________________
શુદ્ધ ઉપયોગ
૨૨૯
૨૩૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક હોય.
દાદાશ્રી : માટે ઉપયોગ સમજી જાવ. અહીં તો ઉપયોગવાળા કામમાં લાગે. કોઈ અપમાન કરે ત્યારે મોટું બગડી ગયું છે, એવી ખબર પડે, તો નફો-ખોટ ના જાય, નો લોસ, નો પ્રોફિટ. અને બહાર મોટું બગડ્યું તો ખોટ જાય. કોને ખોટ જાય ? પુદ્ગલને, આત્માને નહીં. અને બહાર મોઢું બગડ્યું નહીં, ક્લિયર રહ્યું એટલે આત્માને આનંદ રહ્યો. આત્માનો નફો થાયને !
પ્રશ્નકર્તા : મોઢું બગાડ્યું તો પુદ્ગલને શું ખોટ જાય ? દાદાશ્રી : પુદ્ગલને તો ખોટ ગયેલી જ ને ! પ્રશ્નકર્તા : પણ એને જાગૃતિપૂર્વક રહ્યા તો એનું મોટું ના બગડ્યું.
દાદાશ્રી : કેટલાંક અપમાન થયું કે એનું જો આજે મોટું ચઢી જાય તો પોતાને ખબર પડે. હું પૂછું પછી કે તને પોતાને ખબર પડી છે ? ત્યારે કહે હા, પડી છે. પણ શી રીતે સમું કરે ? છતાં એ સમું કરવું. છેવટે સહજ કરવાનું છે. એ સહજ તો બહુ ટાઈમથી સાંભળતો સાંભળતો આવે ત્યારે સહજ થતો આવે.
પ્રશ્નકર્તા : ગાળો ભાંડતો હોય તો એના કમ્પાઉન્ડમાં ફરીથી જવું, પણ શું કરવા જવું જોઈએ ?
દાદાશ્રી : આપણે વેચાતો ભાડે લાવીએને તો ગાળો ભાંડે નહીં. અને ભાડે લાવેલું ભાંડે તો અસર ના થાય. એમાં ભલીવાર ના આવે. એ કુદરતી રીતે ગાળો ભાંડતો હોયને, તો ઉત્તમ શક્તિ આવે ને ! એટલે એવી શક્તિ કાચી રહેતી હોય તો તમારે લેવાની જરૂર.
પ્રશ્નકર્તા : અપમાનની સામે ઉપયોગ બતાવ્યો આપે હમણાં, એ અમે સમજ્યા, પણ માનની સામે જે ઉપયોગ છે એ બાબતમાં થોડું પ્રકાશ પાડો.
દાદાશ્રી : માન આપે ત્યારે તો ઉપયોગપૂર્વક એટલે શું કે આ માન કોને આપે છે એ જાણવું જોઈએ. મને નહીં, આ તો મારા પાડોશીને માન આપે છે, પુદ્ગલને આપે છે.
પ્રશ્નકર્તા : માન આપે ત્યારે મીઠું લાગેને આપણને ! એટલે મિઠાઈની જેમ મારી પાડે છેઆપણને એ !
દાદાશ્રી : પુદ્ગલનું કહ્યું એટલે આપણને અડ્યું નહીંને ! લેવા-દેવા નહીંને આપણે માન-અપમાન તે પુદ્ગલને આપે છે, આપણને નહીં. એનું નામ જાગૃતિપૂર્વક, ઉપયોગપૂર્વક. ચંદુભાઈને માન આપે છે, એમાં તમને શું લેવાદેવા ? એટલે માન-અપમાન આપે તો એને માથે ઘાલી દેવું. તો હિતકારી થઈ પડે, નહીં તો હિતકારી થાય નહીં.
પ્રશ્નકર્તા : હવે આપણને માન આપે છે એની જગ્યાએ આપણે એવું રાખીએ કે આ દાદાને માન આપે છે, આત્માને માન આપે છે, તો?
દાદાશ્રી : ના, એવું નહીં. એ ચંદુભાઈને આપે છે એવું જાણવું જોઈએ. દાદાને લેવાદેવા શું છે ? દાદાને માનની જરૂર જ નહીં આત્માને માનની જરૂર જ નથી. આ બધા તાળા મળવા જોઈએ. એમાં સહમત થવું જોઈએ, એનું નામ તાળો. તાળો સહમતથી જ હોય. આપણને ખબર પડે કે આ ભૂલ થાય છે !
જગતને ભાવતું છે એ આપે તમને. તમને એ ટેવ પડવી ના જોઈએ. માન આપે તો ય નહીં, અપમાન આપે તો ય નહીં. અપમાન કરવા માટે માણસ રાખો તો એની મજા આવે ?
પ્રશ્નકર્તા : ના, એ મજા ના આવે.
દાદાશ્રી : અને નાટકમાં ગાળો ભાંડે તો એની અસર થાય ? ‘તું નાલાયક છું, તું આમ છું, ચોર છું, બદમાશ છું” એમ કહે તો અસર થાય ? ના થાય. કારણ કે ગોઠવણી કરેલી છે.
ક્ષુલ્લક બાબતે શુદ્ધ ઉપયોગ ચૂકાય ! પ્રશ્નકર્તા : આપણે કોઈ મંદિરમાં દર્શન કરવા ગયા, એક માણસ અંદર પેસવાની ના કહે. એ તો ના કહે, આપણે તો પાંચસો રૂપિયા ભાડું ખરચીને ગયા ને ત્યાં ગયા ત્યારે કહેશે, મંદિરમાં નથી પેસવાનું એટલે મગજ બગડે...