________________
શુદ્ધ ઉપયોગ
૨૩૯
૨૪૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
જ હોય. ઝોકું ના હોય અમારે. તમારે એમ ના માનવું કે ગમે ત્યાં હું ઝોકામાં હોઉં.
પ્રશ્નકર્તા : ના, એવું તો હોતું જ નથી ! એટલે આ બે કામ વચ્ચે જે ટાઈમનો અવકાશ હોય છે, ત્યારે આપની ગોઠવણી કઈ ?
દાદાશ્રી : તે તો હું ખોળતો હોઉં, એ તો જરા મિનિટ વધારે મળે તો સારું, પેલું પૂરું કરી લઉં.
પ્રશ્નકર્તા : તો અમારે કેવી ગોઠવણી કરવી જોઈએ, મહાત્માઓએ ?
દાદાશ્રી : તમારે તો આ રીત અંદર બેસાડી દેવાની. તે ચંદુભાઈને ટૈડકાવાય. ટેડકાવ ટેડકાવ કરવાના આખો દહાડો. મહીં ડિપ્રેશન ના આવે એવું. એની પર નિર્દય નહીં થવાનું, તેમ દયા પણ નહીં રાખવાની. આ તો દયા રાખે, ‘હય, સૂઈ જા, બા’ કહેશે. આખી રાત લાકડું થઈને સૂઈ જાય.
પ્રશ્નકર્તા : બીજી કેવી વિધિઓની ગોઠવણી કરાય ?
દાદાશ્રી : હા. કરી શકાય. વિધિ એટલે કંઈક અમુક જાતનું આ કાર્ય આટલું કરવું છે, કે જે સંસારને લેવા-દેવા ના હોય, આત્માને લેવા દેવા ના હોય, કાર્ય એ વચ્ચેનું એટલે ફ્રી ઝોન.
પ્રશ્નકર્તા : એટલે હમણાં કીધું કે અવકાશને ટાઈમે ચંદુભાઈને ટૈડકાવવો, તો એ આત્માને લેવા-દેવાવાળું કાર્ય કહેવાય ?
દાદાશ્રી : એ તો આત્માને લેવા-દેવા. પ્રશ્નકર્તા : સંસારી પ્રવૃત્તિ હોય, એ સંસારને લેવા-દેવાવાળી હોય. દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : તો હવે એ ફ્રી ઝોનમાં શું કહ્યું ? દાદાશ્રી : ફ્રી ઝોનમાં તો મહીં, અહીંના નહીં ને ત્યાંના નહીં.
પ્રશ્નકર્તા તો આ નમસ્કાર વિધિ કરીએ, ત્રિમંત્ર બોલીએ તો પછી એ આત્મપક્ષનું થયું ?
દાદાશ્રી : એ જે વિધિ કરેને તે આત્મા માટે ના ગણાય અને આ દેહને માટે આ બાજુયે ના ગણાય.
પ્રશ્નકર્તા: તો શું થાય તે વખતે ?
દાદાશ્રી : એ તમારી જાગૃતિ રહેવા માટે કરો છો. ઝોકું ના આવે એટલા માટે કરો છો. એ ઉપયોગરહિત ફળ કહેવાય.
પ્રશ્નકર્તા : હા, તો એ ઉપયોગનું ફળ આત્મપક્ષમાં જાય ?
દાદાશ્રી : એ કંઈ શુદ્ધ ઉપયોગ ના કહેવાય. એ ઉપયોગ એટલે જાગૃતિ જ ખાલી. દીવો સળગતો રાખવો એટલું જ. એટલે ન પેલી બાજુ ગણાય, ના આ બાજુ ગણાય એવું.
પ્રશ્નકર્તા : અને આ ટેડકાવું એમાં ? દાદાશ્રી : ટૈડકાવું એ તો ચોખ્ખું તું આ બાજુ જ થયોને ! પ્રશ્નકર્તા : એટલે આત્મપક્ષી ?
દાદાશ્રી : હં. અમારે આવી વિધિ રહેવાની, બે-ત્રણ કલાકની આખા દિવસમાં. નહીં તો અમારે ચોવીસ કલાક શી રીતે કાઢવા, શેમાં કાઢવાના ?
પ્રશ્નકર્તા : આપની જે વિધિ હોય છે એ પેલું ફ્રી ઝોનની, આત્માપક્ષનું ય નહીં ને સંસારપક્ષનું ય નહીં એવી કઈ વિધિ ?
દાદાશ્રી : આ નવ કલમો ને નમસ્કાર વિધિ, એ બધી અમારી વિધિ જ બહાર પડેલી છે. એ અમારે રોજેય બોલાતી હોય.
પ્રશ્નકર્તા : એ આત્મપક્ષની થઈને કે નહીં ? દાદાશ્રી : આત્માને શું લેવાદેવા ? પ્રશ્નકર્તા : તો પછી પેલું સંસાર ચોખ્ખો કરે એવી કહેવાય ? દાદાશ્રી : સંસારને શું લેવાદેવા ?