________________
શુદ્ઘ ઉપયોગ
૨૪૭
સામાયિક-પ્રતિક્રમણ રાખે શુદ્ધ ઉપયોગમાં !
પ્રશ્નકર્તા : આ જે સરપ્લસ ટાઈમમાં એક સામાયિક એવી રીતે કરવાની કે ચંદુભાઈ સવારથી શું કરતો હતો એ બધું જોવું, તો પછી એવી રીતે આપણે આ જોયું, એ શેમાં જાય ? એમાં પછી બધા પેલા દોષો પણ દેખાય, એ દોષો જોવાની પ્રક્રિયા, પ્રતિક્રમણ કરવાની ક્રિયા....
દાદાશ્રી : હા, એ બધું આત્મામાં જાય. પ્રશ્નકર્તા : એ શુદ્ધ ઉપયોગ કહેવાય ?
દાદાશ્રી : હા. આત્મા પક્ષમાં જાય એટલે પછી શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ અને આત્મામાં રહેવું એમાં ફેર એટલો જ કે પેલું ઉપયોગપૂર્વક છે ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે પેલો સામો માણસ ધોલ મારે તો શુદ્ધ ય એ શુદ્ધ આત્મા છે એવું આપણને ના જવું જોઈએ.
પ્રશ્નકર્તા ઃ અને આત્મામાં રહેવું એટલે ?
દાદાશ્રી : આત્મામાં રહેવું એટલે આ હમણે વાત કરી, તે આત્મામાં રહેવું કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે આ બધું અંદર આંખો બંધ કરીને બધું દોષો જોતા હોય, એ બધું.
દાદાશ્રી : એ બધું આત્મામાં રહેવાનું. અને પેલો ઉપયોગ કહેવાય. એ છેલ્લો ઉપયોગ. ધોલ મારનાર કોણ, કોને મારે છે, હું કોણ આ બધું શું છે, એ બધું ખ્યાલમાં રહે, એ શુદ્ધ ઉપયોગ. મારનારનો દોષ, કોનો દોષ છે ? કોણ મારે છે ? કોને મારે છે, તેય તારે જાણવું પડે.
પ્રશ્નકર્તા : એને છેલ્લો ઉપયોગ કીધો.
દાદાશ્રી : હું.
પ્રશ્નકર્તા ઃ તો આવો ઉપયોગ વર્તે એટલે તે ઘડીએ આત્મામાં વર્ષો જ કહેવાય ને ?
૨૪૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એ વાત જ જુદીને ! એની તો વાત જ જુદી. આ ભાઈનો રિવાજ બહુ સારો, કંઈક આવ્યું કે ‘મારું ન્હોય' એમ
કરીને છૂટું.
પ્રશ્નકર્તા : પણ તે ઘડીએ ‘હું કોણ’ એવી પણ જાગૃતિ રાખવી પડે ?
દાદાશ્રી : એ જાગૃતિ હોય જ. મારું નહીં કહેનાર, તે વખતે આ જાગૃતિમાં હોય. ‘મારું ન્હોય' એમ કહો તોય એ જાગૃતિ. કારણ કે આપણે શું તારું ને શું તારું હોય, એ આપણને જાગૃતિ આપી.
કારમાં શુદ્ધ ઉપયોગતી ગોઠવણી !
કોઈ માણસ અમારી આજ્ઞા પ્રમાણે બાર કલાક રહે, તેનું શું ફળ મળે ? પ્રશ્નકર્તા : એકદમ સમાધિમાં રહે.
દાદાશ્રી : એ વાત જ જુદી હોય. કેટલું સરળ છે, ઈઝી છે પણ રહે છે ? ના રહીએ તો બહુ કચાશ કહેવાય ! શુદ્ધ ઉપયોગમાં જ માણસે રહેવું જોઈએ બધે. કામ હોય એટલું કામ કરીને પછી શુદ્ધ ઉપયોગ ! બે કલાક ઉપયોગમાં રહ્યા, તે ઘડીએ શું ફાયદો થાય ?
પ્રશ્નકર્તા : મહાવીર જેવી દશા રહે.
દાદાશ્રી : હવે આવું સરળ કોઈ દહાડો ઉત્પન્ન થયું નથી ત્યારે લોક સરળતાનો લાભ લેતા નથી. શું થાય તે ? કેટલું સરળ છે ?! તમે ગાડીમાં મારી જોડે બેઠાં હતા, તે ઘડીએ વાતચીત ના કરે તો ના ચાલે ? આમ બધું શુદ્ધ ઉપયોગથી દર્શન કરતાં કરતાં જતાં હોય, પણ એવો દ્રઢ નિશ્ચય નથી. એવું કશું નથીને ! તે ઘેર જઈને ગાંઠ વાળે અને આમ જો
કદી ઉપયોગ બહાર જાયને તો પ્રતિક્રમણ કરે. નહીં તો આ સ્થિતિ હોય ?! આ તો કામ કાઢી નાખે એવી સ્થિતિ છે. ઉપયોગ બહાર ગયો કે પ્રતિક્રમણ કરે !
આપણે ત્યાં કશું પૂછવા જેવું રાખ્યું જ નથી. એણે આશા જ