________________
શુદ્ધ ઉપયોગ
૨૨૫
૨૨૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
અગર તો કોઈ દરિયાની વચ્ચે બે ફૂટનો રસ્તો કરેલો હોય ને બે બાજુ રેલીંગ ના હોય, ત્યાં જવાનું તે ઘડીએ વાઈફ યાદ આવે કે એને લક્ષ્મી યાદ આવે કે બંગલા યાદ આવે ?
પ્રશ્નકર્તા : કોઈ ના યાદ આવે.
દાદાશ્રી : હંઅ. એનું નામ ઉપયોગ. દાદાએ એક અવતારી મોક્ષમાર્ગ સિદ્ધાંતપૂર્વક આપ્યો તો પછી એ સિદ્ધાંતને આપણે વળગી રહેવું જોઈએ. ઉપયોગ એમાં જ રાખવો જોઈએ. અને પેલું મરણ, દરિયામાં પડે તો એક જ અવતારનું થાય. જ્યારે આ લાખો અવતારનું મરણ થાય. મહીં તો ચંદુભાઈને કહેવું જોઈએ કે “સીધો રહે'.
ઉપયોગ ચૂકાવાતા સ્થાનો.... પ્રશ્નકર્તા : ઉપયોગ ચૂકવાની જગ્યાઓ ખાસ કરીને કઈ કઈ ? દાદાશ્રી : આપણને મીઠાશ આવે, મહીંથી, બારથી, ત્યાં ઉપયોગ ચૂકાય. પ્રશ્નકર્તા: રાગવાળી જગ્યામાં ?
દાદાશ્રી : બહારની મીઠાશ આવેને, આપણે વાતો ચાલતી હોય ને ગમી, એટલે પછી ઉપયોગ ચૂકે અગર બહુ બફારો હોય અને એકદમ પવન આવે તોય ઉપયોગ ચૂકી જાય. અંદર હોય તોય બહાર નીકળી જાય. ‘હાશ, બહુ સરસ પવન આવે છે.” એ સુખ બહારનું ભોગવ્યું. ત્યાં ઉપયોગ ના ચૂકે ખરો જાગૃત માણસ ! બહાર વાતો ચાલતી હોયને તે આપણને મીઠાશ આવતી હોય તો પછી એને ઉપયોગ ચકાય. મીઠાશ ના આવતી હોય તો ઉપયોગમાં રહે. બહાર મીઠાશ કરવા જેવું છે, શું તે ? કાંકરા હલાવવાના છે બધાં. મુરખ માણસોના સોદા જેવું છે આ. મૂરખ માણસ સોદા કરતા હોય સામસામી, એમાં એને શું ફાયદો ? એટલે એવું છે બધું !
પ્રશ્નકર્તા : રાગના પરમાણુ વધારે ચાર્જ થયેલા હોય તો ઉપયોગ ચૂકી જાયને ?
દાદાશ્રી : એવું કશું નહીં. આપણને રુચિ હોય તો ચૂકી જાય. રુચિ ના હોયને, રુચિ આપણે આત્મા ઉપર હોય તો ઉપયોગ ખસી જવાનું કોઈ કારણ નથી. પવન આવતો હોય તે ઘડીએ હાશ કરે એટલે ઉપયોગ ચૂક્યો. પવનનો વાંધો નહીં, પણ તે હાશ ના થાય તે ઘડીએ પછી સ્વાદિષ્ટ વસ્તુ આવી, એ ટેસ્ટ લાગ્યો એટલે ઉપયોગ ચુકી જાય. એટલે આ બધી અમે વાત કરીએ એટલે તમારે કોક ફેરો યાદ આવે પછી એટલે ઉપયોગ રહે પાછો. એ જાગૃતિ રહેવી મુશ્કેલ છેને ! હમણે કંટાળેલો હોય ને પવન આવે ત્યારે, ‘હા’ થઈ કે પેલું ઉપયોગ ચૂક્યા તમે.
ગાઢ અનુભૂતિ પછી ઉપયોગ સહજ પ્રશ્નકર્તા : એક વાત નીકળી હતી, અજ્ઞાનનો જેટલો સજ્જડ અનુભવ થયો છે એવો જ્ઞાનનો સજ્જડ અનુભવ થવો જોઈશે.
દાદાશ્રી : જ્ઞાનનો ગાઢ અનુભવ થાય એટલે પછી ઉપયોગ દેવાનો રહ્યો નહીં, એમ ને એમ રહ્યા કરે ! ગાઢ અનુભવ ના થયો હોય ત્યાં સુધી ઉપયોગ દેવો પડે ! ઉપયોગ એ પુરુષાર્થ કહેવાય છે. અને પુરુષાર્થ એ પૂરો ક્યારે પહોંચે ? ગાઢ પહોંચ્યું એટલે પુરુષાર્થ પૂરો થઈ ગયો !
પ્રશ્નકર્તા : તો અજ્ઞાનતાનો અનુભવ ઊભો થાય છે, ત્યારે એ ઉપયોગ દેવાની જરૂર છે ?
દાદાશ્રી : ઉપયોગ ત્યારે જ દેવાનો હોયને ! પ્રશ્નકર્તા એટલે એ અનુભવની અસરમાં પોતે ના લપટાય.
દાદાશ્રી : પોતાનો ઉપયોગ પાછો રાખેને, તો અજ્ઞાનતાના અનુભવની અસરમાં લપટાય નહીં. એ ટાઈમ પોતાનો કહેવાય છે, સમયસાર કહેવાય. એ સમય સાર વગરનો ના થાય. નહીં તો સમયસાર ના કહેવાય, પરસમય કહેવાય. આત્માનો ઉપયોગ રહ્યો, એ સમયસાર બધો. જે સમય સ્વને માટે ગયો એ બધો સમયસાર, જે સમય પરને માટે ગયો એ બધો પરસમય.
પ્રશ્નકર્તા ઃ અજ્ઞાનનો અનુભવ કોને થાય છે અને જ્ઞાનનો અનુભવ