________________
શુદ્ધ ઉપયોગ
૨૪૫
૨૪૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : થાય.
ગોઠવણીપૂર્વક હોય ત્યાં ન હોય મિકેતિક્લ !
પ્રશ્નકર્તા : અમે આ બધી વિધિઓ કરીએ આ સરપ્લસ ટાઈમમાં, તો અમારે આમ મિકેનિકલ જેવું થઈ જાય છે. આમ ઉપયોગ કશું નહીં.
દાદાશ્રી : મિકેનિકલ થાય તો પછી એ વિધિઓ જ ના કહેવાયને ! પ્રશ્નકર્તા : એ મિકેનિકલ ન થવા માટે શું હોવું જોઈએ ?
દાદાશ્રી : એ મિકેનિકલ તમારું થઈ જાય તોય પણ એ મિકેનિકલ આપણે કહેવું ના જોઈએ, થઈ જાય તોય. પછી નહીં તો મિકેનિકલ જ થઈ જશે.
પ્રશ્નકર્તા : આપણે શું કહેવું જોઈએ ?
દાદાશ્રી : આપણે એવું સમજી જવું જોઈએ, કે અહીં કચાશ છે. તો એ કચાશ પૂરી થઈ જાય.
પ્રશ્નકર્તા : અને એ કેવી હોવી જોઈએ ?
દાદાશ્રી : પૂર્ણ જાગૃતિપૂર્વક દેખાવું જોઈએ. આ હું કહું છું ને, લોકોને કે રાતે ધ્યાન કરીને સૂઈ જજો. તે લોકોના મનમાં એમ થાય કે એક્ઝક્ટ મોટું દેખાતું નથી. એક્ઝક્ટ મોટું દેખાતું નથી, એવું હોવું જોઈએ પણ એ કંઈ મિકેનિકલ ના કહેવાય. એનો ટ્રાય છે. મિકેનિકલ તો આપણો ટ્રાય ના હોય એનું નામ મિકેનિકલ.
પ્રશ્નકર્તા : સરપ્લસ ટાઈમમાં આ વિધિઓ શરૂ થાય છે, એ પણ પેલી ગોઠવણી કરી છે ત્યારે જ થાય છે ને ? એટલે એ મિકેનિકલ તો ના જ ગણાય.
દાદાશ્રી : હા, એટલે ગોઠવણી કરેલી છે ને ! એ જો ગોઠવણી આપણે ના કરીએ તો પછી થાય જ શી રીતે ? ગોઠવણી કરીએ એટલે એ જાગૃતિપૂર્વક થાય એટલે પછી એ મિકેનિકલ ના કહેવાય. એમાં દસ ટકાય જાગૃતિપૂર્વક થાયને ?
દાદાશ્રી : તો નેવું ટકા અજાગૃતિ એ પછી મિકેનિકલ ના કહેવાય. મિકેનિકલ તો એની મેળે થયા કરે. આ બધું હરેક કાર્ય કરે છે ને આ જગતના લોકો, એ બધું મિકેનિકલ કહેવાય. જેમાં ભાવ નામનોય નથી.
પ્રશ્નકર્તા : એટલે આ વિધિ થતી હોય, એને મિકેનિકલ નથી એવું માનવાનું ચાલુ કરે, તો....
દાદાશ્રી : મિકેનિકલ થાય જ નહીં, મિકેનિકલ કેવી રીતે થાય ? મિકેનિકલ તો કોનું નામ કહેવાય કે આપણી એમાં કંઈ પણ ડખો-ડખલ ના હોય. આ ફોરેનવાળા બધા જીવે છે એ બધું મિકેનિકલ લાઈફ. એ પોતાની ડખોડખલ નહીં.
પ્રશ્નકર્તા : આ વિધિ મિકેનિકલ થાય એની વાત...
દાદાશ્રી : મિકેનિકલ ના બોલાય. મિકેનિકલ કહેવાય નહીં. મિકેનિકલ બોલવું એ બધું મોટું જોખમ કહેવાય.
પ્રશ્નકર્તા : એ ખરેખર મિકેનિકલ નથી હોતી. દાદાશ્રી : મિકેનિકલ શબ્દ જ ના હોય ને !
પ્રશ્નકર્તા : એટલે એક બાજુ વિધિ ચાલે અને ધ્યાન બીજી બાજુ હોય. વિધિ એક બાજુ ચાલતી હોય અંદર, પણ ધ્યાન આમ ચારે બાજુ ફાંફા મારતું હોય ને એવું બધું હોય આમ.
દાદાશ્રી : એ તો મહીં ખૂચે ખરું ને પણ ? પ્રશ્નકર્તા : ખેંચે.
દાદાશ્રી : એ ખૂંચે તો મિકેનિકલ ના કહેવાય. ખૂંચતું ના હોય ત્યારે મિકેનિકલ કહેવાય, તેય એક્કેક્ટ મિકેનિકલ ના કહેવાય. હેતુ નથીને એવો મિકેનિકલનો. મિકેનિકલ એ જુદી વસ્તુ છે.