________________
શુદ્ધ ઉપયોગ
૨૬૧
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : વચ્ચે એટલે કેવી દશા એ ?
દાદાશ્રી : સંતોષકારક થાય નહીં અને આવું લટકી લટકીને જવાય નહીં. વચ્ચેની દશા. ગૂંચવાડા ગૂંચવાડા ખાલી. એટલે ઉપયોગ આમાં બગડ્યા કરે.
અવતારો વધે ટી.વી.ના મોહથી ! પ્રશ્નકર્તા : દિવસમાં બે-ત્રણ કલાક આપણે ટેલિવિઝન જોઈએ એ શું કહેવાય, દાદા ?
દાદાશ્રી : એ ટેલિવિઝન તો જોવાય જ નહીં. એ જોઈએ એટલે બસ ત્યાં જ ઉપયોગ રહે. બે ઉપયોગ રહે નહીં તમને. અને જોવામાં હંમેશાં બે ઉપયોગ થાય નહીં. સાંભળવામાં બે ઉપયોગ થાય, કાન વાસી નખાય. ટેલિવિઝન તો જોવાય જ નહીં.
પ્રશ્નકર્તા : અને ઈન્ડિયન મૂવીયે ના જોવાય ?
દાદાશ્રી : કશુંય જોવાય નહીં. ટી.વી. તો આંખોની શક્તિ તોડી નાંખે છે. અને આંખો ખેંચવાની થાય, આંખોનું જ્યાં ખેંચાણ થાયને ત્યાં આખુંય શરીર ખેંચાતું હોય, એટલે ઉપયોગ રહે નહીં બીજી જગ્યાએ.
અને મોક્ષની ઉતાવળ ના હોય તો ટીવી જોવાનો વાંધો નથી, હજુ પચાસ-સો અવતાર કાઢ્યા પછી જવું હોય તો વાંધો નથી.
પ્રશ્નકર્તા: ટી.વી. જોવું ને એ બધું તમે કહ્યું કે જુઓ ને જાણો અને પછી એની મેળે ખરી જાય તો એ ખરું કે આ છોડી દેવું એ ખરું ?
દાદાશ્રી : ટી.વી.-બીવી ના હોય આમાં. છોકરાં ટી.વી. જોતાં હોય તો એ આંખોને ખરાબ કરનારું છે. અને જોતાં હોય તો આપણે એને જરા ઠપકો આપવો. ઠપકો એટલે કહીએ તમે ચંદુભાઈ આવો ટાઈમ શું કરવા બગાડો છો ?
પ્રશ્નકર્તા : આ છોકરાંઓને નોલેજ માટે, પેલું વાઇલ્ડ લાઈફનું આવતી હોય, નેચરનું આવતું હોય, ન્યૂઝ આવતા હોય એના માટે.
દાદાશ્રી : એ બરોબર છે. છોકરાં જુએ, આપણે દેખાડીએ ખરાં, પછી ઊઠીને આપણે આપણા કામમાં પેસી જવું. એને રાગે પાડી આપીએ.
મોક્ષની ઉતાવળ ના હોય ત્યાં વાંધો નહીં !
પ્રશ્નકર્તા : પત્તા રમવા, રમી રમવું અને ટી.વી. જોવું એનાથી કયું કર્મ બંધાય ?
દાદાશ્રી : બળ્યું, અજ્ઞાન કર્મ, બીજું કયું કર્મ ? દર્શન મોહનીય. પ્રશ્નકર્તા : દર્શન મોહનીય બંધાય, આવરણ આવ્યા કરે ?
દાદાશ્રી : જ્ઞાન આવરાય, જ્ઞાન બધું ઊડી ગયું ને દર્શન મોહનીય આવી ગયું. એનાથી તો ઊભું થયું છે જગત.
દાદા જોડે નિરંતર રહી શકે ઉપયોગવાળો જ !
એટલે અમે કહીએ છીએ કે મારી જોડે તો નિરંતર ઉપયોગવાળો હોય એ રહી શકે. જેને ઉપયોગ જ ના હોય, તે શી રીતે રહે મારી જોડે ? ઉપયોગવાળો હોય એને અમારી જોડે સારું ફાવે. નહીં તો કો'ક દહાડો આવે ને અઠવાડિયે એક દહાડો તે બહુ લાભ ઊઠાવે. કારણ કે ઉલ્લાસ વ્યાપી જાયને ! અને ભૂખ્યો માણસ સાત દહાડે જમવા બેસે, એને કેવું હોય ?
પ્રશ્નકર્તા : દાદાની સાથે રહેવામાં જે ઠંડક વર્તાય, એને હિસાબે ઉપયોગ ચૂકાઈ જાય છે ?
દાદાશ્રી : એ તો અહીં પેલી ઠંડક વર્તને એટલે ઉપયોગ રહે નહીંને ! પ્રશ્નકર્તા : ઠંડક તો ઉપયોગમાં હોય તો જ વર્સે કે નહીં ?
દાદાશ્રી : ના. એટલે એ ઉપયોગમાં હોય તો વર્તે, નહીં એવું નહીં. પણ આ ઠંડક જ્ઞાની પુરુષના સાનિધ્યથી વર્તે જ.
પ્રશ્નકર્તા : એ ઠંડક વર્તે એટલે એની જાગૃતિ મંદ થઈ જાય ?
દાદાશ્રી : ત્યારે બીજું શું થાય ? કશી પ્રગતિ ના માંડે. એવર જાગૃત હોય તે અમારી જોડે રહે તો વાંધો નહીં. નહીં તો ઝાઝે દહાડે