________________
શુદ્ઘ ઉપયોગ
કોને થાય છે ?
દાદાશ્રી : આ અજ્ઞાનનો અનુભવ બુદ્ધિને થાય અને અહંકારને થાય અને જ્ઞાનનો અનુભવ પ્રજ્ઞાને થાય.
૨૨૭
સ્વસમય, પરસમય તે શુદ્ધ ઉપયોગ !
પ્રશ્નકર્તા : સ્વસમય, તે આ શુદ્ધ ઉપયોગ જ ?
દાદાશ્રી : સ્વસમય એ શુદ્ધ ઉપયોગ. સ્વસમય એ પહેલેથી શરૂઆત થાય છે. તે શુદ્ધ ઉપયોગ આવતાં પહેલાં એ સ્વસમય થાય છે. કારણ કે આ સમય તમે કેવળ આત્મા માટે જ કાઢ્યો. હજુ આત્મા પ્રાપ્ત થયો નથી. આત્મા માટે જ કાઢ્યો માટે સમયસાર. એ સમયસાર તરીકે આવ્યો અને શુદ્ધ ઉપયોગમાં તો એ સમયસાર હોય જ. એમાં તો દીવા જેવી સ્પષ્ટ વાત છે. આ તો બધાંને શુદ્ધ ઉપયોગ હોય નહીં એટલે આ બહારનાં લોકોય પણ એ સમયસાર કરી શકે, એટલી કમાણી તો એ કરી શકે. બહારના લોકોને હક્ક છે સમયસાર કમાવાનો. સમયસાર કેમ કહ્યો કે જે સમય સારરૂપમાં વપરાયો, એટલે આત્મા હેતુ માટે વપરાયો એ બધો સમયસાર અને જગત હેતુ માટે વપરાયો એ બધો અસાર, પરસમય. સમયસાર એ નીચેના પદથી આવે છે. કારણ કે બીજાં બધાં લોકોને શુદ્ધ ઉપયોગ હોઈ શકે નહીંને ! ત્યારે કહે, સમયસાર કમાય કે ના કમાય ? ત્યારે કહે, સમયસાર કમાય. એ ગમે તે રીતે એની પાસે મૂડી વધતી જાય દાડે દા’ડે. આમ વિગતવાર સમજીએને તો આપણને સમજાઈ જાય.
...એવું જ્ઞાત, ધ્યાત મતોહારી !
પરઉપયોગના વહેણમાં જ આખું જગત વહ્યા કરે. ઉપયોગ શુદ્ધ રહ્યો એટલે સમતા રહે. વિષમ પરિસ્થિતિમાંય સમતા રહે. ચોગરદમનું રાજાનું લશ્કર ચઢી આવ્યું હોય, બોમ્બ પડતા હોય, ગમે એટલી મુશ્કેલીઓ સામે આવીને પડતી હોય, તોય પણ સમતા ના જાય. બધા યોગો સમત્વયોગ કરવા માટે છે. જો સમત્વયોગ ના થયો હોય તો
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) જંગલમાં જઈને પોક મેલ ! નિરાંતે રડવા દે !! અને એવો ઉપયોગ થયો એટલે સમતા જ હોય. એટલે પેલું વાક્ય બોલ્યા કે, ‘શુદ્ધ ઉપયોગ ને સમતાધારી. જ્ઞાન, ધ્યાન મનોહારી', એનું જ્ઞાન કેવું હોય ? મનનું હરણ કરે એવું હોય. ધ્યાન કેવું હોય ? મનનું હરણ કરે એવું હોય. ‘કર્મ કલંકકુ દૂર નિવારી, જીવ વરે શિવનારી' પાર્વતી નહીં, શિવનારી એ ન્હોય. પણ શિવનારી એટલે મોક્ષ. મોક્ષને વરે, કહે છે.
૨૨૮
ભીખ પૂજાવાતી !
પ્રશ્નકર્તા : દાદા, આ પૂજાવાની જે ભીખ છે એ જાય કઈ રીતે ? કઈ રીતે એડજસ્ટમેન્ટ લેવું એની સામે ? ઉપયોગ કેવી રીતે રાખવો ?
દાદાશ્રી : એ તો અપમાનની ટેવ પાડી દઈએ ત્યારે.
પ્રશ્નકર્તા ઃ પ્રાપ્ત કરવી છે અયાચક દશા અને દરેક બાબતની આ ભીખ પડેલી છે મહીં.
દાદાશ્રી : અયાચકપણું તો જવા દો ને, પણ ભીખ છૂટે તો ય બહુ થઈ ગયું. આ ભીખ તો હવે આપણે કોઈના કંપાઉન્ડમાં થઈને જતા હોઈએ ને એ માણસ ગાળો દે એવો હોય તો રોજ ત્યાં થઈને જવું, રોજ ગાળો ખાવી. પણ ઉપયોગપૂર્વક સહન કરવું જોઈએ. નહીં તો એને એ ટેવ પડી જાય પેલી. લીહટ થઈ જાય !
પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક સહન કરવું એટલે શું ?
દાદાશ્રી : આપણી બેનને ઉઠાવી ગયેલો હોય, તે ઉઠાવી ગયેલો હોય તેની ઉપર પ્રેમ હોય આપણને ? શું હોય ?
પ્રશ્નકર્તા : દ્વેષ હોય.
દાદાશ્રી : તે ઊંઘમાં હોય કે ઉપયોગપૂર્વક હોય ? ટ્રેડ પરસેન્ટ ઉપયોગપૂર્વક હોય. બિલકુલ ઉપયોગપૂર્વક હોય.
પછી ચોરી કરવા જાય તે ઉપયોગપૂર્વક જાગૃતિ રાખી હશે કે ઊંઘતો હશે ?