________________
શુદ્ધ ઉપયોગ
૨૩૩
૨૩૪
પ્રશ્નકર્તા : હા, ચૂકી જાય. ગણતરીમાં ભૂલ થઈ જાય.
દાદાશ્રી : ભૂલ થઈ જાય. એટલા માટે પેલા પર ચિડાયા કરે અને પેલો ખસતો ના હોય એ ઉપયોગ ચૂકી જાય, એ એને નહીં ગમે. આ પૈસાની બાબતમાં ઉપયોગ ના ચૂકે. એટલાં ડાહ્યા છે એ. આમ બધું આખું જગત એક પૈસાની બાબતમાં શૂરવીર છે. એમાં ઉપયોગ નથી ચૂકતા. બીજી બધી બાબતમાં ઉપયોગ ચૂકી જાય છે.
પ્રશ્નકર્તા: આ પૈસા ગણે છે અને એ ગણતરીમાં ભૂલ નથી થતી માટે ઉપયોગ રહેલો છે. એવી રીતે આ હોમ ડિપાર્ટમેન્ટની વાતમાં કેવું હોય છે ?
દાદાશ્રી : નર્યું ઉપયોગ ચૂક્યાને ! એટલે આ આર્કિટેક્ટની જે ડિઝાઈન હોયને, તે ડિઝાઈન ઉપર છેકા મારીએ એના જેવું લાગે છે મહીં. તરત જ ખબર પડી જાય કે ઉપયોગ ચૂક્યો, દુઃખ થાય.
પ્રશ્નકર્તા : એ તો પરિણામ કીધું કે ઉપયોગ ચૂક્યા એટલે આવું પરિણામ ઊભું થાય.
દાદાશ્રી : હં.
પ્રશ્નકર્તા : પણ ઉપયોગ એક્કેક્ટ રહ્યો એ કેવી રીતે પોતાને ખબર પડે ? એવું આમાં શું ?
દાદાશ્રી : ચિત્ત આઘુંપાછું ના થાય એ જોવાનું. અમારું ચિત્ત એ મોરલીની પેઠે બેસી રહ્યું હોય. સાપને મોરલી વાગતી હોય એમ બેસી રહે એ રીતે. એવું રહેવું જોઈએ. ઉપયોગ ખસે નહીં પછી.
સંજોગોનો ભીડો આવે ત્યારે ઉપયોગ ખસેડી નાખે. ક્યાંય જતો રહે પાછો. પછી પાછું મનમાં એમ થાય કે બળ્યું, આ ઉપયોગ ચૂક્યા છીએ. ઉપયોગ ચૂકાય છે. એય પાછાં જાણનાર જાણે છે.
પ્રશ્નકર્તા: જાણનાર જાણે છે. એથી પેલો સાંધો ફરી મેળવી શકાય છેને ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) દાદાશ્રી : હં. ફરી પાછો જોઈન્ટ કરે છે. ઉદય ને આધીન મછવો(નાવડું) ફરી જાય પણ પાછો પોતાના ધારેલ રસ્તે જ લઈ જાય પાછો. એવું અમુક હોયને ? ઉદયને આધીન ફરી જાય. પવન એવો હોયને, તો ફરી જાય !
વાંચતી વખતે ય શુદ્ધ ઉપયોગ ! પ્રશ્નકર્તા : કોઈ ચંચળ નામની વ્યક્તિ હોય અને શાંતા નામની વ્યક્તિ હોય, એ બેની વાત આવતી હોય તે વખતે તમે શું વાંચો ?
દાદાશ્રી : હા, તે વખતે એના શુદ્ધાત્મા બધું અમારી જાગૃતિમાં હોય. આ ચંચળ એટલે એના શુદ્ધાત્મા ઉપર જ અમારી દ્રષ્ટિ હોય. એ તો તમારું નામ બોલે, તો ચંદુભાઈના શુદ્ધાત્મા પર દ્રષ્ટિ હોય અમારી. એટલી અમારી અજાગૃતિ ના હોય, જાગૃતિ હોય. પણ ઉપયોગ આમાં અને જાગૃતિ બેઉ સાથે રહે. પણ પેલો શુદ્ધ ઉપયોગ ના કહેવાય. ઉપયોગ બીજામાં ના હોય, એનું નામ શુદ્ધ ઉપયોગ. બીજામાં ઉપયોગ ના હોય અને જાગૃતિ હોય એ શુદ્ધ ઉપયોગ.
પ્રશ્નકર્તા : એ સ્ટેજ તો બહુ વાર લાગેને ?
દાદાશ્રી : એટલે એવું અમારે થોડું બાકી રહ્યુંને ! થોડુંક બાકી રહે, બહુ જૂજ. એનો કશો હિસાબ નહીં એ તો. આપણે કામ જ શું ? આપણને અહીં કશું અડતું જ નથીને ! અડે તેને ભાંજગડ !
શુદ્ધ ઉપયોગ બોલતી વખતે ય ! આ અમે જે બોલીએ તે ઉપયોગપૂર્વકનું. આ રેકર્ડ બોલે, તેના પર અમારો ઉપયોગ રહેવાનો. શું શું ભૂલ છે ને શું નહીં ? આ ચાવાદમાં કંઈ ભૂલ છે તે અમે જોયા કરીએ બારીકાઈથી અને આ બોલે છે તે રેકર્ડ છે. લોકોને ય બોલે છે રેકર્ડ, પણ એ મનમાં એમ જાણે છે કે હું બોલ્યો. અમે નિરંતર શુદ્ધાત્મા ઉપયોગમાં રહીએ છીએ, તમારી જોડે વાત કરતાં કરતાં પણ.