________________
શુદ્ધ ઉપયોગ
૨૭૩
૨૩૪
પણ આ જમતી વખતે તો ઉપયોગ રહેવો જ જોઈએ. પછી બોલતી વખતે ઉપયોગપૂર્વક જ બોલવું જોઈએ.
પ્રશ્નકર્તા : આ જમતી વખતે આ બોલવા ગયા એટલે ઉપયોગ ચૂક્યા. હવે એવી સમજણ ન હોય તો એવા ખ્યાલમાં જ રહેવાય કે આપણને જ્ઞાનમાં બરોબર રહેવાય છે, જાગૃતિમાં રહેવાય છે. પણ આવી બધી વચલી ભૂલો ખબર ન પડે.
દાદાશ્રી : બધી બહુ ભૂલો. આ તો નરી ભૂલો જ થવાની. જાગૃતિ તો તને જાગૃતિ આપે, પણ બીજી નરી ભૂલો જ છેને ! એટલે આ અમે વાતચીત કર કર કરીએ છીએ. ભૂલ ખબર પડે તો પાછું જાગૃતિ ત્યાં જાય. ખબર ના પડે ત્યાં સુધી તો એમ ને એમ અંધેર જ રહે. એટલા માટે આ ટકોર ટકોર કરીએને ! એમાંથી કંઈક તમારી ભૂલો પકડાઈ જાય તમને ને ચેતતું રહેવાય.
ઉપયોગ ઉપર ઉપયોગ ! પહેલો ઉપયોગ એટલે જે શુદ્ધ ઉપયોગ છે તે છે. એ ઉપયોગ એટલે પોતાની જાતને શુદ્ધ જોવી, બીજાને શુદ્ધ જોવા, આજ્ઞામાં રહેવું એ બધું શુદ્ધ ઉપયોગ કહેવાય. અને એ શુદ્ધ ઉપયોગની ઉપરે ય ઉપયોગ રાખે કે શુદ્ધ ઉપયોગ કેવો વર્તે છે ! એ કેવળજ્ઞાન કહેવાય ને પહેલો શુદ્ધ ઉપયોગ કહેવાય. ઉપયોગ ઉપયોગમાં એ કેવળજ્ઞાન છે.
શુદ્ધ ઉપયોગ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને ઉપયોગ ઉપયોગમાં એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, કેવળજ્ઞાન સ્વરૂપ કહેવાય. શુદ્ધ ઉપયોગની જે જાગૃતિ છે તેની ઉપરેય જાગૃતિ એ કેવળજ્ઞાનની જાગૃતિ છે, છેલ્લી જાગૃતિ છે. ‘જ્ઞાની’ની જાગૃતિ એ શુદ્ધ ઉપયોગ કહેવાય અને તેના ઉપરની જાગૃતિ એ કેવળજ્ઞાનનો ઉપયોગ કહેવાય. અમને જાગૃતિ પરની જાગૃતિ રહે, પણ જેવી તીર્થંકરને રહે એટલી બધી ના રહે.
તીર્થકરોએ દર્શાવેલ શુદ્ધ ઉપયોગની વાટે... ભગવાન મહાવીર શુદ્ધ ઉપયોગમાં રહેતા હતા. નિરંતર ચોવીસે
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) કલાક. આપણા મહાત્માઓને શુદ્ધ ઉપયોગ આવે તે કેવું, તડકો પડેને મહીં, એવું થોડીવાર આવે, પાછો જતો રહે. થોડીવાર આવે ને જતો રહે. અને જગતનાં લોકોએ તો શુદ્ધ ઉપયોગ સાંભળ્યોય ના હોય ને જોયોય ના હોય. આ તો આપણે અહીં આગળ આ જેટલાને જ્ઞાન આપ્યું છેને તેને શુદ્ધ ઉપયોગ. બાકી બીજાને તો સાધુ-આચાર્યો હોય તોય શુદ્ધ ઉપયોગ જોયો ના હોય. શુદ્ધ ઉપયોગ તો આત્મા પ્રાપ્ત થયા પછી હોય. આ તો જ્ઞાની પુરુષ એકલાને હોય. ક્રમિક માર્ગમાં ઠેઠ સંપૂર્ણ જ્ઞાન થાય, તે દા'ડે શુદ્ધ ઉપયોગ હોય. નહીં તો એમના જ્ઞાનીઓનેય શુદ્ધ ઉપયોગ તો થોડી-ઘણીવાર રહે, બાકી રહે નહીં. કારણ કે શુદ્ધ ઉપયોગમાં આત્મા સંપૂર્ણપણે જાણવાની જરૂર છે. સંપૂર્ણપણે આત્મા જાણ્યો ક્યારે કહેવાય ? અહંકાર જાય ત્યારે સંપૂર્ણ આત્મા થાય ત્યારે એ જાણ્યો કહેવાય. જેટલો અહંકાર છે એટલો આત્મા જાણ્યો નથી. એ તો ક્રમિક માર્ગનાં જ્ઞાનીઓનેય અહંકાર હોય. આ ભગવાન મહાવીરનો, ચોવીસ તીર્થકરોનો શુદ્ધ ઉપયોગ. એક ફેરો સમજી લે, પછી ફરી સમજવાની જરૂર હોતી નથી.
નિરંતર શુદ્ધ ઉપયોગ એ જ કેવળજ્ઞાત! મેં જે જ્ઞાન આપ્યું. તે તમને દર્શનમાં પરિણામ પામ્યું. હવે જ્ઞાન છે તે અમારી જોડે બેસશો તેમ તેમ તેટલા અંશે વધતું જશે, તેમ શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થશે. જેટલો શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો એટલું જ્ઞાન છે. એ શુદ્ધ ઉપયોગ સંપૂર્ણ વર્તો નિરંતર, એનું નામ કેવળજ્ઞાન ! સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ તે કેવળજ્ઞાન કહ્યું છે ૩૬૦° નું અને શુદ્ધાત્માનું લક્ષ છે તો એને દસ-પંદર ટકા તો કેવળજ્ઞાન કહેવાય. એને શુદ્ધ ઉપયોગમાંથી કેવળજ્ઞાનના બીજ રોપાયા. અંશ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ સવાંશ થતાં ટાઈમ લાગે, સૌ સૌનાં પુરુષાર્થ પ્રમાણે. જે અમારી આજ્ઞામાં રહે એને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. હવે આજ્ઞા કંઈ અઘરી નથી.
પ્રશ્નકર્તા અને કેવળજ્ઞાનીના બધાં પ્રદેશોનાં આવરણ નીકળી જાય ?
દાદાશ્રી : બધાંય, બધાં ખુલ્લાં ! પણ એ વગર કામનું ના જુએ. નહીં તો ઉપયોગ બગડેને ! એટલે બધે શુદ્ધ જ જુએ.