ તો તારા જેવા બહુ થોડા પાળે છે. શુદ્ધ ઉપયોગ સ્થૂળ કહેવાય.
તો ય એ શુદ્ધ ઉપયોગ !
ઉપયોગ શુદ્ધ રહેવો જોઈએ કે આ શુદ્ધ છે, હું શુદ્ધ છું. કોઈ કર્તા નથી. હું કરતો નથી એવો શુદ્ઘ ઉપયોગ રહેવો જોઈએ. કો'ક કરે છે એ
માનીએ તોય ઉપાધિ.
અક્રમ વિજ્ઞાન જેને પ્રાપ્ત થયું, તેને ચોવીસે કલાક નિર્જરા હોય. તે વડોદરેથી ત્યાં ગાડીમાં બેઠા, એ ત્યાંથી નિર્જરા શરૂ થઈ. એ નિર્જરામાં તમે બીજું ગમે તે કામ કરી શકો. જેમ ગાડીમાં બેઠેલો માણસ ગમે તે વાંચે, નાસ્તો કરે તોય ગાડી અમદાવાદ જઈ રહી છે.
પ્રશ્નકર્તા : એવી રીતે નિર્જરામાં ગમે તે કામ કરી શકાય ? દાદાશ્રી : હા. એવું આમાં વ્યવહાર ચાલ્યા કરે અને તમારે જ્ઞાતા