________________
શુદ્ધ ઉપયોગ
૨૪૧
૨૪૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : તો શું ફાયદો કરે ?
દાદાશ્રી : આત્માને નહીં. ને સંસારને નહીં લેવા-દેવા. પેલો કહેશે, અમારે ય લેવા-દેવા નહીં. એટલે શું થાય ? ન્યૂટ્રલ થઈ ગયું. પેલા સંસારને ન્યુટલ કરવા માટે આ રસ્તો છે. આપણને આ લફરું બધું તૂટી જાય, સંબંધ તૂટી જાય, બહારનો. અંદરનો સંબંધ વધારવાની જરૂર નથી, બહારનો છોડવાની જરૂર છે.
પ્રશ્નકર્તા: એટલે વિધિમાં એકાકાર હોય, તે ઘડીએ સંસાર સંબંધ છૂટો પડી જાય છે ?
દાદાશ્રી : બંધ હોય. એ જ હેતુ. એમાં કાળ વધારે જાય એટલે તમારો સંસાર તૂટી ગયો બધો એટલો. છતાંય સંસારના પક્ષનું ય ના કહેવાય અને આત્માપક્ષનું ય ના કહેવાય.
પ્રશ્નકર્તા : પણ આપણે આ વિધિમાં જે બોલાય છે, દાખલા તરીકે નવ કલમો, તો સંસારમાં ઊંધું-છતું જે થયું હોય એના પ્રતિપક્ષી ભાવો આખા છે ને કે ભઈ અવર્ણવાદ ન હો, કઠોર ભાષા ન હો.
દાદાશ્રી : એવું છે ને, સંસારને ખસેડીએ છીએ, એમાં સંસારના ભાવ ના કહેવાય. સંસારને ખસેડીએ છીએ અને આત્મા પ્રાપ્ત કરીએ છીએ એવું નહીં, સંસારને ખસેડાય એટલે આત્મા જ થઈ જવાના છો. તમે છો જ આત્મા. એટલે બેઉ બાજુનું, એક્યનું ભાવ નહીં, નોટ રિયલ, નોટ રિલેટિવ.
પ્રશ્નકર્તા : હવે આ સિદ્ધસ્તુતિ જે બોલાય ‘હું શુદ્ધાત્મા છું' ને ‘અનંતજ્ઞાનવાળો છું', એ બધું શેમાં જાય ?
દાદાશ્રી : હા. આત્મપક્ષમાં જાય.પણ તે તો પેલી વિધિમાં ના બોલવું જોઈએ. નવરાશમાં જે વિધિ બોલાય તે તો બધું આ નવ કલમો, નમસ્કાર વિધિ ને એ બધું આવે. પેલી ચરણવિધિ ના હોય, પેલી ચરણવિધિ તો તમારે વાંચવાની દહાડે. આ બીજી વિધિઓમાં તે ઊંઘેય આવી જાય તમને, તોય ચાલે. ઊંઘ પછી પાછો જાગ્રત થાય તો પેલી વિધિ પાછી ફરી ભેગી થાય તોય ચાલે. પેલી ચરણવિધિમાં ચાલે નહીં, ટુકડા ના હોય એમાં.
પ્રશ્નકર્તા: તો એ ચરણવિધિ ક્યારે કરવી જોઈએ ?
દાદાશ્રી : એ તો દહાડે ગમે ત્યારે જાગ્રત સ્થિતિમાં. તે ઘડીએ તમારે એમ કહેવું, ચંદુભાઈ, કરો ચરણવિધિ.
અને એ આત્મપક્ષના હેતુ માટેની છે, પણ આ બીજી બધી વિધિઓ તો, નમસ્કાર વિધિ, નવ કલમો, એ કોઈ પક્ષમાં નહીં. એ તો આ બધા છૂટ્યા આનાથી, આઉટ ઓફ સંસાર એવો હું છું, કહે છે. ત્યારે આત્મા છો ? ત્યારે કહે, આત્મા તો હતો જ, એમાં મારે શું પૂછવાનું ?! પણ હું આ સંસારથી છૂટું છું !
પ્રશ્નકર્તા: નહીં તો જો વિધિમાં ના રહ્યા હોત તો સંસારના....
દાદાશ્રી : તો બીજામાં જ પેસી જાય. સંસારમાં તો છો જ, સંસારની બહાર નીકળી શકે નહીં. એટલે આ મોટામાં મોટો ઉપાય મેં લીધેલો અને કેટલાંય વખતથી અમારે ચાલ્યું આવે છે, જ્ઞાન થતાં પહેલાંથી આ છે.
અમારે અંદર તરત જ વિધિ ચાલુ હોય. હા, જ્યારે અમે “આમ” મહીંવાળાને નમસ્કાર કરીએ ત્યારે વિધિ ચાલુ, “મહીં” શું હોય, કંઈ હશે ત્યારે ને !
પ્રશ્નકર્તા : મહીં તો ચૌદ લોકના નાથ છે !
દાદાશ્રી : હા, પણ તે અમારી વિધિ મહીં ચાલુ હોય, તારી જોડે વાતો કરતા જઈએ, તે ઘડીએ ચાલુ હોય બધું. એટલે વાતો કરવામાં ટાઈમ ના કાઢીએ પછી બહુ. અમે કશીક વિધિમાં હોઈએ, વાતો મોસ્ટ નેસેસિટી હોય ત્યારે વાત કરીએ, તે ઘડીએ વિધિ બંધ રાખીએ ને કામ લઈએ.
પ્રશ્નકર્તા : બેમાં મુખ્ય કયું કહેવાય ? દાદાશ્રી : મુખ્ય એકેય નહીં. જે વખતે જે બને એ ખરું.
વિધિ કરતાંય જ્ઞાતા-દ્રષ્ટાપણું પ્રશ્નકર્તાઃ હવે વિધિ ચાલતી હોય, એના પણ જ્ઞાતા-દ્રષ્ટા હોયને?