________________
શુદ્ધ ઉપયોગ
૨૩૩
દાદાશ્રી : આ ક્લિનર આવો કેવો છે ? જો, આ લોકો આમ ધક્કા મારે છે, લોકોને આમ કરે છે. જાણે બધાંના સુપરવાઇઝર ના રાખ્યા હોય આપણને ?! અમે શું કરતા હોઈશું ?
અમે ઉપયોગમાં જ રહીએ, બીજી કંઈ ભાંજગડ જ નહીંને ! પ્રશ્નકર્તા : આપ ઉપયોગ કેવી રીતે રાખો ? દાદાશ્રી : બાહ્ય રમણતા જ નહીંને ! પ્રશ્નકર્તા : અંદરની સ્વરમણતા આપની કેવી હોય, દાદા ?
દાદાશ્રી : એ તો ખરેખરી જ હોયને ! એમાં કહેવા જેવું જ ના હોયને ! સ્વરમણતા ના થઈ પણ સ્વરમણતા કરવી છે, એ લક્ષ રહે તોય સેકન્ડરી સ્ટેપ છે.
આખો દહાડો તમે ઉપયોગ ગોઠવી રાખો. અહીંથી તેમને કહ્યું, તમે જાવ. તમે દશ મિનિટ બહાર બેસો તોય આપણું પેલું હતું ત્યાંથી પાછું ગોઠવી દેવાનું. ત્યાંથી પાછું ચાલુ થઈ જાય. નહીં તો વલખાં મારો, આમ ડાફો મારેને ! ગાડીમાં બેસે તો ગાડીમાં ડાફાં મારે !
પ્રશ્નકર્તા : એ ઉપયોગમાં રહેવું છે એવું આખો દિવસ રહ્યા કરે ખરું, પણ એ બાજુ રહેવાય નહીં.
દાદાશ્રી : રહેવાય નહીં એ વાત જુદી, પણ લક્ષમાં રહે છે, એટલુંય સારું કહેવાયને. હું શું કરવા આવ્યો, એવું થયું માટે તૈયારી થઈ ગઈ ! ટ્રેનમાં બેસો તો ટ્રેનમાંય બધાં પેસેન્જર જેટલા ડબામાં હોય, એટલાના શુદ્ધાત્મા જ જોયા કરો. એ નર્યો ઉપયોગ જ કહેવાય. આજ્ઞામાં રહ્યા એ ઉપયોગ કહેવાય. આખા ડબાના જેટલા પેસેન્જર છે, એવી જગ્યાએ બેસવું કે ઉભા રહેવું કે બધાં પેસેન્જર દેખાય આપણને, એક ફેરો જોઈ વળ્યા એટલે પાછાં બધાના શુદ્ધાત્મા જોઈએ. એટલે ફરી ફરી એમ કરતો કરતો કલાક નીકળી જાય. એટલે અહીં ઉતરવાનો વખત આવે. એ ઉપયોગપૂર્વક ગયો વખત.
૨૩૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) દાદાની વિધિઓ અને શુદ્ધ ઉપયોગ ! વિચાર આપણને પકડે નહીંને ! એ વિચારની ગ્રંથિઓ મોટી હોય ત્યારે પેલા આપણને પકડી જાય. થોડીવાર પછી આપણે છૂટી જઈએ પણ પકડી લે, અમારે એ ગ્રંથિઓ ઓગળી ગયેલી હોય એટલે અમને નિરંતર પકડે નહીં કોઈ. જો પકડેને તો તમારા મનમાં એમ થાય દાદા કશા મૂડમાં નથી એવું લાગે. દાદા મૂડમાં નથી એટલે એ જ્ઞાનીય ન હોય.
અમારી વિધિ કરવાની હોયને, ક્યારેક મન નવરું પડ્યું હોય એટલે એ વિધિ મહીં અંદર ચાલુ કરીએ, તે વખતે જરાક સહેજ એમ લાગે કે આ દાદા કશું કાર્યમાં હશે ! મૂડમાં નથી એવું તો ના જ જાણે કોઈ, કંઈ કાર્યમાં હશે, એટલું કાર્ય અમે ચલાવી લઈએ, અમારી વિધિ કરવાની હોયને, તે બાકી રહી ગઈ હોય. બપોરે બધાં આવી પડ્યા હોયને, ન જ થઈ હોય. ત્યારે અહીં આગળ નવરાશ મળે એટલે પાછું એય કરી લઈએ પાછું. એય શુદ્ધ ઉપયોગ રૂપે જ.
પ્રશ્નકર્તા : આપને થોડો પોઝ મળે છે, હમણાં આ બેન આવ્યાં અંદર, આપણી વાતચીત ચાલુ હતી, પછી પૂરી થઈ એટલે ધારો કે વાત કપાઈ ગઈ, તો તે ઘડીએ જે બે મિનિટ મળે છે, પછી નવી વાત શરૂ થાય, એ બે મિનિટમાં આપનું શું હોય છે ? તરત જ કંઈક...
દાદાશ્રી : હું મારા ઉપયોગમાં હોઉં. પ્રશ્નકર્તા : એ શું ?
દાદાશ્રી : ઉપયોગમાં અમારે મહીં વિધિઓ હઉ ચાલ્યા કરે. આ વાતો ચાલે, વિધિઓ ચાલે, બીજું ચાલે, ત્રીજું ચાલે, પાછી વિધિ ક્યાં અટકી છે તે ય ખબર હોય અને તમારી જોડે વાતો કરું, વાતો પૂરી થાય તો વિધિ પાછી ચાલુ હોય. પાછું તમારી જોડે વાતો કરું.
પ્રશ્નકર્તા : કારણ કે આમ એક-બે મિનિટ મળી હોય ને... દાદાશ્રી : એક મિનિટ, એક સેકન્ડ મળી હોય તોય, એ હિસાબમાં