________________
૨૫૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
શુદ્ધ ઉપયોગ
૨૪૯ પાળવાની છે. એ પોતે કરે ને તો કર્મ બંધાય. અમારી આજ્ઞા છે, માટે એને કર્તાપદનું કર્મ ના બંધાય. કારણ કે આજ્ઞાપૂર્વક કરે છે.
વખતે આ ડ્રાઈવીંગ આપણે જાતે કરતા હોય તો લોકોનામાં આમ શુદ્ધાત્મા ના જોવાય. રિયલ-રિલેટિવ ના જોવાય. તે ઘડીએ તો એણે પોતે ધ્યાન જ રાખવું જોઈએ. પણ ગાડીમાં બેઠેલા માણસોએ ઉપયોગમાં રહેવું જોઈએને !
પ્રશ્નકર્તા : મારે ગાડી ચલાવતા પણ જોઈ શકાય.
દાદાશ્રી : ના, વખતે કાચું પડી જાય, બાકી ખરી રીતે જોઈ શકાય. અરે, કેટલાંક ડ્રાયવરોએ મને એમ કહેલું કે દાદા, હું તો જોયા કરું છું. આગળ ખાડો આવ્યો, ફલાણું આવ્યું છે અને આ ફાઈલ નંબર એક ડ્રાઈવીંગ કર્યા કરે છે. ડ્રાઈવરો શુદ્ધ ઉપયોગમાં સરસ રહે છે.
હવે આવશે મોક્ષ સામો ! શુદ્ધ ઉપયોગ રહેવો જોઈએ ફક્ત. જેટલો બને એટલો, એઝ ફાર એઝ પોસીબલ. એને માટે રાતે પછી ચિંતા નહીં કરવાની, સૂઈ જવાનું નિરાંતે. એટલે મારું કહેવાનું કે એવું ઉજાગરો કંઈ કરવાનું નહીં. પણ જરા પુરુષાર્થ આપણે પુરુષ થયેલા છીએ એટલે વધુ રાખવો છે, એવો નિર્ણયનિશ્ચય હોવો જોઈએ કે મારે હવે શુદ્ધ ઉપયોગ રાખવો જ છે. પછી ના રહ્યો એટલું નિકાલી બાબત. અને આપણે કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી, રઘવાયા થવાની જરૂર નથી, મોક્ષ સામો આવશે. આપણે ત્યાં જવાની જરૂર નથી. ગાડીમાં બેઠેલા માણસને સ્ટેશન એની મેળે જ આવશે, વડોદરા. તું તારી જગ્યાએ જ બેસી રહેજે.
પ્રશ્નકર્તા : ગાડીમાં બેસી જ ગયા છીએને, અમે તો હવે.
દાદાશ્રી : હા, એટલે જ તો કહું છુંને, મારું કહેવાનું એ છે કે એ આ આવ્યા કરશે. આ આજ્ઞા પાળવાની છે, બીજું કશું, મોક્ષની ચિંતા આપણે કરવાની જરૂર જ નથી. આ આજ્ઞાની ટિકિટ એવી છે કે ત્યાં જ લઈ જશે.
પ્રશ્નકર્તા : આજ્ઞા સમજવાની છે, દાદા.
દાદાશ્રી : હા, એ બધું સમજવાનું તો ખરુંને ! સમજવાની જ તો જરૂર છે. સમજ્યા જ છેને, ઘણાખરા સમજ્યા છે. પણ મહીં કેટલાકને કચાશ હોય સમજવામાં.
ત મૂકાય એક ક્ષણ વીલો આત્માતે ! પચીસ વર્ષની છોડી હોય, તો અત્યારે એને છોકરો હોય કે ના હોય ? પ્રશ્નકર્તા : હોય જ. દાદાશ્રી : તો પછી એ છોકરાને વીલો મૂકે ? પ્રશ્નકર્તા : ન મૂકે.
દાદાશ્રી : ન્હાવા જાય એટલે છૂટો તો મૂકવો પડે, પણ વીલો ના મૂકે. એને ખ્યાલમાં જ હોય કે એ રડતો હશે, એને ટાઢ વાતી હશે ? કે શું થતું હશે ? શું કરતો હશે ? એ આમ કરતો હશે. એવી રીતે આત્મા વીલો મૂકવાનો નથી. કારણ કે આ દુનિયામાં જો વીલો ના મુકતો હોય તો, એ છોકરી એના છોકરાને વીલો ના મૂકે. નહાતી વખતે, ખાતી વખતે પણ વીલો ના મૂકે. આ છોકરો રડ્યો, એ આમ થયું, એ આઘો થયો, એ પડવાનો થયો.
પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિ શું શું કરે છે એ જોવાનું ?
દાદાશ્રી : એ જોવાનું તો ખરું જ, પણ ઘણીફેરા તો પોતે પ્રકૃતિમાં જ હોય છે. આખો દા'ડો પ્રકૃતિમાં જ હોય છે. એટલે તે વખતે શું કરવું પડે ? છોકરાનું ધ્યાન રાખે એવી રીતે આત્માનું ધ્યાન રાખવું પડે. એવી રીતે આત્માને વીલો નથી મૂકવાનો.
પ્રશ્નકર્તા : એ તો દાદા, પેલી ધણીને સોંપીને ગઈ હોયને તોય વીલો ના રાખે.
દાદાશ્રી : તોય એ કહેશે, આ બબૂચક છે. એનું ઠેકાણું નથી !