________________
૨૨૧
૨૨૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
શુદ્ધ ઉપયોગ
૨૨૧ દાદાશ્રી : હા, એટલું ચૂક્યા, એટલું ફરી કરવું પડશે. પ્રશ્નકર્તા : તો એનો મતલબ કે વાંચવું જ ના જોઈએને ? દાદાશ્રી : વાંચવું ના જોઈએ, તે આપણા હાથમાં સત્તા છે ? પ્રશ્નકર્તા : તો દાદા, એ તો વંચાઈ જાય, એમાં રસ પડે છે...
દાદાશ્રી : ના, પણ વંચાઈ જતી વખતે જો કદી આમ વાંચતા જાય અને એક બાજુ જાગૃતિ રાખતા જાય કે આ ખોટું થઈ રહ્યું છે, આ ન થવું જોઈએ. વાંચતા જાય પણ એ ના થવું જોઈએ એવું મનમાં રહે.
પ્રશ્નકર્તા: દાદા, આપ જે વાંચો છો તો આપ કેવી રીતે વાંચો છો ?
દાદાશ્રી : મારે તો એવી રીતે જ રહે બધું. આવું ના હોવું જોઈએ છતાં આવું વાંચીએ છીએ.
શાસ્ત્રો વાંચતા ઉપયોગ !
આવી જાય છે એ પાછો સ્વમાં ઘાલી દે. આવું કરવાનું છે. બીજું કશું, એકની પાછળ નહીં પડવાનું !
એટલે જ્ઞાનપણાના દરવાજે આપણું જ્ઞાન ઊભું રહેલું હોયને, ત્યાં એ જ્ઞાન બધું કામ કર્યા જ કરે. બીજા ઉપયોગમાં જાય કે ચેતવે અને આપણે અહીં જ્ઞાની પુરુષ પાસે તો બીજા ઉપયોગમાં જાય જ નહીં. આ તો ચંદુભાઈ, ચંદુભાઈનું કાર્ય કરે ને તમે તમારું કાર્ય કરો, બેઉ કાર્ય કર્યા કરે. અહીં તો જુદું જ રહે એની મેળે. બીજા ઉપયોગમાં જાય જ નહીં. તમારે શુદ્ધ ઉપયોગ કરવો ન પડે. અહીં શુદ્ધ ઉપયોગ જ રહે. જ્ઞાની પુરુષની પાસે સત્સંગનું ફળ છે. શુદ્ધ ઉપયોગમાં જ રહે. ડખો જ ના થવા દે !
ઉપયોગમાં રહેવાતી વાડ !
એકલું શાસ્ત્ર વાંચ વાંચ કરે તો એ પછી શાસ્ત્ર થઈ જાવ તમે. જે કરીને તે રૂપ થઈ જાવ. પાછા ચોપડી થઈ જાવ. આત્મા થયા છેને, તે પાછાં ચોપડી થઈ જાવ !
હા, જેવું ચિંતવે એવો થઈ જાય. એટલે આપણે શું કરવાનું ? શું બન્યા કરે છે એ જોયા કરવાનું, પણ તે કેવું ? જ્ઞાનપણાના દરવાજે ઊભું રહેવાનું. જેને આપણા લોકો પ્રજ્ઞા કહે છે. પ્રજ્ઞા એટલે શું ? જ્ઞાનપણાનો દરવાજો, તે આ હોમ(સ્વ) અને આ ફોરેન (પર), એ જુદું દેખાડે છે. તે ફોરેનમાં જાય તે ઘડીએ આપણને કહે, ‘ફોરેનમાં હંડ્યા'. એટલે પાછું આપણે પાછાં ફરીને પ્રતિક્રમણ કરી લઈએ કે હવે નહીં. તો પાછાં તો ફરી જ જઈએ છેવટે. ‘ફોરેનમાં હંડ્યા” એવું ચેતવે કે ના ચેતવે ?
પ્રશ્નકર્તા : ચેતવે !
દાદાશ્રી : હા, એટલે બસ. એ આપણને ચેતવે ને આપણે પાછા ફરીએ, એમ કરતાં કરતાં જ આનો ઉકેલ આવી ગયો. ઉપયોગ જે પરમાં
પ્રશ્નકર્તા : આપણા મહાત્મા જેમ જેમ જ્ઞાનને ઉપયોગમાં લાવે તેમ તેમ તેમની જ્ઞાન અવસ્થા વધતી જાય, કે પછી જ્ઞાન મળ્યા બાદ ઉપયોગ ન રાખવા છતાંય આપની કૃપાથી જ્ઞાનમાં સંપૂર્ણતા આવે જ ?
દાદાશ્રી : ઉપયોગમાં જ રહેવું જોઈએ. ઉપયોગ સંસારમાં હોય અને આપણું જ્ઞાન વધ્યા કરે એવું બને નહીં. સંસાર નિકાલી બાબત છે, નિકાલી બાબતમાં ઉપયોગ ના હોય. જે બને એ જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : દાદા, તો સાચો ઉપયોગ કેવી રીતે રાખવો એ સમજાવો.
દાદાશ્રી : પાંચ આજ્ઞા એ સાચો ઉપયોગ જ છે. તમે બધામાં શુદ્ધાત્મા જુઓ, આ ફાઈલ છે એવું જુઓ, તોય શુદ્ધાત્મા જોયો કહેવાય કે શુદ્ધાત્મા જુઓ તોય ફાઈલ થઈ ગઈ. એટલે આ પાંચ આજ્ઞા એ જ ઉપયોગ છે. એથી પછી વધારે જ્ઞાન ઉપયોગ પછી વધતો જાય અંદર. ખરો ઉપયોગ વધતો જાય, આ વાડ છે ઉપયોગમાં રહેવાની. ઉપયોગ રાખ્યા સિવાય જ્ઞાન વધે જ નહીં કોઈ દહાડોય. ઉપયોગ એટલે અત્યાર સુધી સંસારમાં ઉપયોગ હતો, આત્મા વર્તતો હતો સંસારમાં, તે હવે આત્મા આત્મામાં વર્તે, એનું નામ ઉપયોગ. આત્મા આત્મામાં વર્તે શી રીતે ? ત્યારે કહે, છોકરો દૂધ ઢોળતો હોય, તે જોયા કરે. ત્યાં જઈને વારે