________________
શુદ્ધ ઉપયોગ
દાદાશ્રી : હા, પણ આપણે શુદ્ધ ઉપયોગ ચૂકવો ? અને નાનું છોકરું ના કહેતું હોય તો તમે એક્સેપ્ટ કરો તો પછી શુદ્ધ ઉપયોગ રહી શકે. તમને શું ખોટ જાય છે ? નફો થાય એ જુઓ !
પ્રશ્નકર્તા : ના, પણ એની માલિકીનું હોય એમ ના પાડે...
દાદાશ્રી : માલિકી-નામાલિકી આપણે કશો વાંધો નહીં. કરોડો
અવતારે પ્રાપ્ત થયેલો શુદ્ધ ઉપયોગ, એને આ ખોઈ નંખાય આવી
બાબતમાં ? ભગવાનને તો એમની પોતાની દીકરી જો ઉઠાવી જતો હોય
૨૩૧
તોય એ શુદ્ધ ઉપયોગ ના ચૂકે ને તમારે નાની નાની બાબતમાં, આ કંઈ છોડી ઉઠાવી જાય એવી બાબત જ નથીને આ !
પ્રશ્નકર્તા ઃ પોતે શુદ્ધાત્મામાં કેટલો રહે છે, એ ટેસ્ટ કરવા માટે આ
બધાં ઉપકારી નિમિત્તો જ કહેવાયને ?
દાદાશ્રી : શુદ્ધાત્મામાં તો રહે, પણ શુદ્ધ ઉપયોગમાં કેવી રીતે રહે ? શુદ્ધ ઉપયોગ એટલે શું ? દોષિત માણસ નિર્દોષ દેખાય, એનું નામ શુદ્ધ
ઉપયોગ. અને પોતાની છોકરી ઉઠાવી જતો હોય એવો દોષિત હોય તોય પણ નિર્દોષ દેખાય તો એ શુદ્ધ ઉપયોગ કહેવાય. કારણ કે ખરેખર રિયલી સ્પિકિંગ પોતાની કોઈ છોકરીય નથી ને પોતે કોઈનો બાપોય નથી, આ તો બધું ભ્રાંતિ છે.
પ્રશ્નકર્તા : પણ દાદા, એવી જો ભ્રાંતિ હોય તો એ કોણ મંદિરમાં પેસવાની ના કહેનારો અને અમે જનારા કોણ ?
દાદાશ્રી : ભ્રાંતિને લીધે એ ના કહે છે બિચારો અને તમને રીસ ચઢે છે ભ્રાંતિને લીધે. ભ્રાંતિ વગરનો માણસ ના કહેય નહીં ! એ તો મારી હાજરીમાં એક વખત એક મંદિરમાંથી બધાંને પાછાં જવાનું કહ્યું તો બધાં સમતામાં રહ્યા. એ બધાં પચાસ માણસો તે આમ સ્થિર રહ્યું ન’તું ? એ વખતે શુદ્ધ ઉપયોગ રહ્યો. એનો દોષ ના દેખાયો, તે કામ થઈ ગયુંને ! પૈસામાં ઉપયોગ કેવો ચોક્કસ ?!
પ્રશ્નકર્તા : મહાવીર ભગવાને તો ગૌતમ સ્વામીને કહેલું ‘સમયમ્
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ગોયમ્, મા પમાયયે', એટલે એક સમય પણ પ્રમાદ ના સેવીશ. એટલું બધું જોખમી હોય છે ?
૨૩૨
દાદાશ્રી : જોખમ છેને ! પારકાનામાં હાથ ઘાલીએ, એમાં આપણે શું કમાયા ? આપણી કમાણી તો બંધ થઈ ને ! પોતાના વેપારમાં જ ચોક્કસ રહેવાનું હોય. લોભિયો હંમેશાં બહુ ચોક્કસ એના અલગ વેપારમાં, એવી રીતે શુદ્ધ ઉપયોગનો લોભ રાખવો જોઈએ.
પ્રશ્નકર્તા : પોતાના ઉપયોગનો ?
દાદાશ્રી : હા. લોભિયો એના વેપારમાં બહુ ચોક્કસ એ મેં જોયેલું. અહીં આગળ બેઠા હોયને તોય ટાઈમ થાય એટલે અટાવી-પટાવીને નીકળી જાય. બહુ પાકો હોય. મને હઉ ખોટું ના લાગેને, ઉપરથી એ સાહેબ, આ આખો દહાડો કેડો બધીય દુ:ખે છે, ને જાતજાતનું બોલે ને વેપાર ઉપર જતો રહ્યો હોય ને આપણે જાણીએ કે સૂવા ઘેર ગયો. એના લોભના રક્ષણ માટે ગમે તે બધું કરે એ. એવું આના લોભના માટે ગમે તે કરી શકાય.
પ્રશ્નકર્તા : એ ઉપયોગની એક્ઝેક્ટનેસ એ પકડાય કેવી રીતે ?
દાદાશ્રી : આ મશીનરી તો રીપેર કરવા જવાનું હોય. તે મશીનરીઓનાં તને પાર્ટ યાદ આવે ને એ બધુંય એનું યાદ આવ્યું. તે આમ મહીં ચાલ્યા કરતો હોય ઉપયોગ, તે એની મહીંનું બીજી જગ્યાએ જતું રહે ત્યારે પેલો ઉપયોગ બગડે બધો.
પ્રશ્નકર્તા : એ તો એક તો બગડેલા ઉપયોગમાંય બગડ્યો.
મશીનરીનું કામ એ બગડેલા ઉપયોગ કહેવાય.
દાદાશ્રી : ના, એમ નહીં. આ તો દાખલો આપું છું. સીમીલી આપું છું કે આ આનો જે ઉપયોગ રાખે છે, એ મશીનરીમાં એનો ઉપયોગ નિરંતર ચાલુ રહ્યો છે. તેની મહીં પાછો બહાર નીકળી જાય એટલે આપણને ખબર પડે, તે ઊલ્ટું આમ ગૂંચવાય બધું. અગર તો પૈસા ગણતા હોય બેંકના અને પેલો છોકરો સામો આવ્યો એટલે ચીઢાય કે આ સાલું... તો તે પેલો ગણતો ગણતો ભૂલી જાય.