________________
શુદ્ધ ઉપયોગ
૨૧૯
૨૨૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એ તો જ્ઞાન કહેવાય. તું રસોઈ બનાવતો હોયને તું ડાફાં મારું કે તરત કો'ક તને ના કહે કે ધ્યાન બરોબર રાખ, નહીં તો રસોઈને બગાડી નાખીશ. બરોબર ધ્યાન રાખવું એ ઉપયોગ.
પ્રશ્નકર્તા : તો એ રસોઈમાં આખો ઉપયોગ મૂકવો પડેને ? રસોઈ બનાવતી વખતે ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : તો આપણો આ શુદ્ધ ઉપયોગ અને પેલો રસોઈમાં ઉપયોગ ગયો તો એમાં રસોઈમાં ઉપયોગ એ વપરાયો કહેવાય ?
દાદાશ્રી : હાસ્તો.
પ્રશ્નકર્તા : એટલે એ જ કે એ વપરાવો જોઈએ કે ના જોઈએ ? ખરેખર જો એ રસોઈ ઉપયોગ મૂક્યા વગર બને જ નહીં. એવી રીતે જ તો પછી ત્યાં ઉપયોગ આમ એ કેવી રીતે રાખવો ?
દાદાશ્રી : રસોઈમાં ઉપયોગ રાખવો. એટલે તેનો અર્થ એવો ડિરેક્ટ નહીં. એ તો રસોઈમાં તો ઉપયોગ એટલે શું કે કોણ રસોઈ કરે છે એ પહેલું જાણવું જોઈએ. રસોઈ કરનાર કોણ છે તે જાણવું જોઈએ. પોતે કોણ છું એ જાણવું જોઈએ અને રસોઈ કરનાર શું ધ્યાન રાખે છે. એ જોવું જોઈએ. એ બધું ય એટ એ ટાઈમ થાય, એનું નામ શુદ્ધ ઉપયોગ.
પ્રશ્નકર્તા : એટલે રસોઈની ક્રિયા કે રસોઈનો આખો જે વ્યવહાર એ નડતો નથી પણ આ જાગૃતિ ના રહેવી એ નડે છે.
દાદાશ્રી : હા. તે એ જ નડેને ! પ્રશ્નકર્તા : પેલું તો ભેગું થવું એ વ્યવસ્થિતને તાબે થયુંને ? દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : આપણે આ આરતી કરીએ છે દાદા, તે વખતે આંખો તો બંધ હોય છતાંય આપની જે આરતી ઉતરે છે તેવું દેખાય અથવા
સીમંધર સ્વામીનું દેખાય અથવા તો પછી પેલું એક-એક અક્ષરે અક્ષર વંચાય તો એ કેવો ઉપયોગ કહેવાય ?
દાદાશ્રી : એ બધું તો અજ્ઞાનીઓ ય કરે છે. આરતી કરવા જાયને તો આંખો મીંચીને દેખાય બધું, દીવો કરતો હોય તો. ઉપયોગમાં આ કહ્યું તે રીતે હોવું જોઈએ. કર્તા જુદો, જ્ઞાતા જુદો. કર્તા એના સ્વભાવમાં છે કે નહીં, કે ર્તા અજાગૃતિમાં છે તેય પાછું જોવું. ચંદુભાઈ છે તે એનો ઉપયોગ રાખે ને એની ઉપર આત્મા પોતાનો ઉપયોગ રાખે, બે સાથે સાથે થાય ત્યારે ઉપયોગમાં રહ્યું કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે આ મશીનરીમાં ઉપયોગ મૂકવો પડે છે કે પૈસા ગણવામાં ઉપયોગ મૂકવો પડે કે આ રસોઈ બનાવવામાં તો એ બધા ઉપયોગનું એટલે આમ મહીં કેવું રહેવું જોઈએ કે આ પૂરું થાય તો સારું, આ ન હોવું ઘટે એવું ?
દાદાશ્રી : ના, એવું તેવું નહીં. ઉપયોગ રાખવામાં તો કશું અડતું જ નથી. એ મશીનરી ઊભી કરતાં રહે નહીંને ઉપયોગ, બાકી ઉપયોગ રાખવાવાળાને તો કશું નડતું જ નથી. આમ હોવું જોઈએ ને આમ ના હોવું જોઈએ, એ તો જાગૃતિ છે, એ ઉપયોગ નથી.
આત્મા આત્માનું કર્યા કરે, ચંદુભાઈ ચંદુભાઈનું કર્યા કરે. ચંદુભાઈનું મન, મનનું કામ કર્યા કરે. પોતપોતાના ધર્મો બધા બજાવે, એનું નામ ઉપયોગ.
વાંચતા ચૂકાય ઉપયોગ આમ ! કંઈથી આ ચિત્રલેખા મેગેઝીન અહીં ?
પ્રશ્નકર્તા : કોઈ સુંદર વાર્તા આમાં ચાલતી હોય અને હું વાંચતો હોઉં, તો તે વખતે મારે ધ્યાન કેવું રાખવાનું હોય ?
દાદાશ્રી : વાંચવામાં જ રહેતું હોય. પ્રશ્નકર્તા : તો એ ઉપયોગ ના કહેવાયને ?