________________
શુદ્ઘ ઉપયોગ
દાદાશ્રી : હા, એ પાછું ખરું ને ! જ્ઞાતા-દ્રષ્ટા વગરની વિધિ ના હોય અમારી. ઉપયોગપૂર્વક એટલે ભૂલચૂક થઈ હોય, એ તો પછી ખ્યાલમાં જ હોય. મહીં કોઈનો ફોટો હોય ને, તે ફોટો હઉ એકઝેક્ટ મોઢું દેખાય. ‘નમો અરિહંતાણં' બોલીએ એટલે અરિહંત દેખાય અમને.
૨૪૩
પ્રશ્નકર્તા : નવરા બેઠા ‘હું શુદ્ધાત્મા છું’ અથવા તો ચરણિવિધ વાંચ વાંચ કરું છું, તો એ ઉપયોગ કહેવાય ?
દાદાશ્રી : હા. એ ચરણિવિધ એટલી બધી મોંઢે કરી નાખવી જોઈએ કે બસ, આમ બેઠાં બેઠાં પછી વાંચીએ તો આંખ બંધ કરીને વગર ચોપડીએ શબ્દે શબ્દ વંચાય આમ એના જેવું ઊંચું કોઈ જ્ઞાતા-Àય છે જ નહીં ! તે શુદ્ધ ઉપયોગ કહેવાય ! ચરણવિધિ મોંઢે બોલવી અને જોડે જોડે એને વાંચવી એ બધું શુદ્ધ ઉપયોગ !
પ્રશ્નકર્તા : આ જાણવા મળ્યું એને વાંચવી એ બહુ સારી વાત છે. દાદાશ્રી : હા. એ શેય છે ને આપણે જ્ઞાતા છીએ. અમે આમ જ, અહીં આખો દહાડો બેસી રહીએ છીએ ત્યારે બોલો, શામાં ઉપયોગ રાખવાનો ? અહીં તો કો'ક દહાડો ઘરાકી નાયે હોય. બિલકુલેય ઘરાકી ના હોય ત્યારે ? ઘરાકી હોય ત્યારે ઘરાકીમાં, જો ઘરાકી ના હોય ત્યારે ઉપયોગ શેમાં રાખવાનો ? ત્યારે કહે, ઉપયોગ અમારા બધા બહુ જાતના હોય, એ બધાય શુદ્ધ ઉપયોગ હોય.
કારણ કે શુભ તો અમારી પાસે હોય નહીં. શુભ તો તમારી પાસેય ના હોય. તમે તો બધાંય શુદ્ધ ઉપયોગવાળા છો પણ તમને શુદ્ધ ઉપયોગનો વેપાર કરતાં પૂરું ફાવે નહીં. એટલે કેટલુંક છે તે ઘરાક એમ ને એમ પાછાં જતાં રહે. તમને નફોય મળે નહીં ને એને ઘરાકને પાછું જવું પડે. અને અમને ઘરાક બધું આપીને જાય.
પ્રશ્નકર્તા : આપનો વિશેષ કરીને શેમાં ઉપયોગ રહે ?
દાદાશ્રી : એ તો બધો શુદ્ધ ઉપયોગ જ રહેવાનો અમારો. કશું ના હોય તો ગોઠવણી કરી દઈએ. આવું કશુંક, કોઈ નવવું પડ્યું કે ગોઠવણી
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
કરી દઈએ. જ્ઞાતા-શેયનો સંબંધ નવરો પડવા આવ્યો અને જ્ઞેય દેખાતું બંધ થાય તો આત્માને નવરો મૂકાય નહીં. કારણ કે જ્ઞાયક એ તો પાછું કાયમનું અજવાળું કહેવાય. એમાં શેય ઝળકવું જ જોઈએ. જ્ઞેય ઝળકે નહીં ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ કહેવાય નહીં. એટલે આવું ગમે ત્યાં મૂકી દઈએ અમે, હડહડાટ મૂકી દઈએ. એટલે કલાક-દોઢ કલાક ચાલે અને પછી આ બધાં લોક કહે, ‘તમે શું કરો છો ?” ત્યારે અમે કહીએ કે અમે વિધિ કરીએ છીએ. અમારે રોજ બે-અઢી કલાકની વિધિ હોય આવી. એ વિધિ રાતે બાર વાગ્યા સુધી કરવી જ પડે. દિવસમાંય વિધિ કરવી જ જોઈએ.
૨૪૪
ભીડમાં વિધિ ના થઈ હોય, બહુ ઘરાકી હોય તો રાતે બાર-એક વાગે થાય. કારણ કે ઘરાકી તો આજે આવે ને કાલે ના આવે, તો આપણું પેલું ચૂકી જઈએ. એટલે પેલો હિસાબ તો ચોક્કસ ગોઠવેલો જ રાખવાનો. અજ્ઞાતીનેય હેલ્પ કરે આ વિધિઓ !
પ્રશ્નકર્તા : હવે જ્ઞાન ના લીધું હોય અને એ પણ આ નવ કલમો છે, ત્રિમંત્ર છે, એવા બધામાં આખો દહાડો રહ્યા કરતા હોય, તો એનો સંસાર ખસે છે ?
દાદાશ્રી : એનું તો પેલી રીતે ફાયદો થાય.
પ્રશ્નકર્તા : એટલે એને પુણ્યનો લાભ મળે ?
દાદાશ્રી : ના, પુણ્યનો લાભ નહીં. એનો અહંકાર શુદ્ધ થતો જાય. પ્રશ્નકર્તા : એટલે એને આ વિધિઓ શુદ્ધ થવામાં હેલ્પ કરે ખરી,
અજ્ઞાનીને ?
દાદાશ્રી : હા, એ તો શુદ્ધ જ કરે ને, એને !
પ્રશ્નકર્તા : નહીં તો સંસારમાં રહ્યો એટલે ક્રોધ-માન-માયા-લોભ
રહ્યા કહેવાય.અને આ વિધિમાં રહ્યો એટલે પેલું ક્રોધ-માન-માયા-લોભ ના કહેવાય.
દાદાશ્રી : અહંકાર શુદ્ધ કરેને, કષાયો ઓછા કરેને !