________________
શુદ્ધ ઉપયોગ
૨૩૫
૨૩૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ભરેલો છે ત્યાં સુધી લિમિટ છે તમારી, અલિમિટેડ નથી. એટલે તમે તો જ્ઞાની જ છો; તમારે માનવાનું જ્ઞાની પણ કહેવાનું નહીં કે ‘જ્ઞાની હું છું' ! નહીં તો પૂછવા આવશે અને રોજ દસ જણ તમારી પાસે આવીને બેસશે. પેલાનું શું થાય, પેલાનું શું થાય, તે પછી ઉપાધિ થશે ! અને મારે ત્યાં હું કહું કે જ્ઞાની છું, તો વાંધો આવશે નહીં.
પ્રશ્નકર્તા : એટલે એમાં ઉપયોગ ચૂકાય કેમ ?
દાદાશ્રી : એ ધીમે ધીમે નિરંતર થવાનું. આ રોડ ઉપર વાહનો આવ-જાવ કરે છે, તે આપણો ઉપયોગ ચૂકાવડાવે છે. તે એના માલ પૂરા થઈ જશે, એટલે ફરી સામે છે તે દેખાયા કરશે. અને એટલે સુધી કહેવાય કે ઉપયોગ નહીં રહ્યો, પણ છતાં ઉપયોગ છે. કારણ કે એ ઉપયોગ નથી રહ્યો તેને જાણે છે માટે ઉપયોગ છે. એટલે એ ઉપયોગ છે પાછો.
પ્રશ્નકર્તા : લક્ષ બે થાય ?
દાદાશ્રી : ના. બે લક્ષ ના થાય. લક્ષ એક જ થાય. વાતો કરવાની, એમાં મારે કશું કરવાનું નહીં. અમે તો વાતોમાં શું થઈ રહ્યું એ જ જોયા કરીએ. અમે એક ઘડીવારેય, એક મિનિટેય ઉપયોગની બહાર ના હોઈએ. આત્માનો ઉપયોગ હોય જ.
અહીં પગે તેલ ઘસતા હોય, તે ઘડીએ અમે અમારા આત્માના ઉપયોગમાં હોઈએ. કારણ કે અમને શું ? તેલ ઘસનારા ઘસે છે.
મહાત્માઓતો શુદ્ધ ઉપયોગ ! શુદ્ધ ઉપયોગ એ સ્વતંત્ર કહેવાય, એ પોતાની સ્વતંત્રતા છે.
પ્રશ્નકર્તા: દાદા, પણ તો પછી આ જે આપે જેને જ્ઞાન આપ્યું, એ જે મહાત્માઓ છે, એને પણ એ જ દશા હોય.
દાદાશ્રી : એ જ દશા હોય. પણ મહાત્માઓની પાસે સિલ્લકી સામાન બહુ છેને, એનો નિકાલ તો કરવો પડેને ? તો જ થાયને ! મારે સિલ્લકી સામાન નથી એટલે ચાલ્યું. સિલ્લકી સામાન તો ઊંચો જ મૂકવો પડે !
પ્રશ્નકર્તા: એ રિલેટિવમાં બરોબર છે.
દાદાશ્રી : હા. પણ રિલેટિવનો સિલ્લકી સામાન નિકાલ કરવા માટે ઉપયોગ ચૂકાય. ત્યાં સુધી ચૂકાય બધું. હવે ઉપયોગ એટલે શું કે તમે ધંધાની બાબતમાં હો, ધંધાના વિચારમાં જ ઉપયોગપૂર્વક હો અને તે ઘડીએ તમને કોઈ લલચાવે એવો કોઈ માણસ ભેગો થયો. તમારા મનને લલચાવે એવો, તો તમારો ઉપયોગ ત્યાં બદલાઈ જાય. પેલો ઉપયોગ ધાર્યો ના રહે. એવી રીતે આ આત્માનો શુદ્ધ ઉપયોગ એકધારો ના રહે. પેલું કંઈક કર્મનો ઉદય આવ્યો એટલે ખસી જાય પછી.
પ્રશ્નકર્તા : જ્ઞાની સિવાય એકધારો રહે નહીં. દાદાશ્રી : ના, એટલે તમેય જ્ઞાની જ છો. પણ તમને આ માલ
એટલે આવો શુદ્ધ ઉપયોગ, આ જે અમે કહીએ છીએ એવો શુદ્ધ ઉપયોગ તીર્થકર સિવાય કોઈને હતો નહીં અને તે તમારે થવાનો છે. આ ઉપયોગ શાથી નથી રહેતો, તેય પણ તમે જાણો છો. ઉપયોગ નથી રહેતો તેય તમે જાણો છોને ! એય ઉપયોગ છે તમારો !
શુદ્ધ ઉપયોગ એ નિરંતર રહેવો જોઈએ. જેટલો રહ્યો એટલો ખરો, થોડોઘણો ઓછો થાય બાકી. કારણ કે ફાઈલનો નિકાલ તો કરવાનો હોયને ? પણ એ શુદ્ધ ઉપયોગ નિરંતર રહેવો જોઈએ. આ માર્ગ જ શુદ્ધ ઉપયોગનો છે ને ! જે માર્ગે કર્મ બંધાય નહીં, એ માર્ગ શુદ્ધ ઉપયોગનો કહેવાય. કર્મ બંધાય એ શુભ ઉપયોગનો કહેવાય.
શુદ્ધ ઉપયોગમાં રહેવાની ગોઠવણી ! બસમાં બેસીને ક્યાંક ગયા હોય, એટલે બસમાં શું કરો ? શું જોયા
કરો ?
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા જોવાનું યાદ આવે, પણ જોડે જોડે એ ખરું કે બસ કેવી ચલાવે છે. કેવી બસ છે, એવું બધું જોઈએ.